કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળશે 50 હજાર રૂપિયાનું વળતર

author img

By

Published : Sep 22, 2021, 7:08 PM IST

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળશે 50 હજાર રૂપિયાનું વળતર

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ કોરોના વાયરસ (Covid-19)ના કારણે મૃત્યુ પામનારા લોકોના પરિવારને 50,000 રૂપિયા વળતરની રકમ આપવાની ભલામણ કરી છે. આ વાતની જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી છે.

  • કોરોનાથી પીડિત વ્યક્તિના પરિવારને મળશે વળતર
  • કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને આપવામાં આવશે 50 હજાર રૂપિયા
  • કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કોરોના મહામારી દરમિયાન રાહત કાર્યોમાં સામેલ લોકો સહિત કોરોના પીડિતોના પરિવારોને પણ વળતરની રકમ આપવામાં આવશે. સરકારે સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું છે કે NDMAએ કોરોનાથી થનારા મોતના મામલે 50 હજાર રૂપિયા વળતરની રકમ આપવાની ભલામણ કરી છે.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી આપવામાં આવશે વળતર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું છે કે જો મૃત્યુનું કારણ કોવિડ-19 છે તો વળતરની રકમ મૃતકના પરિવારને આપવામાં આવશે. સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કોવિડ-19 પીડિતોના પરિવારને આપવામાં આવનારી રકમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી આપવામાં આવશે.

વધુ વાંચો: કોવિડ-19 મૃતકોના પરિવારને વળતર આપો: SCએ કર્યો કેન્દ્રને આદેશ

વધુ વાંચો: કોરોના મૃતકોના પરિજનોને રૂપિયા 4 લાખનું વળતર આપવું શક્ય નથી : કેન્દ્ર સરકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.