Vadodara Youth Congress Protest : વડોદરા યૂથ કોંગ્રેસે કરી ઈલેક્ટોરલ બોન્ડની હોળી, પોલીસ સાથે પકડદાવ અને ટીંગાટોળી

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 3:14 PM IST

thumbnail

વડોદરા : વડોદરામાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ શુક્રવારે ઈલેક્ટોરલ બોન્ડની હોળી કરી હતી. ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડના બેનરની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ભાજપ "હાય રે..ભાજપ હાય હાય"ના નારા લગાવ્યા હતા. કઈ પાર્ટીને કેટલું ફંડ આપવામાં આવ્યું હતું, તે જાહેર કરવા માટે માગ કરી હતી. યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેમ સર્કલ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ ઉપર હાજર હતો અને કોંગ્રેસના 6 ઉપરાંત કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. પરંતુ અટકાયત કર્યા બાદ વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હરેશ ઓડ પોલીસ સ્ટેશનમાંથી ભાગ્યા હતાં અને ડેરી ડેમ સર્કલ પહોંચી ઈલેક્ટોરલ બોન્ડના બેનરની હોળી કરી હતી. જેથી પોલીસ ફરીથી સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને હરીશ ઓડની ટીંગાટોળી કરીને ફરી પોલીસ મથકમાં લાવવામાં આવ્યાં હતાં. શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ હરેશ ઓડે જણાવ્યું હતું કે વિપક્ષ એનો વિરોધ કરવા આવ્યો ત્યારે વિપક્ષની કમર તોડી નાખી અને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે. તેઓએ આક્ષેપ પણ કર્યો હતો કે 90 ટકા બોન્ડ ભાજપને મળ્યા છે. ભાજપની સરકારે દેશની જનતાને લૂંટી છે. જેથી કઈ કઈ પાર્ટીને ફંડ આપવામાં આવ્યું છે અને કઈ કઈ પાર્ટીએ બોન્ડ લીધા છે તે જાહેર થવું જોઈએ. 

  1. Shaktisinh Reaction : ચૂંટણી બોન્ડ રદ કરવાના સુપ્રીમ ચૂકાદાને આ રીતે વધાવતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
  2. Morbi News : કોંગ્રેસ મોવડી મંડળના નિર્ણયથી કાર્યકરો કેમ નારાજ ? નવનિયુક્ત જિલ્લા પ્રમુખે કર્યો મોટો દાવો

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.