જો જીતા વો હી સિંકદર, વલસાડમાં જે જીતે તે પક્ષની ગાંધીનગરમાં સરકાર

author img

By

Published : Nov 11, 2022, 4:10 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

વલસાડમાંથી જીત્યા એ રાજ્યના 'વિશ્વનાથ'

ગુજરાતમાં કોની સરકાર (Gujarat Assembly Election 2022) બનશે તેના પર હાલ દરેક નાગરીકની નજર છે. પરંતુ તમને જણાવી દઇએ કે કદાચ આ વાતનો જવાબ વલસાડના (Valsad Assembly seat ) લોકો પાસે હોઇ શકે છે. કેમકે અત્યાર સુધી છેલ્લા દસ દાયકાથી જે ત્યાંથી છુટાઇને આવે છે તેની ગુજરાતમાં સરકાર બને છે. જાણો કેમ એવું થાઇ છે? અને આ વખતે પણ શું પુનરાવર્તન ફરી થશે? જાણો દરેક વાતના જવાબ અમારા આ ખાસ અહેવાલમાં.

અમદાવાદ ગુજરાતમાં ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ હવે જામી ગયો છે. થોડા જ દિવસોમાં હવે ચૂંટણી આવી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું વલસાડની (Valsad Assembly seat ) કેમ 178 બેઠક એવી છે કે જે પાર્ટીના ઉમદેવાર જીતે છે, તે જ પક્ષની સરકાર બને છે. આ 1962થી શરૂ થયેલો ટ્રેન્ડ 2017 સુધી ચાલતો આવ્યો છે. ત્યારે હવે સવાલ તમને એ પણ થઇ રહ્યો હશે કે 2022 પણ શું એવું જ થશે? જે ઉમેદવાર જીતશે તેમના ગુજરાતમાં સરકાર બનશે? આ જે પરંપરા ચાલી આવી રહી છે તેનું પુનરાવર્તન થશે કે નહી તે પણ હવે આ ચૂંટણીના પરિણામમાં જ જોવાનું રહ્યું. હાલ તો દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. કહેવાય છે કે વલસાડની કેરી બહુ જ ફેમસ છે. તેની મીઠાસ પણ બહુ મિઠી હોય છે. આ વખતે જોવાનું રહ્યું કે આ વખતે કોણ ખાશે વલસાડની આ મીઠી કેરી. કોણ જીતી લેશે લોકોના દિલથી મતને જોવો અમારા આ ખાસ અહેવાલમાં.

આ તે કેવો ટ્રેન્ડ? આપણે આજે શરૂઆતથી વાત કરીએ. વાત છે 1962માં ત્યારે કોંગ્રેસના અરવિંદ મજમુદાર અને 1967માં કોંગ્રેસમાંથી કેશવભાઇ આર પટેલ ચૂંટણી જીત્યા ત્યારે પણ કોંગ્રેસની સરકાર બની હતી.1980ની વાત કરવામાં આવે તો કોંગ્રેસના દોલતભાઇ નાથુભાઇ દેસાઇએ જીત મેળવી હતી. અને તે સમયે પણ કોંગ્રેસની સરકાર બની હતી. ત્યાર બાદ 1985માં દોલતભાઇ દેસાઇને ટિકિટ આપવામાં આવી ન હતી. જેના કારણે તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા. પરંતુ અફસોસ તેમની તે સમયે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે બરજોરજી કાવસજી પારડીવાલા જીત હાંસલ કરી હતી. અને તેઓ કોંગ્રેસમાં હતા અને તે સમયે પણ કોંગ્રેસની સરકાર બની હતી. 1990માં દોલતભાઇ દેસાઇએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. અને તેઓ ભાજપમાં જોડાયા હતા. અને એ સમયે દોલતભાઇ ભાજપમાંથી જીત્યા હતા. અને તે સમયે ભાજપની સરકાર બની હતી. ત્યારે ચીમનભાઇ પટેલની ગુજરાતમાં સરકાર (Gujarat Assembly Election 2022) બની હતી. તે સમયે સૌથી પહેલા દોલતભાઇ દેસાઇએ ભાજપનું ખાતું ખોલાવ્યું હતું અને તે સમયથી ભાજપ જ વલસાડ બેઠકથી જીત પ્રાપ્ત કરતું આવ્યું છે. તેની સાથે પરંપરા અનૂસાર સરકાર પણ ભાજપની બનતી આવી છે.

ભાજપની સરકાર બની 1995, 1998, 2002, 2007 સુધી સતત દોલતભાઇ દેસાઇ ભાજપમાંથી જીત પ્રાપ્ત કરી અને તેની સાથે સરકાર પણ સતત ભાજપની બનતી આવી છે. દોલતભાઇ દેસાઇ 2022થી 2017 માં ભરતભાઇ પટેલ સતત બે દાયકાથી જીત પ્રાપ્ત કરતા આવ્યા છે.આજ દિન સુધી વલસાડ બેઠકથી જે જીતે છે અને તેની ગુજરાતમાં સરકાર બને છે. તો આ વખતે જોવાનું રહ્યું ગુજરાતની જનતા કોને પહેરાવે છે જીતનો તાજ.

