ETV Bharat / assembly-elections

પટેલની નારાજગી અસર કરશે? સાબવાએ કહ્યું ઈટાલિયા સ્ટેન્ડ બદલું છે

author img

By

Published : Nov 23, 2022, 9:01 AM IST

Updated : Nov 23, 2022, 10:04 AM IST

પટેલની નારાજગી અસર કરશે? સાબવાએ કહ્યું ઈટાલિયા સ્ટેન્ડ બદલું છે
પટેલની નારાજગી અસર કરશે? સાબવાએ કહ્યું ઈટાલિયા સ્ટેન્ડ બદલું છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રચાર પડઘમ રાજ્યના દરેક જિલ્માં વાગી રહ્યા છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિઓના સમીકરણ પર રાજરમત (Patidar Factor Gujarat Election) શરૂ થાય છે. પણ વર્ષ 2015 બાદ સતત ચર્ચામાં રહેલી જ્ઞાતિ એ પાટીદાર છે. પાટીદાર અનામત આંદોલન બાદ ધરખમ પરિવર્તન આવ્યા જેની અસર ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી થઈ છે. આ આંદોલનમાંથી ઊભરી આવેલા નેતાઓએ જુદા જુદા પક્ષ પકડી લીધા છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રેશ્મા પટેલ અને ગોપાલ ઈટાલિયા આંદોલનથી ઊભરી આવેલા નેતાઓ છે.

અમદાવાદઃ ચૂંટણી પ્રચારમાં જુદા જુદા મુદ્દાઓને લઈને વાતો થઈ રહી છે. પણ એના મૂળમાં તો જ્ઞાતિવાદી સમીકરણ અસર કરતું હોવાનું સપાટી પર આવી રહ્યું છે. ક્યાંક પક્ષપલટો (Gujarat Assembly Election 2022) તો ક્યાંક આક્ષેપબાજીનું આખલા યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આવા માહોલમાં પાટીદાર નેતા તરીકે જેની છાપ (Patidar Factor Gujarat Election) છે એવા લોકોને પૂછપરછ કરાઈ ત્યારે માની ન શકાય એવા જવાબ મળ્યા. દિલિપ સાબવાએ (Patidar Community on Hardik Patel) કહ્યું કે, મારા પત્ની અલ્પા અપક્ષ ઉમેદવાર તરીકે બોટાદમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે પત્ની નગરપાલિકા પ્રમુખ હતી એ સમયે ભાજપને સમર્થન આપતો. લોકપ્રશ્નોને કારણે બળવો કર્યો 25 દિવસમાં 25 વર્ષ જેવી લોકચાહના ઊભી થઈ. લોકોએ પ્રમુખ તરીકેની જવાબદારી જોઈ. પછી સ્થાનિક ઉમેદવારને લઈને એમના પર વાત આવી. આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો પણ સ્થાનિક વ્યક્તિ આવ્યો નહીં. તેથી અપક્ષમાં ફોર્મ ભરી દીધું.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17005510_thumbnails.jpg
https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17005510_thumbnails.jpg

જીતવાના કોઈ ચાન્સઃ સાબવાએ (Patidar leader dilip sambva) આગળ એવી પણ વાત કરી કે, 300થી વધારે કાર્યકર્તાઓ છે. હું જીત તરફી છું એવું હાલ દેખાય છે. ઘણું પ્લાનિંગ ચાલી રહ્યું છે. હું ભાજપમાં જોડાયો હતો. પણ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયા અને ધાર્મિક માલવિયા-આમાંથી કોણ જીતશે એનો મને કોઈ અંદાજ નથી. ગોપાલના જુદા જુદા સ્ટેન્ડ હોય છે. એ સ્ટેન્ડ બદલે છે. હાર્દિક અને અલ્પેશ પણ જીતી શકે પણ હું સ્યોર નથી. કતારગામે વિનુભાઈથી કંટાળેલા હોય અને ગોપાલનું વર્ચસ્વ હોય તો ચાન્સ છે. કારણ કે, ગોપાલની અસર બોટાદ અને કતારગામ એમ બન્નેમાં હતી. હાર્દિકે પોતાના નિર્ણય પોતે કરેલા છે. ભાજપમાં ગયો ત્યારે અને કોંગ્રેસમાં આવ્યો ત્યારે પણ. હું તો સગંઠન પ્રભારી હતો. પણ એણે કોઈ કન્વીનરને પણ જાણ નથી કરી,

