ETV Bharat / bharat

રાષ્ટ્રીય મહિલા આયોગમાં ગોપાલ ઇટાલિયાની પૂછપરછ ચાલું, જાણો શું હતો મામલો

author img

By

Published : Oct 13, 2022, 2:28 PM IST

Updated : Oct 13, 2022, 2:39 PM IST

રાષ્ટ્રીય મહિલા આયોગમાં ગોપાલ ઇટાલિયાની પૂછપરછ ચાલું
રાષ્ટ્રીય મહિલા આયોગમાં ગોપાલ ઇટાલિયાની પૂછપરછ ચાલું

વડાપ્રધાન મોદી વિરોધ અભદ્ર વાણી બદલ આજે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ગોપાલ ઇટાલિયાને હાજર થવાનું ફરમાણ હતું. આજે તેમની પૂછપરછ ચાલી રહી છે. જાણો શું હતો સમગ્ર મામલો જાણો તેના વિશે.

અમદાવાદ : આપ નેતા ગોપાલ ઇટાલીયાને આજે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ગોપાલ ઇટાલિયાને હાજર થવાનું ફરમાણ હતું. તેઓ આજે હાજર પણ થયા છે અને તેની પૂછપરછ હાલમાં ચાલી રહી છે. ગોપાલ ઇટાલીયા દ્વારા વડાપ્રધાન મોદી પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયા લિંગ-પક્ષપાતી, નારી વિરોધી અને નિંદનીય છે. ગોપાલ ઇટાલીયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, તેમના પર દબાવ બનાવવામાં આવી રહ્યો છે.

  • . @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।

    — Gopal Italia (@Gopal_Italia) October 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેજરીવાલે ટ્વિટ કરીને જાણકારી આપી કેજરીવાલે પણ આ બાબતે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની પાછળ આખી ભાજપ કેમ પડી છે?

  • पूरी बीजेपी गोपाल इटालिया के पीछे क्यों पड़ी है? https://t.co/s8TZnAZfXc

    — Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

NCWના ચેરમેન રેખા શર્માએ ટ્વિટ કર્યું NCWના ચેરમેન રેખા શર્માને જણાવ્યું છે કે, મને 100-150 લોકો આવીને ધમકી આપવા લાગ્યા હતા. તેઓને ફક્ત શું મામલો છે તેના વિશેની પૂછપરછ માટે બોલાવામાં આવ્યા હતા. તેઓ વકીલો સાથે આવ્યા હતા.

  • I had an important meeting at 2pm which is now delayed as I couldn't step outside. If 100-150 people come&threaten me, what kind of a leader are they? He was supposed to come to NCW office &only answer a few questions. Why did he have to lie & bring so many lawyers?: Rekha Sharma pic.twitter.com/9HRrgvsrme

    — ANI (@ANI) October 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઇટાલિયાએ વડાપ્રધાન પર પ્રહારો કર્યા ઇટાલિયાએ કર્યો બફાટ આપણે ઘણી વખત જોયું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકારણીઓ એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. એટલું જ નહીં, ઘણી વખત નેતાઓ કેટલીક અભદ્ર ભાષા અને ટિપ્પણીઓ પર પણ ઉતરી આવે છે. હવે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ કંઈક આવું જ કર્યું છે. ઈટાલિયાએ વડાપ્રધાન મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પીએમ મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે.

વડાપ્રધાન પર અપશબ્દનો વાર હવે ઈટાલિયાની આ અભદ્ર ભાષાને કારણે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો અને ઘેરાયેલા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ એક પોસ્ટ સાથે ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો શેર કર્યો છે.

Last Updated :Oct 13, 2022, 2:39 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.