ચૂંટણી જીતવા પૂર્વકુલપતિ મેદાને, ખોડલધામ ખાતે શીશ ઝુકાવી શરુ કરી રેલી

author img

By

Published : Nov 14, 2022, 7:36 AM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ચૂંટણી જીતવા કુલપતિ મેદાને, ખોડલધામ ખાતે શીશ ઝુકાવી શરુ કરી રેલી

રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભાના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાએ ધોરાજી ઉપલેટા વિસ્તારનો ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યો (BJP Candidate Arrived Upleta At Religious Place )હોવાનું સામે આવ્યું છે. જુઓ આ અહેવાલમાં.

રાજકોટ: ધોરાજી ઉપલેટા વિધાનસભા માટે ભાજપ તરફથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એવા ડો. મહેન્દ્ર પાડલીયાનું નામ જાહેર કર્યું છે. મહેન્દ્ર પાડલીયાએ રાજકોટના ખોડલધામ અને(BJP Candidate Arrived Upleta At Religious Place ) ઉપલેટા વિસ્તાર તેમજ ધોરાજી વિસ્તારનો ચૂંટણી લક્ષી પ્રવાસ શરૂ કર્યો છે.

ચૂંટણી જીતવા કુલપતિ મેદાને, ખોડલધામ ખાતે શીશ ઝુકાવી શરુ કરી રેલી

હારતોરા કર્યા: ઉપલેટા વિસ્તારના ધાર્મિક સ્થળો પર તેમજ ખોડલધામ ખાતે શીશ ઝુકાવી અને આશીર્વાદ લઇ ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી, આ સાથે જ ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ હાર તોરા કર્યા હતા. શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ અને ભાજપના નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ સાથે રેલી યોજી અને ચૂંટણીલક્ષી પ્રચાર શરૂ કર્યો છે.

1
1

ભારે ચર્ચા શરૂ: આ રેલી અને પ્રવાસમાં કાર્યકર્તાઓની ગેરહાજરી તેમજ પૂરતા આગેવાનો અને કરકર્તાઓ દેખાય ન હોવાનું પણ સામે આવ્યું છે. (gujrat Assembly Election 2022 )ઉપલેટા શહેરના રાજમાર્ગ પર પ્રથમ બસ સ્ટેન્ડ ચોકમાં આવેલ પ્રતિમાને હાર તોરા કર્યા બાદ ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજી તેમજ ગાંધીજીની પ્રતિમાને હારતોરા ન કરતા શહેરમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ છે. મીડિયા સાથે વાત કરતા ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યું હતું કે, "આ વિસ્તારની અંદર કોઈપણ પ્રકારનું લેઉઆ કે કડવા પટેલનું કોઈ જ ફેક્ટર નથી પરંતુ એ કોઈ ઉપજાવેલી કાઢેલી વાત છે."

1
1

મતદારોમાં રોષ: આ સાથે જ આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો તેમજ ભાદરમાં ફેલાઈ રહેલા પ્રદુષણ અંગે પણ સરકારમાં આવશે તો કામ કરશે તેવું જણાવ્યું હતુ. જો કે હાલ કેન્દ્ર અને રાજ્યમાં તેમની જ એટલે કે ભાજપની સરકાર છે ત્યારે આ કામો ક્યારે થશે તેને લઈને પણ મતદારોમાં રોષ જોવા મળ્યો હતો.

Last Updated :Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.