ETV Bharat / assembly-elections

Gujarat assembly election 2022: મધ્ય ગુજરાતમાં મતદાન; અનેક દિગ્ગજો મેદાને

author img

By

Published : Dec 5, 2022, 7:10 AM IST

Updated : Dec 5, 2022, 4:50 PM IST

Gujarat assembly election 2022
gujarat-assembly-election-2022-second-phase-voting-vip-seats-of-central-guajart

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતમાં એવી બેઠકો છે જે બેઠકો પર સમગ્ર ગુજરાતના લોકોની નજર છે. ઘાટલોડિયાથી રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, (Ahmedabad Bhupendra Patel BJP Candidate) વિરમગામથી હાર્દિક પટેલ( BJP Candidate Hardik Patel ), ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર,(ALPESH THAKOR BJP CANDIDATE) અમદાવાદની દાણીલીમડા બેઠક (minority and Dalit dominated Danilimda assembly constituency) પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શૈલેષ પરમાર મેદાને છે. મતદાનના દિવસે આ બેઠકો પર સૌની નજર છે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકોનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતની આ બેઠકો જીતવા માટે ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અહીં આદિવાસી મતદારો ટ્રેન્ડ સેટર જોવા મળે છે. પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાન બાદ હવે સૌની નજર બીજા તબક્કાના મતદાન પર છે. પહેલા તબક્કામાં શહેરી વિસ્તારમાં થયેલા ઓછા મતદાન બાદ ચૂંટણી પંચ દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે કે બીજા તબક્કામાં વધુમાં વધુ મતદાન કરો.

ઘાટલોડિયા બેઠક પર જંગ
ઘાટલોડિયા બેઠક પર જંગ

ઘાટલોડિયા વિધાનસભા બેઠક : આ એવી બેઠક (Ghatlodia Assembly Constituency) છે, જેણે ગુજરાતને પહેલા આનંદીબેન પટેલ અને બીજા ભૂપેન્દ્ર પટેલ (Ahmedabad Bhupendra Patel BJP Candidate) એમ એક પછી એક 2 મુખ્યપ્રધાન આપ્યા છે. ત્યારે ભાજપના ગઢ સમાન આ બેઠકને જીતવા કોંગ્રેસ આ વખતે તેમનાં વરિષ્ઠ નેતા અમીબેન યાજ્ઞિકને ટિકીટ (Amee Yagnik Congress Candidate For Ghatlodia) આપી છે. તો આમ આદમી પાર્ટીએ સામાજિક કાર્યકર્તા વિજય પટેલને (Vijay Patel AAP Candidate For Ghatlodia) મેદાને ઉતાર્યા છે. સમગ્ર ગુજરાતના લોકોની આ બેઠક પર નજર છે.

વિરમગામમાં હાર્દિક પટેલને નસીબ આપશે સાથ?
વિરમગામમાં હાર્દિક પટેલને નસીબ આપશે સાથ?

વિરમગામ વિધાનસભા બેઠક જેમાં કોંગ્રેસ માટે ફાયદાકારક રહી છે. કેમ છેલ્લા 10 વર્ષથી પોતાની સત્તા સાચવી રાખવામાં સફળ રહી છે. જયારે ભાજપ અહીંયા દરેક રીતે પ્રયત્ન કરવા તેમ છતાં ( VIP Seats Big Fight ) સફળ નથી. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 વખતે (Gujarat Assembly Election 2022 ) ભાજપ જૂના નેતાઓને સાઈડ લાઈન કરીને નવા અને તાજેતરમાં ભાજપ જોડાયેલ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ( BJP Candidate Hardik Patel ) ટિકિટ આપવામાં આવી છે. જયારે કોંગ્રેસ લાખા ભરવાડ ( Congress Candidate Lakha Bharvad ) અને આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોર ( Kuvarji Thakor) ને ટિકિટ આપી છે. જેથી આ બેઠક પર આ વખતે બિગ ફાઈટ જોવા મળશે.

જમાલપુર બેઠક કોંગ્રેસ બચાવી શકશે?
જમાલપુર બેઠક કોંગ્રેસ બચાવી શકશે?

જમાલપુર ખાડિયા વિધાનસભા (Jamalpur Khadia assembly constituency) બેઠક, જ્યાં વર્ષ 1975થી વર્ષ 2017 સુધી ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું, પરંતુ છેલ્લી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડવાલાએ (Imran Khedawala Congress Candidate Jamalpur Khadia) ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને (Ahmedabad Bhushan Bhatt BJP Candidate) હરાવી ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું. આ બેઠકના (Jamalpur Khadia assembly constituency) મહત્વની વાત કરીએ તો, આ બેઠક પર સ્વ. અશોક ભટ્ટ જેવો રેકોર્ડ અત્યાર સુધી કોઈ નોંધાવી શક્યું નથી. અશોક ભટ્ટ વર્ષ 1960ના સમયથી જનસંઘમાં સક્રિય હતા, જે ગુજરાત સરકારના મહત્વના કામ કરી ચૂક્યા છે. વર્ષ 1975 થી 2017 સુધી આ બેઠક પર ભાજપના ગઢ રહ્યો છે. આ બેઠક ઉપર સતત 8 ટર્મથી અશોક ભટ્ટ જીત મેળવી હતી અને 2007 પછી અશોક ભટ્ટના પૂત્ર ભૂષણ ભટ્ટને આ બેઠક પરથી ચૂંટણી લડવામાં આવ્યા હતા.

