ETV Bharat / assembly-elections

દક્ષિણ ગુજરાતની 35 વિધાનસભા બેઠકના મતદાર સુસજ્જ, બિગ ફાઈટ સીટો સહિતની મહત્ત્વની વાત

author img

By

Published : Nov 29, 2022, 8:39 PM IST

Updated : Nov 29, 2022, 10:07 PM IST

પ્રથમ તબક્કાના મતદાન માટે દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકના મતદાર સુસજ્જ, બિગ ફાઈટ સીટો સહિતની મહત્ત્વની વાત
પ્રથમ તબક્કાના મતદાન માટે દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકના મતદાર સુસજ્જ, બિગ ફાઈટ સીટો સહિતની મહત્ત્વની વાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી( Gujarat Assembly Election 2022 )માં પ્રથમ તબક્કાના મતદાન ( First Phase poll ) ની 89 વિધાનસભા બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર ( South Gujarat Assembly Seats ) મતદાન થશે. જેમાં જનતાનો મિજાજ 281 ઉમેદવારોનું ભાવિ નક્કી કરી દેશે. 35 બેઠકોમાં બિગ ફાઈટ સીટ ( Big Fight Seats ), મહત્ત્વના નેતાઓ ( VIP Candidates ) પક્ષ પ્રચારના મુદ્દાઓ અને ચૂંટણી તંત્રની મતદાન પ્રક્રિયા માટેની વ્યવસ્થાઓ સહિતની જરુરી બાબતો જાણીએ.

ન્યૂઝ ડેસ્ક ગુજરાત વિધાનસભાની ચૂંટણી( Gujarat Assembly Election 2022 ) માં પ્રથમ તબક્કાનાં દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકોમાં ( South Gujarat Assembly Seats ) કુલ 281 ઉમેદવારો ચૂંટણી જંગમાં ( First Phase poll ) છે. પહેલી ડિસેમ્બરે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીમાં 281 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી જંગ છે. એટલે કે તમામ બેઠકો પર મતોનું વિભાજન થવાની શક્યતાઓ વધુ છે.દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 35 બેઠકોનો ( 35 Seats Of South Gujarat )સમાવેશ થાય છે. જિલ્લાવાર જોઇએ તો સુરતમાં 16, તાપીમાં 02, ડાંગમાં 01, નવસારીમાં 04 , ભરુચમાં 05, વલસાડમાં 05 , અને નર્મદા 02 માં બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે કુલ 7 જિલ્લાના મહત્ત્વના નેતાઓ અને બિગ ફાઈટ સીટો ( Big Fight Seats ) પર તમામની ખાસ નજર રહેશે.

દક્ષિણ ગુજરાતમાં બિગ ફાઈટ સીટો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની 35 બેઠકો શામેલ છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષો અને અપક્ષોના ઉમેદવારો મેદાનમાં ઊતર્યાં છે. આમાં બિગ ફાઈટ સીટ ( Big Fight Seats ), કઇ કઇ રહેશે તેના પર નજર કરીએ તો નર્મદા બેઠકના મહેશ વસાવા બીટીપી, જંબુસર બેઠકથી ડી કે સ્વામી ભાજપ, વાગરાથી ભાજપના અરુણ રણા, ઝઘડીયાથી છોટુ વસાવા અપક્ષ, અંકલેશ્વરથી વિજયસિંહ પટેલ કોંગ્રેસ અને તેમની સામે તેમના ભાઈ ઇશ્વરસિંહ પટેલ ભાજપ, ઓલપાડથી ધાર્મિક માલવીયા આપ, મૂકેશ પટેલ ભાજપ, દર્શન નાયક કોંગ્રેસ, માંગરોળ બેઠકથી ભાજપના ગણપત વસાવા, અનિલ ચૌધરી કોંગ્રેસ, માંડવી બેઠકથી કુંવરજી હળપતિ ભાજપ, આનંદ ચૌધરી કોંગ્રેસ કામરેજ બેઠક પર ભાજપના પ્રફુલ પાનસેરીયા, રામ ધડૂક આપ, સુરત પૂર્વ અરવિંદ રાણા ભાજપ, વરાછા બેઠક પર કુમાર કાનાણી ભાજપ, પ્રફુલ તોગડીયા કોંગ્રેસ અને અલ્પેશ કથિરીયા આપ, લિંબાયત બેઠક પર સંગીતા પાટીલ ભાજપ, મજૂરા બેઠક પર હર્ષ સંઘવી ભાજપ બલવંત જૈન કોંગ્રેસ, પીવીએસ શર્મા આપ, કતારગામ બેઠક પર વિનોદ મોરડીયા કોંગ્રેસ,કલ્પેશ વરીયા કોંગ્રેસ અને ગોપાલ ઇટાલિયા આપ, સુરત પશ્ચિમબેઠકમાં પૂર્ણેશ મોદી ભાજપ, ચોર્યાશી બેઠક સંદીપ દેસાઈ ભાજપ, મહુવા બેઠક પર મોહન ઢોડિયા ભાજપ, વાંસદા બેઠક પર અનંત પટેલ કોંગ્રેસ, પારડી બેઠક પર કનુ દેસાઇ ભાજપ, ઉમરગામ બેઠક પર રમણલાલ પાટકર જેવા મોટા માથાંઓનું ભાવિ મતદારોના હાથમાં છે.