ચાલાકી છે એનામાંઃ હાર્દિક પટેલને દરેક પ્રકારની કારીગીરી આવડે છે. મુખ્યપ્રધાન તરીકેનો દાવેદાર છે. ખૂબ ચાલાક છે. એના કાન અને એની ઊંચાઈ જુઓ એટલે સમજી શકશો. જો તે અમારી સાથે આવું કરી શકતો હોય તો એ બધેય સોંસરવો નીકળે એમ છે. પાટીદારના કેસ હોય એ મામલે તો જેમાં વ્યક્તિગત ડિસપ્યુટ હતા. બાકીના તો ઓર્ડર થઈ ચૂક્યા છે. રાજદ્રોહ જેવા મોટા કેસ બાકી હશે. પણ આ કોઈ નવી વાત નથી. હાર્દિકે જવાબદારી લીધા બાદ આપણે અંદર પડાય નહીં. અમારા જેવા 32 લોકો જેતપુર ખાતે મુદત ભરતા. પાટીદારની અસર તો ગત વખતે જોવા મળી ન હતી પણ આ વખતે દેખાશે. આનંદીબેનને ઊતારવા માટે ષડયંત્ર રચાયું છે. એની સાથે બીજા પણ ઘણા મુદ્દાઓ હતા. પણ સમાજને કોણ સમજાવે? આનંદીબેન તો ઘરે ઘરે જાય નહીં.

લાલજી પટેલઃ કોઈ પાર્ટીને સપોર્ટ નહીં-અમારી લડાઈ (Patidar leader lalji patel) સામાજિક છે. જે કોઈ મુદ્દા છે એ યોગ્ય રીતે અને ક્રમબદ્ધ રીતે ક્લિયર થવા જોઈએ. વર્ષ 2017-2019માં ઘણી બધી ઓફર થઈ હતી. આ વખતેની વિધાનસભા ચૂંટણી પહેલા મને કોઈ ઓફર નથી. વર્ષ 1996માં જ્યારે સંગઠનની શરૂઆત કરી હતી ત્યારે પાટીદાર સંગઠન હતું નહીં. જે સમસ્ત પાટીદાર સમાજને એક કરી શકે. એ વખતે મે વચન આપ્યું હતું કે હું ક્યારેય રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં અને કોઈ રાજકીય હોદ્દો લઇશ નહીં. એના કારણે સમાજને મારા પર વિશ્વાસ છે. એ વિશ્વાસ મારે તોડવાનો નથી.

કોણ જીતશેઃ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયા અને ધાર્મિક માલવિયા કોણ જીતશે એનો મને ખ્યાલ નથી. પાર્ટીએ પોતાના વિસ્તારમાં કઈ રીતે વિકાસના કામ કર્યા એના પર એનો આધાર હોય છે. કામગીરી પર લોકો મતદાન કરતાં હોય છે. પાટીદાર કોઈ પાર્ટીનો ઉમેદવાર હોય કે એમાં આગેવાન હોય તો 100 ટકા પાટીદારો પાટીદારને જ મત આપશે. હાર્દિકે મારી સાથે ભાજપ કે કોંગ્રેસમાં જોડાવવા મુદ્દે કોઈ વાત નથી કરી. હાર્દિકનું સંગઠન જુદુ હતું. હું એસપીજીમાંથી છું. પરિણામ તો આઠમીએ ખ્યાલ આવશે. પાટીદાર સામેના 60 થી 70 કેસો પાછા ખેંચવાના બાકી છે. ગત વખતે આંદલન હતું એટલે પટેલને સપોર્ટ હતો જે આજ વખતે નથી. કારણ કે આગેવાન બધા પાર્ટીના થઈ ગયા છે. આક્રોશ ધીમો પડી રહ્યો છે. પરિણામ પર એવી આશઆ છે કે આમ આદમી પાર્ટી આવે તો નીવેડો આવે. કારણ કે એમને આ વાત કહી હતી.

કોઈ સપોર્ટ નહીં કોઈ વિરોધ નહીંઃ દિનેશ બાંભણીયાએ કહ્યું હતું (Dinesh Banbhania patidar leader) કે, હું અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલના પ્રવચનમાં પણ ગયો હતો. હું કોઈ પાર્ટીના સપોર્ટ કે વિરુદ્ધમાં નથી. હું કોઈ પાર્ટીમાં જોડાયો નથી. પટેલના સંગઠનમાં એક કાર્યકર્તા તરીકે કામ કરૂ છું. મારી કોઈ રાજકીય ઈચ્છા નથી. ત્રણેય પાર્ટીમાંથી મને ઓફર હતી. પણ ના..હાલના વાતાવરણ પરથી એમ લાગે છે કે હાર્દિક અને અલ્પેશને ચાન્સ મળશે. ભાજપમાં હાર્દિકનું ભાવિ તો પરિણામ પરથી નક્કી થાય. પાટીદાર સામેના કેસમાં તો સુપ્રીમ કોર્ટનો સ્ટે છે એટલે રાજદ્રોહ જેવાં ગંભીર ગુનાઓનો નિર્ણય લેવાનો બાકી છે. પાટીદાર નેતાઓ ચૂંટણી મેદાનમાં આમને સામને છે એવું કહી શકાય. લલિત વસોયા અને લલિત કગથરાને કોંગ્રેસ મજબુત માની રહી છે.

Last Updated :Nov 23, 2022, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.