ETV Bharat / bharat

મહંત નરેન્દ્રગીરી કેસ: શિષ્ય આનંદગીરી અને આદ્યા તિવારીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

author img

By

Published : Sep 22, 2021, 6:34 PM IST

આનંદગીરી અને આદ્યા તિવારીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
આનંદગીરી અને આદ્યા તિવારીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

મહંત નરેન્દ્રગીરીના શંકાસ્પદ મોતના મામલે તેમના શિષ્ય આનંદગીરી અને આદ્યા તિવારીને અલ્હાબાદની સીજીએમ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. બંનેને સીજેએમ હરેન્દ્ર તિવારીની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

  • મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા કેસમાં પોલીસે આનંદગીરીને કસ્ટડીમાં લીધો
  • આનંદગીરી અને આદ્યા તિવારીને 14 દિવસના જ્યુશિયલ કસ્ટડીમાં મોકલાયા
  • સુસાઇડ નોટમાં મહંત નરેન્દ્રગીરીએ બંને પર લગાવ્યા છે અનેક આરોપ

પ્રયાગરાજ: મહંત નરેન્દ્રગીરીના શંકાસ્પદ સુસાઇડ મામલે તેમના શિષ્ય આનંદગીરી અને આદ્યા તિવારીને પ્રયાગરાજની સીજીએમ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. બંનેને સીજેએમ હરેન્દ્ર તિવારીની અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં હાજર કર્યા પહેલા બંનેનું જિલ્લા હૉસ્પિટલમાં મેડિકલ કરાવવામાં આવ્યું હતું.

બંને આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા

મહંત નરેન્દ્રગીરીના શંકાસ્પદ મોતની ઘટનામાં આરોપીઓ શિષ્ય આનંદગીરી અને મોટા હનુમાન મંદિરના પુજારી આદ્યા તિવારીને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. એ બંનેને લગભગ પોણા 4 વાગ્યે સીજેએમ હરેન્દ્રનાથની અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બહાર વકીલોની ભારે ભીડ હતી, જેમને સંભાળવા માટે પોલીસ ફોર્સ તહેનાત રહી. બંનેને 14 દિવસની કસ્ટડીમાં જેલમાં મોકલવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

મહંત બંને આરોપીથી પરેશાન હતા

કોર્ટે બંનેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલવાનો આદેશ આપ્યો છે. ગત રાતથી બંને સાથે પોલીસ લાઇનમાં મહંત નરેન્દ્રગીરીની સુસાઇડ નોટને લઇને ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી હતી. ત્યારબાદ આજે પોલીસે તેમને કોર્ટમાં હાજર કર્યા. સુસાઇડ નોટમાં મહંત નરેન્દ્રગીરીએ બંનેથી પોતે પીડિત હોવાનો આરોપ લગાવ્યો હતો.

રાઇટિંગ એક્સપર્ટના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ

સરકારી વકીલ નસીમ અહમદનું કહેવું છે, કેમકે 306નો કેસ છે અને આ કેસમાં રાઇટિંગ એક્સપર્ટનો રિપોર્ટ આવવાનો છે અને તેમના દ્વારા કોઈ અરજી પણ આપી શકાય નહીં, જ્યાં સુધી રિપોર્ટ ન આવી જાય. આ કારણે આનંદગીરીએ અત્યારે જેલમાં જ રહેવું પડશે. જો રિમાન્ડની જરૂર પડશે તો તે માટે પણ એકે કોર્ટમાં અરજી આપવી પડશે. બંને પક્ષની સુનાવણી બાદ જ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવશે.

પૂજારી આદ્યા પ્રસાદ અને તેના પુત્રની પણ ધરપકડ

મહંત નરેન્દ્રગીરીનો ખાસ શિષ્ય રહેલો આનંદગીરી આજે પોલીસની ઝપેટમાં છે. સોમવારની અલ્લાપુર સ્થિત શ્રી મઠ બાઘમ્બરી ગાદીમાં મહંત નરેન્દ્રગીરીનો મૃતદેહ અતિથિગૃહમાં ફાંસીથી લટકતો મળ્યા બાદ સુસાઇડ નોટ મળવાથી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે મજબૂર કરનારા લોકોમાં આનંદગીરી, પૂજારી આદ્યા પ્રસાદ તિવારી અને તેમના પુત્ર સંદીપ તિવારીનું નામ હતું. સૌથી પહેલા આનંદગીરીને યુપી પોલીસે હરિદ્વાર જઇને પકડ્યો હતો. તેને સહારનપુર લાવીને આખી રાત રાખ્યા બાદ મંગળવાર બપોરે પ્રયાગરાજમાં પોલીસ લાઇન લાવવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ અધિકારીઓએ તેની સાથે અનેક કલાક ઘટના વિશે પૂછપરછ કરી. બીજા આરોપી પૂજારી આદ્યા પ્રસાદને પણ સોમવાર રાત્રે જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પુત્ર સંદીપને પણ પોલીસ પકડ્યો હતો. તે બંને સાથે પણ અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી શકે છે.

