તાપીના પેલાડ બુહારી ગામેથી દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું - cub rescued by forest department

By ETV Bharat Gujarati Team

Published : Jun 22, 2024, 5:46 PM IST

thumbnail
વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામેથી દીપડી પાંજરે પુરાઈ (ETV BHARAT Gujarat)

તાપી: જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામેથી દીપડી પાંજરે પુરાઈ છે. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. આશરે દોઢથી બે વર્ષની આ દીપડી પેલાડ બુહારી ગામ નજીક સ્થાનિક લોકોની નજરે પડી હતી. જેને લઈ વન વિભાગ દ્વારા ગામમાં પાંજરું મૂકી તેની શોધ-ખોળની કામગીરી કરવામાં આવી હતી.  થોડા સમય બાદ આજે દીપડી પાંજરે પૂરાતા ગામ લોકોમાં ભય નો માહોલ દૂર થયો છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડી નો કબ્જો લઈ તેને ઉંડાણના જંગલ વિસ્તારમાં છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. માત્ર દોઢ વર્ષની આઅ દીપડી જંગલમાંથી ખોવાઈને ગામની સીમમાં આવી ગઈ હતી. સ્થાનિક લોકોએ સમજદારીથી કામ લઈ વન વિભાગને જાણ કરી હતી. હાલ તે વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી છે. 
 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.