ETV Bharat / entertainment

ગુજરાતના આંગણે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કારો કરાશે એનાયત, અનંત નાગને 2024નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ

72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ
72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ (X/@ PIB in Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 22, 2026 at 7:07 AM IST

|

Updated : September 22, 2026 at 8:47 AM IST

Choose ETV Bharat

72nd National Film Awards: આજે 22 સપ્ટેમ્બર 2026ના રોજ નર્મદાના એકતા નગર, કેવડિયા ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાઈ રહ્યો છે. દેશના રાષ્ટ્રપતિ વર્ષ 2024 માટે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને બિરદાવતા આ પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રદાન કરશે. મહત્વપૂર્ણ છે કે, ભારતીય ફિલ્મ જગતમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનંત નાગને 2024નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે, આ ઉપરાંત શ્રેષ્ઠ ફીચર ફિલ્મથી લઈને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી સુધીની ઉત્કૃષ્ટ સિનેમેટિક સિદ્ધિઓ કેન્દ્રસ્થાને રહેશે. બીજી તરફ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ લઈને ફિલ્મ જગતની હસ્તીઓ નર્મદાના એકતાનગરમાં પહોંચી રહી છે, તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

LIVE FEED

8:45 AM, 22 Sep 2026 (IST)

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મનું એકતાનગરમાં ભવ્ય સ્વાગત, 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહની કરશે અધ્યક્ષતા

એકતા નગરમાં યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ પહેલા એકતા નગર ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે. આ એક યાદગાર પ્રસંગ છે કારણ કે એકતા નગર ભારતીય સિનેમાના શ્રેષ્ઠ કલાકારોનું સ્વાગત કરવા અને સિનેમેટિક શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે તૈયાર છે.

8:40 AM, 22 Sep 2026 (IST)

મલયાલમ સુપરસ્ટાર મમૂટી એકતા નગર પહોંચ્યા, કરાયુ ઉમળકાભેર સ્વાગત

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં હાજરી આપવા આવેલા મલયાલમ સુપરસ્ટાર મમૂટી એકતા નગર પહોંચ્યા ત્યારે તેમનું કરાયુ ઉમળકાભેર સ્વાગત

8:28 AM, 22 Sep 2026 (IST)

દિગ્દર્શક, લેખક અને નિર્માતા બંદરેડ્ડી સુકુમાર એકતાનગર પહોંચ્યા, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં આપશે હાજરી

પ્રસિદ્ધ દિગ્દર્શક, લેખક અને નિર્માતા બંદરેડ્ડી સુકુમાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે એકતા નગર પહોંચ્યા, જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું, બેસ્ટ સ્ક્રીનપ્લે રાઈટર એવૉર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યું છે.

8:23 AM, 22 Sep 2026 (IST)

રણદીપ હુડા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે એકતા નગર પહોંચ્યા

અભિનેતા-દિગ્દર્શક રણદીપ હુડા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે એકતા નગર પહોંચ્યા ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં તેમણે 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' ફિલ્મ માટે 'શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શક'નો પુરસ્કાર સ્વીકાર્યો. તેમની સિનેમેટિક સફરનો આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ પ્રસંગ અને દિગ્દર્શનની શ્રેષ્ઠતાની ઉજવણી છે.

7:07 AM, 22 Sep 2026 (IST)

અનંત નાગને 2024નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે

ભારતીય ફિલ્મ જગતમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનંત નાગને 2024નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે, આ ઉપરાંત શ્રેષ્ઠ ફીચર ફિલ્મથી લઈને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી સુધીની ઉત્કૃષ્ટ સિનેમેટિક સિદ્ધિઓ કેન્દ્રસ્થાને રહેશે.

Last Updated : September 22, 2026 at 8:47 AM IST