A ફોર આદિવાસી 1975થી આ પરંપરા સત્તા માટે ચાલી રહી છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે મોદીની પહેલી સભા વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે રાખવામાં આવી હતી અને ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. આ સમયે આદિવાસીઓના મતને ધ્યાનમાં રાખીને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસીઓ વોટબેંક હાલ હાલ તાપી રિવરને લઇને આદિવાસીઓ નારાજ જોવા મળે છે. આ સભા આદિવાસીઓને મનાવા માટે કરાઇ હોવાનું જોવા મળી રહ્યું છે.

આ વખતેની ચૂંટણી આ વખતે (Gujarat Assembly Election 2022) ભાજપમાંથી ભરત કિકુભાઇ પટેલને ઉભા રાખવામાં આવ્યા છે તેઓ હિન્દુ કોળી છે. તો કોંગ્રેસમાંથી કમલકુમાર શાંતિલાલ પટેલને ઉભા રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે ભરત કિકુભાઇ પટેલ ફરી વાર ઉભા રાખવામાં આવ્યા છે આ પહેલા પણ તેઓ 2017માંથી ત્યાંથી ચૂંટાઇને આવ્યા હતા. ચૂંટણી પંચ દ્રારા જાહેર કરાયેલા યાદીમાં વલસાડના (Valsad Assembly seat) મતદારોની સંખ્યા જાહેર કરવામાં આવી હતી. જેમાં 133,422 પુરુષો છે અને મહિલાઓ 130,854 મહિલાઓ અને અન્ય 2 ટકા જેવા લોકો વલસાડમાં રહે છે.

10 વર્ષએ દસકો પુરો થાય 1975થી શરૂ થયેલી આ પરંપરાને આજે 10 વિધાનસભાની ચૂંટણીનો (Valsad Assembly seat) દાયકો પુરો થઇ ગયો છે.આ વખતે જે વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઇ રહ્યું છે તેના 11મી ચૂંટણી છે. ત્યારે કહેવત છે કે 10 વર્ષએ દસકો પુરો થાય તે જો હકીકત સાબિત થઇ જાય તો પરિણામમાં ફેરફાર આવી શકે છે. ત્યારે જોવાનું રહ્યું આ ચૂંટણીમાં કે કોની સરકાર બનશે અને કયાં ઉમેદવારને જીત પ્રાપ્ત થાય છે અને જે ઉમેદવારને જીત પ્રાપ્ત થાય છે શું તેમની સરકાર બનશે? તે તો હવે આવનારા પરિણામ જ કરશે સત્તાનો ફેસલો.

ટ્રેન્ડ સેટ "અમૂક બાબતોનો ટ્રેન્ડ સેટ થઇ જતો હોય ત્યારે એના આધારે માન્યતાઓ લોકો ઉભી કરી લેતા હોય છે. આવું થાઇ તો આગળ આવું થઇ શકે. મોરબીની ધટનામાં લોકો એવું માની રહ્યા હતા કે નવી સરકાર આવે છે ત્યારે આવી ધટના બનતી હોય છે. પરંતુ ભૂંકપ આવ્યો ત્યારે પણ ભાજપ હતી અને અત્યારે પણ ભાજપની સરકાર છે. અમૂક ધટનાઓ સાથે માન્યતાઓ જોડાઇ જતી હોય છે. પરંતુ એવું બિલકુલ જરૂરી નથી કે ત્યાં જીતીને આવશે તેની સરકાર જરૂર બનશે. હા, અપેક્ષીત ચોક્કસ હોય છે કે ત્યાંથી તે જીતે અને જે જીતશે તેની સરકાર બનશે.એ લાંબા સમયથી વાતો ચાલતી હોય છે તેના કારણે માન્યતા બની જતી હોય છે. પરંતુ એવું જરૂરી નથી કે જે વલસાડમાંથી ચૂંટીને આવે તેની સરકાર બને" તેવું રાજકીય વિશ્લેશક શિરીષ કાશિકરે ETV Bharatને જણાવ્યું હતું.

પુનરાવર્તન થશે "આ તો વાયકા જેવું છે. ઉદાહરણ તરીકે ગાંધીનગરમાંથી જે બહાર આવે તેની સરકાર બને છે. જે પ્રકારની પરિસ્થિતી છે તે પરથી તેવું લાગે છે કે પુનરાવર્તન થશે. જે પ્રકારનો માહોલ છે અને જે પ્રકારનો સંગઠનનું કામ છે એ પ્રકારનું જોઇ એવું લાગે છે કે પુનરાવર્તન થશે. અત્યાર સુધી ચાલતું આવ્યું છે ફરી એવું થશે એટલે માન્યતા મુજબ ફરી એવું થશે એવું લાગી રહ્યું છે". તેવું રાજકીય વિશ્લેશક મુકેશ ખટિકએ ETV Bharatને જણાવ્યું હતું.

Last Updated :Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.