ETV Bharat / bharat

ડમ્પરે 6 વાહનોને ટક્કર મારી, સ્વિગીના ડિલિવરી બોયનું મોત

author img

By

Published : Dec 26, 2022, 12:33 PM IST

હૈદરાબાદમાં ડમ્પરે 6 વાહનોને ટહૈદરાબાદમાં ડમ્પરે 6 વાહનોને ટક્કર મારી, ઘટનામાં સ્વિગી ડિલિવરી બોયનું મોતક્કર મારી, ઘટનામાં સ્વિગી ડિલિવરી બોયનું મોત
હૈદરાબાદમાં ડમ્પરે 6 વાહનોને ટક્કર મારી, ઘટનામાં સ્વિગી ડિલિવરી બોયનું મોત

હૈદરાબાદના ગાચીબાઉલીમાં સોમવારે વહેલી સવારે એક ડમ્પરે ચાર કાર (A dumper hits several vehicles in hyderbad )સહિત છ વાહનોને ટક્કર મારતાં એક સ્વિગી ડિલિવરી બોયનું મૃત્યુ થયું હતું અને છ અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. ડમ્પરની બ્રેક ફેલ થવાના કારણે (hyderabad road accident news today )અકસ્માત થયો હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે.

હૈદરાબાદ: હૈદરાબાદના ગાચીબોવલીમાં સોમવારે વહેલી સવારે એક ડમ્પરે ચાર કાર (A dumper hits several vehicles in hyderbad )સહિત 6 વાહનોને ટક્કર મારતાં 1 સ્વિગી ડિલિવરી બોયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ડમ્પર 4 કાર અને 2 ટુ વ્હીલર સાથે અથડાયું હતું.

1 વ્યક્તિનું મોત: આ દુર્ઘટના વહેલી સવારે વિપ્રો ઈન્ટરસેક્શન (hyderabad road accident news today )પર થઈ હતી. એવું કહેવામાં આવ્યું છે કે કાર અને 2 બાઇક સહિત તમામ વાહનો ટ્રાફિક સિગ્નલ પર પોતાના વળાંકની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક બેકાબુ ડમ્પરે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેમાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમના વાહનોને ભારે નુકસાન થયું હતું.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી: સ્વિગીનો ડિલિવરી બોય, નસીર, જે હોટલમાંથી ઓર્ડર લેવા જઈ રહ્યો હતો, તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અબ્દુલ નામના વિદ્યાર્થીને પગ ભાંગી પડતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. માહિતી મળતાં જ તેલંગાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળેથી કેસ નોંધવામાં આવ્યો છે અને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. ડમ્પરની બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થયો હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. જોકે વધુ તપાસ ચાલુ છે.

બાઇક પરનો કાબૂ ગુમાવ્યો: પોલીસના જણાવ્યા અનુસાર, આદિલ અહેમદ તેની મોટરસાઇકલ પર આઇઆઇઆઇટીથી વિપ્રો(A dumper hits several vehicles in hyderbad) સર્કલ તરફ આગળ વધી રહ્યો હતો. જ્યારે તે સર્કલ પાસે પહોંચીને ડાયવર્ઝન લઈ રહ્યો હતો ત્યારે ડાબી બાજુથી આવતા ટ્રેક્ટરે તેની બાઇકને ટક્કર મારી હતી. તેણે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો અને તે રોડ પર પડી ગયો. તેને ગંભીર રક્તસ્રાવની ઇજાઓ થઈ હતી, એક અધિકારીએ જણાવ્યું હતું.

તપાસ હાથ ધરી: અકસ્માતની જાણ થતા રાહદારીઓ થંભી ગયા હતા અને તેને બચાવવા દોડી ગયા હતા. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.ફરિયાદના આધારે ગાચીબોવલી પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું હતું. ચાલકને પકડવાના પ્રયાસો ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.