ETV Bharat / assembly-elections

કોંગ્રેસ ઉમેદવાર દિલીપ વેકરીયા જેતપુર વિધાનસભા બેઠકના લોકોના સમર્થન અંગે શું માને છે સાંભળો રુબરુમાં

author img

By

Published : Nov 24, 2022, 8:46 PM IST

કોંગ્રેસ ઉમેદવાર દિલીપ વેકરીયા જેતપુર વિધાનસભા બેઠકના લોકોના સમર્થન અંગે શું માને છે સાંભળો રુબરુમાં
કોંગ્રેસ ઉમેદવાર દિલીપ વેકરીયા જેતપુર વિધાનસભા બેઠકના લોકોના સમર્થન અંગે શું માને છે સાંભળો રુબરુમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assambly Election 2022 ) માં રાજકોટ જિલ્લાની જેતપુર જામકંડરણા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર (Jetpur Jamkandorna Congress Candidate )દિલીપ વેકરીયા ( Dilip Vekriya ) મેદાને છે. તેમની સાથે ઈટીવી સંવાદદાતાએ પ્રચાર અને સંભાવનાઓ સહિતના વિવિધ મુદ્દે વાતચીત કરી હતી.

રાજકોટ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assambly Election 2022 ) માં જિલ્લામાં કુલ આઠ વિધાનસભા આવેલ છે જેમાં શહેરની ચાર અને જિલ્લાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે ત્યારે જેતપુર જામકંડોરાણા વિધાનસભા બેઠક (Jetpur Jamkandorna Congress Candidate ) કે જેમાં જેતપુર અને જામકંડોરણા તાલુકામાં વાત કરીએ તો 101 જેટલા ગામોનો સમાવેશ થાય છે ત્યારે હાલ અહી કુલ મતદારોની છેલ્લી યાદી મુજબ 2,75,617 મતદારો છે ત્યારે જેતપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે દિલીપ વેકરીયા ( Dilip Vekriya ) ને જાહેર કર્યા છે ત્યારે જુઓ ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાતમાં શું કહ્યું દિલીપ વેકરીયાએ.

મતદારો મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે લોકો અમને સમર્થન આપે છે

સવાલ પાર્ટી દ્વારા આપનું નામ જાહેર કરવામાં આવતા લોકોમાં શું માહોલ છે ?

જવાબ મારી ( Dilip Vekriya ) કામગીરીમાં લોકો વચ્ચે ફેસ ટુ ફેસ મળવાની છે મીટીંગ અને જાહેર સભાઓ કરી અને લોકોને મળવા કરતા હું (Jetpur Jamkandorna Congress Candidate ) લોકોને રૂબરૂ મળવાનું વધુ પસંદ કરું છું જેમાં જેતપુર સીટી અને ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોને હું રૂબરૂ જઈને મળું છું. લોકો સાથે ફેસ ટુ ફેસ વાત કરું છું કોંગ્રેસના આપેલા વચનો અને કામો અંગે જણાવું છું. ત્યારે લોકો તેમની સમસ્યાઓને મુશ્કેલીઓગે મને જણાવે છે. જેમાં લોકોને ખાસ કરીને વેપારીઓ તેમજ જેમને જીએસટી ( GST ) તેમજ ખેડૂતોને પડતી સમસ્યાઓ અંગે વાત કરી હતી. જેમાં ખેડૂત સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ જે ખરીદી કરતા તેમાં જીએસટીનું પ્રમાણ વધી ગયું છે. આ સરકાર જીએસટીના બહાને લૂંટ ચલાવી રહી છે તેને લઈને મુશ્કેલીઓ વેઠવી પડે છે. જ્યારે રોજમદાર કામ કરતાં લોકોને પણ પૂરતી રોજગારી મળતી નથી અને બે ચાર દિવસે ક્યારેક કામ મળે છે જેને લઈને તેમની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ રહી છે.

સવાલ આ વિસ્તારના લોકોની માગણીઓ અને સમસ્યાઓની શું બાબત છે કારણ કે આ વિસ્તાર સાડીઓ ઉદ્યોગો માટે છે. અહીં ઘણા લોકોને રોજમદારી મળે છે આ બાબતે કઈ પ્રકારની તકલીફોને જરૂરિયાતો છે ?

