ભિક્ષા પડી ભારે, કિન્નર બસની અડફેટે આવી જતા મોત - Kinnar died

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 6:10 PM IST

thumbnail

સુરત: જિલ્લાના કામરેજ ટોલપ્લાઝા ખાતે ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા કિન્નરનું બસમાં ચઢયા બાદ ઉતરવા જતા બસના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોતની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ ટોલનાકા ઉપર છેલ્લા કેટલાક સમયથી કિન્નરો રસ્તાની વચોવચ ઊભા રહી વાહનચાલકો પાસેથી ભીખ માંગી રહ્યા છે. કુંવર નામના કિન્નર કામરેજ ટોલપ્લાઝા ખાતે ભિક્ષા માંગવા લક્ઝરી બસમાં ચઢી ગયો હતો. તે બસમાંથી નીચે ઉતરતો હતો ત્યારે અચાનક પટકાતા તેનું માથું લક્ઝરી બસનાં તોતિંગ પૈડાં નીચે આવી જતા ઘટના સ્થળે મોત થયું હતું. મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનાના પગલે અન્ય કિન્નરોએ રોષ ઠાલવી કસૂરવાર લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.