ETV Bharat / bharat

Stock Market Opening Bell: નિફ્ટીએ પહેલીવાર 22,000ની સપાટી કુદાવી, સેન્સેક્સ 73,000ને પાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2024, 9:59 AM IST

નિફ્ટીએ પહેલીવાર 22,000ની સપાટી કુદાવી
નિફ્ટીએ પહેલીવાર 22,000ની સપાટી કુદાવી

આ અઠવાડિયે ટ્રેડિંગના પહેલા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ સેન્સેક્ટ 481 પોઈન્ટના વધારા સાથે 73,049 પર અને નિફ્ટી 0.99 ટકાના વધારા સાથે 22,112 પર શરુ થયા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

મુંબઈઃ જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયાના ટ્રેડિંગનો પહેલો દિવસ ભારતીય શેરબજાર માટે પ્રોફિટનો રહ્યો છે. આજે સોમવારે શેર માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. બીએસઈ સેન્સેક્ટ 481 પોઈન્ટના વધારા સાથે 73,049 પર અને નિફ્ટી 0.99 ટકાના વધારા સાથે 22,112 પર શરુ થયા. નિફ્ટીએ પ્રથમ વાર 22,000ની સપાટી કુદાવી છે. આજના દિવસે આઈટી સેક્ટર તેમજ ડી-માર્ટ, જોમેટોના શેરો પર ફોકસ રહેશે.

ગત અઠવાડિયે ભારતની ટોપ 10 કંપનીઓએ કુલ 1,99,111.06 કરોડ રુપિયાનું રોકાણ કર્યુ છે. જેમાં સૌથી આગણ રિલાયન્સ રહ્યું. જ્યારે ટીસીએસ(ટાટા કન્સલટન્સી સર્વિસીઝ), આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ અને ભારતી એરટેલનો ટોપ 10 કંપનીમાં સમાવેશ થયો હતો.

શુક્રવારે બજારની સ્થિતિઃ ગત અઠવાડિયે શુક્રવારે (વેપારના છેલ્લા દિવસે) શેર માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 44 પોઈન્ટની વૃદ્ધિ બાદ 71,399 પર બંધ થયો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 0.18 ટકાની વૃદ્ધિ સાથે 21,552 પર બંધ થયો હતો. શુક્રવારે દિવસ દરમિયાન હીરો મોટરકોર્પ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ, એપોલો હોસ્પિટલ ટોપ ગેનર રહ્યા. જ્યારે ટોપ લૂઝરમાં નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી બેન્ક, બ્રિટાનિયા, એશિયન પેઈન્ટ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

બેન્ક અને એફએમસીજી સિવાય દરેક સેક્ટરમાં ગ્રીન ઝોન જોવા મળ્યો. ઓટો ઈન્ડેક્સ 1 ટકા અને રિયલ્ટી ઈન્ડેક્સ 2.5 ટકા રહ્યા હતા. બીએસઈ મિડકેપ ઈંડેક્સ ફલેટ બંધ રહ્યો. જ્યારે સ્મોલકેપ ઈંડેક્સ 0.3 ટકા ઉપર રહ્યો. તેમજ વેપાર દરમિયાન બજાજ ઓટોના શેર 52 અઠવાડિયાના હાઈ પર પહોંચી ગયો હતો. જેનું મુખ્ય કારણ એ છે કે કંપનીએ 4,000 કરોડ રુપિયાના શેરની બાયબેક કરવાની જાહેરાત કરી હતી.

  1. લોકડાઉનના ભય પાછળ શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલી, સેન્સેક્સમાં 1707 પોઈન્ટનું ગાબડું
  2. બિઝનેસ 360° : એક નજર સાપ્તાહિક બિઝનેસ ન્યૂઝ પર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.