જવાબ જેતપુરનો ઉદ્યોગ આ સંખ્યા માણસોને રોજીરોટી આપે છે પરંતુ આ વિસ્તારમાં (Jetpur Jamkandorna Congress Candidate )70 ટકા જેટલા કારખાનાઓ બંધ છે. લોકોની રોજીરોટી માટેનો એકમાત્ર ઉપાય અહીંયા કારખાનાઓ છે જ્યારે કારખાનાઓને પૂરતી આવક કે જાવક ન થતા તેમને અનેક સમસ્યા ઊભી થઈ છે. જેને લઇને અહીં કામ કરતા અને અહીંયાથી રોજી રોટી મેળવતા મજૂરોને પણ આર્થિક સંકડામણ ભોગવી પડી રહી છે. જેમાં આ બાબતે સરકારે જીએસટી ઘટાડવું જોઈએ ત્યારે સરકાર આવું વિચારતી નથી. દિવસેને દિવસે ભાવ વધારો થાય છે જેને લઇને કારખાનેદારો પણ પૂરતી મજૂરી ચૂકવી નથી શકતા અને મંદીમાં સંપડાઈ રહ્યા છે.

સવાલ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપની જ પસંદગી કેમ કરવામાં આવી ?

જવાબ વર્ષ 1982 થી સ્ટુડન્ટ લાઈફથી મેં ( Dilip Vekriya ) NSUI મા મે મારા પાર્ટી સાથે કામ કરેલ છે જેમાં મે પ્રમુખ તરીકે પણ કામ કરેલ છે. જેમાં હું પક્ષના જુદા જુદા હોદા તરીકે રહી ચૂકેલ છું. પાર્ટીએ મારી વફાદારી જોઈ પસંદગી કરી છે જેમાં મારા કરતા પણ સક્ષમ ઉમેદવારોને પસંદ કરવા માટેની મે ભલામણ પણ કરી હતી અને હું તેમને પૂરતો સમર્થન કરીશ તેવું પણ મે પાર્ટીને જણાવ્યું હતું અને લોકોને મત આપવા પણ જણાવીશું.

સવાલ તમારી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો તેમજ હોદેદારો આપને ટિકિટ મળતા વિરોધ કરી રહ્યા છે શા માટે ?

જવાબ દરેક પક્ષમાં ટિકિટ ન મળવાથી કાર્યકર્તાઓને અસંતોષ હોય છે. અમારા ઘણા કાર્યકર્તાઓએ ટિકિટ માગી હતી. તેમને ના મળી પરંતુ આજે ઘણા લોકો અમારી સાથે છે અને પાર્ટીના નિર્ણયથી સહમત છે. હાલ નારાજગી દરેક પક્ષની અંદર હોઈ શકે પણ તે નારાજગીને દૂર કરવા માટે અમારા નેતૃત્વએ ઘીના ઠામની અંદર ઘી પડી જાય તેવા પ્રયત્નો કર્યા હતાં. પરંતુ આગેવાનો અને કાર્યકર્તાઓ પક્ષ છોડી અને પક્ષ પડતો કરી અને અન્ય પક્ષની અંદર જોડાયા છે. જ્યારે અમે પણ સમજીએ છીએ કે જે છે એ અમારા ભાઈઓ જ હોઈ શકે અને અમારા વચ્ચે કોઈપણ બાબતે મતભેદ હોઈ શકે. પણ કોઈપણ પ્રકારની લાગણીઓ દૂર થઈ નથી જતી.

સવાલ પૂર્વ કેબિનેટપ્રધાન અને ભાજપના જયેશ રાદડિયા સામે ટક્કર છે ત્યારે આ ટક્કર કેવી છે ?

જવાબ ટક્કર જેવું કંઈ નથી. મિડલ ક્લાસના લોકો લોવર કલાસના લોકો જેમની વચ્ચે હું ( Dilip Vekriya ) જાવ છું. ખાસ કરીને ગામડાઓની અંદર જ્યારે જાવ છું ત્યારે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મહિલાઓ રસોડું ચલાવવા માટે બહુ હેરાન હોય તેવું જણાવ્યું છે અને ભાજપને મત આપી કોઈ ફાયદો નથી થયો. ત્યારે કોંગ્રેસને મત આપવાની વાત કરે છે. અને ખાસ કરીને મતદારો મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે લોકો (Jetpur Jamkandorna Congress Candidate ) અમને સમર્થન આપે છે. કારણ કે ભૂતકાળની અંદર જાણે અમે જતા ત્યારે લોકો અમને જોઈને પોતાનો ચહેરો બદલાવી નાખતાં પરંતુ હવે લોકો અમને સમર્થન આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.