PMને કવિતા સંભળાવનાર બાળકી સૌથી નાની પ્રચારક, મોદીને કહી મોટી વાત

author img

By

Published : Nov 22, 2022, 7:26 AM IST

Updated : Nov 22, 2022, 7:50 AM IST

PMને કવિતા સંભળાવનાર બાળકી સૌથી નાની પ્રચારક, મોદીને કહી મોટી વાત

ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly election) ચૂંટણી માટેનો પ્રચાર ચરમસીમા એ છે. પણ આ પ્રચારયાત્રામાં એક બાળકીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ પણ આ બાળકીને (Gujarat BJP) પોતાની પાસે બોલાવીને કવિતા બોલાવી હતી. એ સમયથી આ બાળકી રાજકીય લોબીમાં સૌથી નાની પ્રચારક તરીકે ચર્ચામાં છે. જોઈએ આ સૌથી નાની બાળકી સાથેની ખાસ મુલાકાત

રાજકોટઃ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન (Gujarat Legislative Assembly election) તેમને સુરેન્દ્રનગરમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. એવામાં સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાન મોદીને (Gujarat BJP) એક નાની સાત વર્ષની બાળકીએ કવિતા સંભળાવી હતી. જે સાંભળીને પીએમ મોદી પણ અભિભૂત થઈ ગયા હતા. ETV BHARATએ આ બાળકી સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં તેમણે કવિતાથી (Gujarat Election BJP Campaign) લઈને પોતાના આગળના ભાવિ વિશે દિલ ખોલીને વાત કરી છે.

PMને કવિતા સંભળાવનાર બાળકી સૌથી નાની પ્રચારક, મોદીને કહી મોટી વાત

કોણ છે આ દીકરીઃ આરાધ્યા નામની સાત વર્ષની બાળકીએ મોદીને કવિતા સંભળાવી હતી. જ્યારે આ કવિતા સાંભળીને પીએમ મોદી પણ અભિભૂત થઈ ગયા હતા. ખાસ વડાપ્રધાન મોદી અને ભાજપને અનુલક્ષીને જ આ કવિતાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે કવિતા આરાધ્યાએ પીએમ મોદીને સુરેન્દ્રનગર સભા સ્થળ ખાતે સંભળાવી હતી. આ કવિતા મુખ્યત્વે ભાજપ સરકારની સિદ્ધિઓ પર હતી. જેમાં કોવિડ માટેની વેક્સીનથી લઈને નર્મદાના નીર સુધીના સાહસ અને સિદ્ધિની વાત કરવામાં આવી રહી છે.

ઓટોગ્રાફ અને ફોટોગ્રાફઃ સાત વર્ષની નાની આરાધ્ય મૂળ રાજકોટમાં રહે છે. આરાધ્યાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ તેમને ફોટોગ્રાફ અને ઓટોગ્રાફ બંને આપ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન મોદીને મળીને આરાધ્યા પણ ખૂબ જ ખુશ થઈ હતી. વડાપ્રધાન મોદીને આ કાવ્ય ખુબજ ગમ્યું અને તેમને મને ભવિષ્યમાં પ્રગતિ કરે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. આરાધ્યાએ કહ્યું કે હું આ સપનું જોતી હોય તેવું મને લાગ્યું હતું. આરાધ્યાને મોટા થઈને બનવું છે મિસ યુનિવર્સ. જોકે, આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

મોદી પણ અભિભૂતઃ બાળકી પાસેથી સમગ્ર ભાજપ પક્ષ પરની કવિતા સાંભળીને વડાપ્રધાન પણ થોડા સમય માટે અભિભૂત થઈ ગયા હતા. જોકે, સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે, બાળકીને છેક સુધી મોદી એક વિદ્યાર્થીની જેમ સાંભળતા રહ્યા છે. એમની કવિતા પઠન બાદ મોદીના હાવભાવ ખૂબ જ ખુશનુમા રહ્યા હતા.

Last Updated :Nov 22, 2022, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.