ઉત્તરાખંડમાં ફરી એક વખત ભૂકંપ આવ્યો, કેન્દ્રબિન્દુ જોશીમઠ

author img

By

Published : Sep 11, 2021, 8:37 AM IST

ઉત્તરાખંડમાં ફરી એક વાર 4.6 રેક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ભૂકંપની કેન્દ્રબિન્દુ જોશીમઠ

ઉત્તરાખંડમાં ફરી એક વાર ભૂકંપના ઝટકા આવ્યા છે. જોકે, આ વખતે ભૂકંપની કેન્દ્ર ચમોલી જિલ્લાનું જોશીમઠ હતું. જ્યારે સવારે 5.58 વાગ્યે આ ભૂકંપ અનુભવાયો હતો, જેની તીવ્રતા રેક્ટર 4.6 માપવામાં આવી છે. તેવામાં સવારે ભૂકંપના ઝટકા આવતા જ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. તો કેટલાક લોકો તો ભયના કારણે ઘરની બહાર નીકળી ગયા હતા. તો આ તરફ રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને ઉધમસિંહ નગરમાં પણ આની અસર જોવા મળી હતી.

  • ભૂકંપે ફરી એક વાર ઉત્તરાખંડને બાનમાં લીધું
  • રાજ્યમાં સવારે 5.58 વાગ્યે ભૂકંપ આવ્યો
  • કેન્દ્રબિન્દુ જોશીમઠથી 4.6 રેક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો

ચમોલીઃ રાજ્ય પોતાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે મુશ્કેલીઓનો સામનો કરતું જ રહે છે. ઉત્તરાખંડને ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. રાજ્યમાં નાનો ભૂકંપ આવતો રહે છે. રાજ્યને ઝોન 4 અને 5માં રાખવામાં આવ્યું છે. તો સવારે ભૂકંપના ઝટકા આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. તો કેટલાક લોકો ઘર છોડીને બહાર નીકળી ગયા છે. જોકે, ભૂકંપની કોઈ જાનહાની નથી થઈ, પરંતુ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 4.6 મેગ્નિટ્યૂડની માપવામાં આવી હતી.

આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લાના વાવ પાસે અનુભવાયા ભૂકંપના આંચકા

ભૂકંપ કેમ આવે છે?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ વધારે ટકરાય છે. તે ઝોન ફોલ્ટ લાઈન તરીકે ઓળખાય છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે વધુ દબાણ બને છે તો પ્લેટ્સ તૂટવા લાગે છે. નીચેની ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે અને ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.

આ પણ વાંચો- મેક્સિકોમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ,હવે સુનામીનો ખતરો

ભૂકંપના કેન્દ્ર અને તીવ્રતાનો અર્થ?

ભૂકંપનું કેન્દ્ર તે સ્થાનને કહેવાય છે, જેનાથી ઠીક નીચે પ્લેટ્સમાં હલનચલનથી ભૂગર્ભીય ઉર્જા નીકળે છે. આ સ્થાન પર ભૂકંપની ધ્રુજારી વધુ હોય છે. ધ્રુજારીની આવૃત્તિ જ્યાં સુધી દૂર હોય છે. તેની અસર ઓછો થતો જાય છે. તો પછી પણ રેક્ટર સ્કેલ પર 7 કે તેનાથી વધુની તીવ્રતાવાળો ભૂકંપ છે. તો આસપાસના 40 કિલોમીટરની જગ્યામાં ઝટકો તેજ આવે છે, પરંતુ આ વાત પર પણ નિર્ભર કરે છે કે, ભૂકંપીય આવૃત્તિ ઉપરની તરફ છે કે અંદર. જો ધ્રુજારીની આવૃત્તિ ઉપરની તરફ છે તો ઓછા ક્ષેત્ર પ્રભાવિત થશે.

કઈ રીતે માપવામાં આવે છે ભૂકંપની તીવ્રતા?

ભૂકંપની તપાસ રેક્ટર સ્કેલથી થાય છે. આને રેક્ટર મેગ્નિટ્યૂડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. રેક્ટર સ્કેલ પર ભૂકંપને 1થી 9 સુધીના આધાર પર માપવામાં આવે છે. ભૂકંપને આના કેન્દ્ર એટલે કે એપી સેન્ટરથી માપવામાં આવે છે. ભૂકંપ દરમિયાન ધરતીની અંદરથી જે ઉર્જા નીકળે છે. તેની તીવ્રતાને આનાથી માપવામાં આવે છે. આ તીવ્રતાથી ભૂકંપના ઝટકાનો અંદાજ લગાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.