ETV Bharat / assembly-elections

લો બોલો, AAPની મફતની સ્કીમને લઈને છોકરીના પરિવારે સગાઈ તોડી નાખી

author img

By

Published : Nov 27, 2022, 5:50 PM IST

લો બોલો, AAPની મફતની સ્કીમને લઈને છોકરીના પરિવારે સગાઈ તોડી નાખી
લો બોલો, AAPની મફતની સ્કીમને લઈને છોકરીના પરિવારે સગાઈ તોડી નાખી

Gujarat Assembly Election 2022: AAPની મફતની સ્કીમને લઈને છોકરીના પરિવારે સગાઈ તોડી નાખી જેવા નિવેદનો સાથે સાયણ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઓલપાડ વિધાનસભા ભાજપના ઉમેદવાર મુકેશ પટેલએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

ઓલપાડ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે ઓલપાડના સાયણ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઓલપાડ વિધાનસભા ભાજપના ઉમેદવાર મુકેશ પટેલએ (Olpad Mla on Aap freebies scheme ) આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

AAPની મફતની સ્કીમને લઈ છોકરીના પરિવારે સગાઈ તોડી નાખી

200 રૂપિયા લાઈટ બિલ: આમ આદમી પાર્ટીની મફત સ્કીમને લઈને ઓલપાડ મત વિસ્તારમાં છોકરીના પરિવારે સગાઈ તોડી નાખી, છોકરીના પરિવારે છોકરો 200 રૂપિયા લાઈટ બિલ ન ભરી શકનાર છોકરીને કેવી રીતે પાળશે એમ કહી AAP વાળા છોકરા સાથે સગાઇ તોડી નાખી છે. જેવા નિવેદનોથી આપની સ્કીમના નહી આવી ભરોશેકી ભાજપ સરકારને મત આપવાની અપીલ કરી હતી.

ઓલપાડ વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર: ઓલપાડ વિધાનસભા બેઠક પર 4.50 લાખથી વધુ મતદારો છે,આમ આદમી પાર્ટીએ પાટીદાર યુવાન ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે, કૉંગ્રેસએ લડાયક નેતા દર્શન નાયકને ટિકિટ આપી છે અને ભાજપે ફરી મુકેશ પટેલને ટિકિટ આપી છે, ત્યારે ત્રણેય લડાયક નેતાઓ મેદાને ઉતર્યા છે. જેને લઇને ઓલપાડ વિધાનસભા પર કોન બાજી મારી જશે તેના પર સૌની નજર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.