મહંત નરેન્દ્રગીરીને આપવામાં આવી ભૂ-સમાધિ

મહંત નરેન્દ્રગીરીને ભૂ-સમાધિ આપવામાં આવી છે. તેમણે પોતાની સુસાઇડ નોટમાં ભૂ-સમાધિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભૂ-સમાધિથી પહેલા જમીન પર મીઠાનું એક લેયર બનાવવામાં આવ્યું. ત્યારબાદ સુગંધિત જળ, ફૂલો વગેરેનો છંટકાવ કરવામાં આવ્યો. નરેન્દ્રગીરીને સમાધિ આપવા માટે લીંબુના વૃક્ષની પાસે એક ચોરસ આકારનો ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડાની એક દીવાલને ખોદીને એક નાનો રૂમ બનાવવામાં આવ્યો હતો. અહીં પર નરેન્દ્રગીરીને બેઠેલી અવસ્થામાં સમાધિ આપવામાં આવી. આ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી હતી. સમાધિ સમયે ચારેય બાજુ ચાદરથી પડદો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જ મંત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા. આ તક પર હરિદ્વાર, અયોધ્યા અને વારાણસી સહિત તમામ સંતોએ આવીને સમાધિમાં મહંત નરેન્દ્રગીરીને શ્રદ્ધાંજલિ આપી.

નરેન્દ્રગીરી આત્મહત્યા કરે તે વાત લોકોને નથી ઉતરતી ગળે

આ દરમિયાન શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા ભક્તોએ એકવાર ફરી આ જ વાતનું પુનરાવર્તન કર્યું કે મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા ના કરી શકે. તેમને તેમના આત્મહત્યા કરવા પર શંકા છે. લોકોએ એકવાર ફરી એ જ માંગ કરી કે આ કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ ઘટના પાછળ જે પણ દોષી છે તેમને શોધીને તેમની વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે.

પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચારથી અભિષેક

મહંત નરેન્દ્રગીરીને સમાધિથી પહેલા તેમને ત્રિવેણી સંગમ લઈ જવામાં આવ્યા. ત્યાં તેમને વિધિવત વૈદિક રીતિ-રિવાજની સાથે તેમનો સંગમના જળથી અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ શબવાહનને સંગમથી હનુમાન મંદિર લાવવામાં આવ્યું, જ્યાં આરતી અને પૂજા બાદ બાઘમ્બરી મઠમાં લઈ જવામાં આવ્યા. મહંત નરેન્દ્રગીરીની અંતિમ યાત્રાના વાહનને ફૂલમાળાથી શણગારવામાં આવ્યું. ત્યારબાદ શાહી અંદાજમાં તેમના પાર્થિવ શરીરને સંગમ લઈ જવામાં આવ્યું. વાહનના આગળ બેન્ડબાજા સાથે મંદમંદ ગતિથી બાઘમ્બરી ગાદીથી દારાગંજ બોર્ડ, ત્યારબાદ અલોપીબાગ ફોર્ટ રોડ ચાર રસ્તા, ત્રિવેણી સંગ રોડ થઈને સંગમ પહોંચ્યા, જ્યાં પહેલાથી હાજર પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચારની સાથે તેમનો અભિષેક કરવામાં આવ્યો.

વધુ વાંચો: મહંત નરેન્દ્રગીરીએ લીંબુના વૃક્ષના નીચે આ કારણે પસંદ કર્યું સમાધિ સ્થળ, જાણો રહસ્ય

વધુ વાંચો: મહંત નરેન્દ્ર ગિરીનું પોસ્ટમોર્ટમ પૂર્ણ, શ્વાસ રૂંધાવાથી થયું હતું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.