લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા SPG કટીબદ્ધ, સાંસદ-ધારાસભ્યનું સમર્થન મેળવશે - parents signature in marriage

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 11:18 AM IST

thumbnail

મહેસાણા : લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાનો કાયદો લાવવા સરદાર પટેલ સેવાદળ હવે ચૂંટાનાર સાંસદો અને ધારાસભ્યોનું લેખિત સમર્થન મેળવશે તેવો ઠરાવ SPG અધ્યક્ષ અને આગેવાનોની બેઠકમાં કરવામાં આવ્યો છે. મહેસાણામાં આયોજીત SPG બેઠકમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા. જે પૈકી લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાના મુદ્દે વિશેષ ઠરાવ કર્યો છે. હવે SPG લોકસભા ચૂંટણીમાં ચૂંટાનાર 26 સાંસદોના સમર્થન મેળવશે. આ નિર્ણય SPG અધ્યક્ષ લાલજી પટેલ અને આગેવાનોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ કરીને આ મુદ્દે લેખિતમાં સમર્થન મેળવવામાં પણ આવશે. તો વળી સરકારમાં ઉગ્ર રજૂઆત કરી જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે.

  1. Love Marriage Act : પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માગણી દોહરાવતી એસપીજી, કામરેજમાં મળી ચિંતન શિબિર
  2. નાનપણમાં માતા-પિતા ગુમાવ્યા, દાદીએ શાકભાજી વેચીને ભણાવ્યો, ઉદયકૃષ્ણએ સખત મહેનત કરી UPSC પાસ કરી

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.