ETV Bharat / assembly-elections

વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા 72 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

author img

By

Published : Dec 7, 2022, 5:54 PM IST

વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા 72 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
gujarat-assembly-election-2022-result-10-assembly-seats-of-vadodara-counting-day-bjp-congress-aap-win-lose

વડોદરા શહેર જિલ્લાની કુલ 10 વિધાનસભા બેઠકો પર 72 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં(Gujarat assembly election 2022 result) વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો (10 assembly seats of vadodara district result)માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. વડોદરાના બાદ કરતાં આદિવાસી, ઓબીસી, અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતીના મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો વધુ જોર લગાવતા હોય છે.

વડોદરા: ગુજરાત વિધાનસભા 2022ના(Gujarat assembly election 2022 result) પ્રથમ અને બીજા ચરણનો મતદાન પૂર્ણ થયું છે. ત્યારે આવતીકાલે એટલે કે 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થવા જઈ રહી છે. વડોદરા શહેર જિલ્લાની કુલ 10 વિધાનસભા બેઠકો (10 assembly seats of vadodara district result)પર 72 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. વડોદરા શહેરની માંજલપુર ,અકોટા ,સયાજીગંજ રાવપુરા અને વડોદરા શહેર વિધાનસભાનો સમાવેશ થાય છે તો વડોદરા જિલ્લામાં વાઘોડિયા, ડભોઇ, સાવલી, કરજણ અને પાદરાનો સમાવેશ થાય છે.

કેટલી સીટો કેટલું મતદાન
કેટલી સીટો કેટલું મતદાન

કેટલી સીટો કેટલું મતદાન: વડોદરા શહેર જિલ્લાની સ્કૂલ 10 વિધાનસભા બેઠકો(10 assembly seats of vadodara district result) આવેલી છે. જેમાં વડોદરા જિલ્લાની 10 બેઠકો (10 assembly seats of vadodara district result)માટે મતદાન 63.81% નોંધાયું છે. ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં સૌથી વધુ મકતદાન 71.72% સાવલી વિધાનસભામાં મતદાન થયું છે તો સૌથી ઓછું વડોદરા શહેર રાવપુરા બેઠક પર 57.69% નોંધાયું છે. જે વર્ષ 2017 કરતા ખૂબ ઓછા પ્રમાણમાં નોંધાયું છે.

પ્રચારમાં ખાસ રહેલ બાબતો: ગુજરાત વિધાનસભાની 2022 ની (Gujarat assembly election 2022 result)ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો (10 assembly seats of vadodara district result)માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. વડોદરા જિલ્લા શહેરની 10 વિધાનસભા બેઠકો (10 assembly seats of vadodara district result)માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે તમામ ઉમેદવારો માટે જાહેર જંગી સભા યોજી હતી તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો માટે અલગ અલગ બેઠક માટે રાજેસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે સભાઓ કરી હતી. તો આમ આદમી પાર્ટી માટે વડોદરા શહેરમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવાન દ્વારા રોડ શું કરાયો હતો પરંતુ ભારે વિરોધ ના કારણે તેઓ બંને રોડ શો પૂર્ણ કર્યો હતો તો બીજી તરફ વડોદરા શહેરની અકોટા રાવપુરા અને શહેર વિધાનસભા માટે વિધાનસભાના મતદાન પૂર્વેજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એ ભવ્ય રોડચો કર્યો હતો.

જાતિ સમીકરણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat assembly election 2022 result) મધ્યગુજરાતની ચર્ચા વધુ રહેતી હોય છે. કારણ કે અમદાવાદ અને વડોદરાના બાદ કરતાં આદિવાસી, ઓબીસી, અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતીના મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો વધુ જોર લગાવતા હોય છે. અને આદિવાસી વિસ્તારમાં જાહેરસભા અને રોડ શો, તેમજ ગામડેગામડે ખાટલા બેઠક સહિતનો પ્રચાર ત્યાં વધુ થાય છે.

VIP સીટ માટે ખાસ: આ વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેરની શહેર વિધાનસભામાં ખાસ કરીને રાજ્ય સરકારના કુટુંબ કલ્યાણ પ્રધાન મનીષા વકીલ ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેઓ નિશ્ચિતપણે અહીંયા જીતી શકશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલ માંજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર યોગેશ પટેલ કે જેઓ સરકારના પૂર્વ પ્રધાન રહી ચૂક્યા છે. અને છેલ્લા સાતમથી સતત ધારાસભ્ય બનતા આવ્યા છે. ત્યારે ફરી એકવાર પાર્ટી એ તેઓને તમામ પ્રકારના સીમાંકન ઓળંગીને ટિકિટ આપી છે. તેઓ પણ ખૂબ જ સારી સરસાઈ થી જીત નિશ્ચિત જણાઈ રહી છે. તો વડોદરા જિલ્લામાં સાવલી બેઠક પર કેતન ઇનામદાર ને રિપીટ કરાયા છે તો વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી છેડો ફાડી અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે અહીંયા કાંટાની ટક્કર જોવા મળશે તો ભાજપમાંથી જ બળવો કરેલ પાદરા બેઠક પર અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ ભાજપના જ ઉમેદવાર સામે ટક્કર આપશે.

2017ના પરિણામ: વડોદરા જિલ્લાની કુલ 10 બેઠકો (10 assembly seats of vadodara district result)છે. જેમાં સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા સિટી, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરજણનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણી પરિણામ આવ્યા તેમાં 8 બેઠક પર ભાજપ જીત્યું હતું અને 2 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું. છેલ્લા મતદાર યાદી પ્રમાણે વડોદરા જિલ્લામાં કુલ 26.02 લાખ મતદારો નોંધાયેલા છે, જેમાંથી 13.31 લાખ પુરુષ મતદારો, 12.70 લાખ મહિલા મતદારો અને 223 થર્ડ જેન્ડર મતદારો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.