પ્રતિ બેઠક યુવાઓને આકર્ષવા માટે યુવા મતદાન મથક, યુવા અધિકારીઓ નીમાયાં, મતદાન મથકે સેલ્ફી બૂથની વ્યવસ્થા

author img

By

Published : Nov 30, 2022, 2:51 PM IST

પ્રતિ બેઠક યુવાઓને આકર્ષવા માટે યુવા મતદાન મથક, યુવા અધિકારીઓ નીમાયાં, મતદાન મથકે સેલ્ફી બૂથની વ્યવસ્થા
પ્રતિ બેઠક યુવાઓને આકર્ષવા માટે યુવા મતદાન મથક, યુવા અધિકારીઓ નીમાયાં, મતદાન મથકે સેલ્ફી બૂથની વ્યવસ્થા ()

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં યુવા મતદારોને આકર્ષવા ચૂંટણી પંચે ( Election Commission ) 182 વિધાનસભા બેઠક દીઠ એક યુવા મતદાન મથક ( Yuva Matdan Mathak ) તૈયાર કર્યું છે. જેમાં અધિકારી તરીકે યુવાઓને જ નીમવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ ( P Bharti ) ચૂંટણી તંત્રની વ્યવસ્થાઓની ( Arrangements of Election Commission) તમામ જાણકારી આપી છે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં યુવા મતદારોને આકર્ષવા માટે અને યુવાઓ વધુમાં વધુ મતદાન કરી શકે તેને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચ ( Election Commission ) દ્વારા વર્ષ ગુજરાતની સામાન્ય ચૂંટણી 2022માં એક વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં 182 વિધાનસભા બેઠક દીઠ વિધાનસભામાં એક યુવા મતદાન મથક ( Yuva Matdan Mathak )તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં અધિકારી તરીકે પણ યુવાઓને જ નિમણૂક કરવામાં આવી છે.

કેવી રીતે યુવા મતદાનમથક કરશે કાર્ય રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) માં વધુને વધુ યુવાનો મતદાનમાં રસ લેતા થાય તે માટે ( Election Commission ) વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. યુવા મતદારો પણ ચૂંટણી સંચાલનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને લોકશાહીમાં યુવા મતદારોની વધુમાં વધુ ભાગીદારી થાય તે હેતુથી ગુજરાતમાં દરેક જિલ્લા દીઠ એક મતદાન મથક ( Yuva Matdan Mathak )તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મતદાન મથકનો તમામ સ્ટાફ યુવા હશે.

વધુને વધુ યુવાનો મતદાનમાં રસ લેતા થાય તે માટે વિશેષ પ્રયત્નો
વધુને વધુ યુવાનો મતદાનમાં રસ લેતા થાય તે માટે વિશેષ પ્રયત્નો

મતદાન મથક પર સેલ્ફી બૂથ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) દરમ્યાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાનમથકને ‘ આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. પી.ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાર મથક ઉભા કરવામાં આવશે. આ મતદાર મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે. મતદારોને મતદાન મથકનો સારો અનુભવ પ્રાપ્ત થાય તે હેતુથી અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ કરવા, મતદાન મથકે સેલ્ફી બૂથની વ્યવસ્થા( Selfie in Voting Booth ) કરવામાં આવી છે.

કેટલા યુવાઓ કરશે પ્રથમ વખત વોટિંગ ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) માં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 11,74,370 યુવાઓ પ્રથમ વખત પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશે. જ્યારે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી આ બાબતે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે પ્રથમ વખત તબક્કામાં 5,87,175 અને બીજા તબક્કામાં 5,87,195 યુવાઓ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારો સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદારો છે.

બીજા તબક્કામાં 5,87,195 યુવા મતદારો જ્યારે ગુજરાતમાં બીજા તબક્કામાં યોજાનારી 93 બેઠકો પરની ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) માં કુલ 5,87,195 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદારોમાં અમદાવાદ 93,428, બનાસકાંઠામાં 81,515, વડોદરામાં 47,343, દાહોદમાં 47,194 તેમજ મહેસાણામાં 40,930નો સમાવેશ થાય છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં છોટાઉદેપુરમાં 20,638, મહીસાગરમાં 21,323, અરવલ્લીમાં 23,084, ગાંધીનગરમાં 27,599 અને સાબરકાંઠામાં 31,076 યુવા મતદારો છે. રાજ્યમાં 182 બેઠકો પર યોજાનારી ચૂંટણીનાં બે તબક્કામાં કુલ 11,74,370 યુવા મતદારો પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.