દાણીલીમડા પર જામશે જંગ
દાણીલીમડા પર જામશે જંગ

દાણીલીમડા વિધાનસભા ગુજરાત વિધાનસભા ચૂંટણીના (gujarat assembly election 2022) બીજા તબક્કામાં મયાદાન 5 ડિસેમ્બરે યોજાશે. ગુજરાતના અમદાવાદ શહેરમાં લઘુમતી અને દલિત પ્રભુત્વ ધરાવતા દાણીલીમડા વિધાનસભા મતવિસ્તારના (minority and Dalit-dominated Danilimda assembly constituency) અંકુશને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાની તીવ્ર લડાઈ(An intense prestige battle between BJP and Congress) ચાલી રહી છે. જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ એક પણ વાર ભાજપ જીતી શકી નથી.ભારતીય જનતા પાર્ટી (BJP) આ વખતે મોનોપોલી તોડવાની સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. કારણ કે તે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-મુસ્લિમના (All India Majlis-e-Ittehadul Muslimeen) એન્ટ્રી સાથે આ બેઠક પર જંગ જામ્યો છે. આ બેઠક પર બેઠક પર ભાજપ કોંગ્રેસના મતોના વિભાજન પર આશા રાખી રહી છે. ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં છે.

નરોડા બેઠક પર ત્રિપાંખિયો જંગ
નરોડા બેઠક પર ત્રિપાંખિયો જંગ

નરોડા વિધાનસભા બેઠક પર (Naroda assembly seat) સિંધી અને ઓબીસી મતદારોનું (Sindhi and OBC voters) પ્રભુત્વ જોવા મળી આવે છે. જેના કારણે આ વખતે ત્રણેય પાર્ટીઓ દ્વારા પણ તે સમાજને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા યુવા મહિલા પાયલ કુકરાણીને(Bjp candidate Payal Kukrani) ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન (Congrss and NCP allience) કર્યું હોવાથી મેઘરજ ડોડવાણી (meghraj dodvani ncp candidate) ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 2017 માં કોંગ્રેસના ઉમેદવાર પક્ષ પલ્ટો કરીને આવેલા ઓમપ્રકાશ તિવારીને (om prakash tiwari AAP) ટિકિટ આપવામાં આવી છે. જેથી બિગ ફાઈટ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ જોવા મળશે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર જંગ
ગાંધીનગર દક્ષિણ બેઠક પર જંગ

ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક એ (Gandhinagar South Assembly Constituency) ભાજપ માટે સુરક્ષિત બેઠક ગણવામાં આવે છે. તેમ છતાં આ વખતે ફરી આ બેઠક પોતાના કબજામાં લેવા માટે ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે. આ બેઠક પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપે અલ્પેશ ઠાકોર(ALPESH THAKOR BJP CANDIDATE), કોંગ્રેસ ડૉ. હિમાંશુ પટેલ (Dr Himanshu Patel Congress candidate) અને આમ આદમી પાર્ટીએ દોલત પટેલને (Dolat Patel AAP Candidate) આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે આ બેઠક પર બીગ ફાઈટ જોવા મળશે તે નક્કી છે.

માંજલપુર બેઠક પર ત્રિકોણીય જંગ
માંજલપુર બેઠક પર ત્રિકોણીય જંગ

માંજલપુર (145) વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, વિનય ચૌહાણને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે NCP માંથી છેડો ફળનાર ડો.તશ્વિનસિંગને ટિકિટ આપી અને ભાજપ સરકારના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય યોગેશ પટેલને 8મી વાર રિપીટ કરવામાં આવ્યા છે.

વડોદરા શહેરની 136 વાઘોડિયા બેઠક (vaghodia assembly constituency) પર આ વખતે કાંટે કી ટક્કર જેવી પરિસ્થિતિ જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે પાર્ટીમાંથી ટિકીટ કપાતા અને નારાજ થયેલા બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastav Independent Candidate) આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એટલે તેઓ આ ચૂંટણીમાં (Gujarat election 2022) ભાજપની સાથે નહીં પણ સામે છે. ત્યારે ભાજપે તેમને હરાવવા કટપ્પાની ભૂમિકામાં અશ્વિન પટેલને ટિકીટ (Ashwin Patel BJP Candidate For Vaghodia) આપી છે.

વાઘોડિયા બેઠક પર ભાજપની સાખ દાવ પર
વાઘોડિયા બેઠક પર ભાજપની સાખ દાવ પર
Last Updated :Dec 5, 2022, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.