દક્ષિણ ગુજરાતમાં પ્રચારના મહત્ત્વના મુદ્દા દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકોમાં (35 Seats Of South Gujarat )શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર અલગ અલગ બાબતો પક્ષ ( South Gujarat issues ) પ્રચારમાં જોવા મળી છે. સુરતમાં શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસને લઇને રોજગારીનો મુદ્દો, સુરતની શહેરની તમામ બેઠક અને કંઇક અંશે ગ્રામ્ય બેઠકો પર પણ સિવિક ફેસિલિટીઝ અને કાયદો તથા ન્યાયની વ્યવસ્થાની સમસ્યાઓ દૂર કરવી મોટો મુદ્દો છે.આદિવાસીઓના હકો તરીકેે જંગલ જમીનનો મુદ્દો છેડાયો. આપના પ્રચારમાં શિક્ષણ આરોગ્ય સુવિધાઓ અને મફત વીજળીની વાતો થઇ છે. સ્થાનિક રોજગારી, પીવાનું શુદ્ધ પાણી અને સારા માર્ગો વિશેની વાતો પણ સંભળાઇ છે.

દક્ષિણ ગુજરાતમાં મતદારોનું ગણિત દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર અને આદિવાસી મતદારો છે. કોળી પટેલ અને લાખોની સંખ્યામાં વસતા ઉત્તર ભારતીયો પણ ખરા. દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકોમાં (35 Seats Of South Gujarat) આદિવાસી 14 બેઠકો છે, એક બેઠક એસટી અનામત અને બાકીની 20 બેઠકો સામાન્ય છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકો છે એમાં 14 બેઠકો પર અત્યાર સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. રાજ્યમાં કુલ 27 આદિવાસી અનામત બેઠકોમાંથી અડઘી બેઠક અહીંયા છે. આ મુદ્દે સુરતમાં કુલ 16 બેઠક છે. 48 પ્રકારની જ્ઞાતિના લોકો વસે છે. સુરત ગ્રામ્યની 6 વિધાનસભા બેઠકમાં બારડોલી, માંડવી, મહુવા, ઓલપાડ, કામરેજ અને માંગરોળ વિધાનસભા બેઠક કોળી પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. બારડોલી વિધાનસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે. આદિવાસી મતદારો હળપતિ સમાજ ઉપરાંત પાટીદાર મતદારો પણ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં મહત્વના સાબિત થશે. કામરેજ વિધાનસભા બેઠક પર સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ છે. મહુવા વિધાનસભા પર ચૌધરી અને ધોડિયા સમાજનું પ્રભુત્વ રહેલું છે. માંડવી વિધાનસભા બેઠક પર ખ્રિસ્તી મતોનું જ્યારે માંડવી તાલુકામાં ચૌધરી અને વસાવા સમાજનું પ્રભુત્વ છે. ઓલપાડ વિધાનસભા બેઠક સામાન્ય છે. આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. માંગરોળ વિધાનસભા અનુસુચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક પર વસાવા સમાજનું પ્રભુત્વ રહેલું છે.

દક્ષિણ ગુજરાતમાં મતદારોની સંખ્યા દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકો (35 Seats Of South Gujarat) પર કુલ મતદાર સંખ્યા જાણીએ તો ચૂંટણી પંચની આખરી મતદાર યાદી પ્રમાણે નોંધાયેલી સંખ્યા મુજબ કુલ મતદાર સંખ્યા 95,63,000 (Total electorate of 35 seats of South Gujarat) છે. જેમાં કુલ પુરુષ મતદાર સંખ્યા 49,87,000 છે અને કુલ સ્ત્રી મતદાર સંખ્યા 45,71,000 છે.

પહેલા તબક્કામાં મતદાન પ્રક્રિયા માટે વ્યવસ્થાઓ કુલ 182 વિધાનસભા બેઠકો માટે 6,215 શહેરી મતદાન મથક સ્થળો પૈકી પ્રથમ તબક્કામાં 3,331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો છે. જ્યારે 11,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 16,416 મતદાન મથકો છે. રાજ્યના તમામ મતદાન મથકો પર મળી કુલ 70,763 બેલેટ યુનિટ, 70,763 કંટ્રોલ યુનિટ તથા 79,183 વીવીપેટનો ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ તથા 38,749 વીવીપેટ વપરાશે. ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે.

Last Updated :Nov 29, 2022, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.