Loksabha Election 2024: ભાજપનો 26 બેઠક જીતવાનો દાવો અહંકારથી ભરેલો છે-મુકુલ વાસનીક, કૉંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ

By ETV Bharat Gujarati Desk

Published : Jan 25, 2024, 8:15 PM IST

thumbnail

અમદાવાદઃ આજે કૉંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ વખતે ગુજરાતમાં કૉંગ્રેસ પૂરી તાકાતથી લોકસભા ચૂંટણી લડવા માંગે છે. તેથી લોકસભા ચૂંટણી અંતર્ગત ઉમેદવારોની પસંદગી પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત કૉંગ્રેસ સ્થાનિક આગેવાનોના પ્રતિભાવોને પણ ધ્યાને લઈ ઉમેદવારોની પસંદગી કરવાની છે. આ કૉંગ્રેસનો એક નવતર પ્રયોગ છે.  તેથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવશે. આ ચૂંટણી સમિતિની બેઠકમાં કૉંગ્રેસ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. આ દિગ્ગજોએ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટે સૂચનો પણ કર્યા હતા.  

મહાનુભાવોનો મેળાવડોઃ આજની બેઠકમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમાર, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીક, ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષા રજનીતાઈ પાટીલ, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક કૉંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા.  

26 બેઠક જીતવાનો ભાજપનો દાવો અહંકારથી ભરેલો છે, ભાજપે કરેલા કામો જનતા સમક્ષ રજૂ કરવા જોઈએ ...મુકુલ વાસનીક(પ્રભારી, ગુજરાત કૉંગ્રેસ સંગઠન )

અમે લોકસભા ચૂંટણીમાં અવશ્ય સારો દેખાવ કરીશું, અમે બાઉન્સબેક કરીશું...રજનીતાઈ પાટીલ(ચેરમેન, ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટી)

કૉંગ્રેસના ધારાસભ્યોને કૉંગ્રેસ તરફથી કોઈ નારાજગી નથી. ભાજપને આ વખતે લોકસભા ચૂંટણીમાં 26 બેઠક ન મળવાનો ડર સતાવી રહ્યો છે. તેથી જ તે કૉંગ્રેસ ધારાસભ્યો પર દબાણ લાવીને ભાજપમાં ભેળવી દે છે અને અફવા ફેલાવે છે...વિમલ ચુડાસમા(ધારાસભ્ય, કૉંગ્રેસ)

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.