Budget 2024 - 25 : CIIને પણ આવનારા સમયમાં સારો ફાયદો થશે : દર્શન શાહ

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 7:52 PM IST

thumbnail

અમદાવાદ : CII - ચેરમેન, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ દર્શન શાહએ વચગાળાના બજેટ વિશે જણાવ્યું કે, આ બજેટ રજૂ કરવામાં આવ્યું તે ખુબ જ સારુ છે. કારણ કે, સોશિયલ વેલફેર અને ઉદ્યોગો માટે મહત્વનું સાબિત થનાર છે. વિશ્વના ડેવલપ ક્ષેત્રની સાથે કદમ સાથે કદમ મીલાવીને ચાલી શકાય તે રીતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ભારત હાલ તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. ભારતની ઇકોનોમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. CIIને પણ આવનારા સમયમાં સારો ફાયદો થશે.

  • આ બાબતો પર ભાર મુકવામાં આવ્યો :
  1. આર્થિક વૃદ્ધિ અને રોજગારમાં ફાળો આપતા મૂડી ખર્ચનો અંદાજ 11.1 ટકા જેટલો વધારીને રૂપિયા 11.11 લાખ કરોડ થયેલ છે.
  2. "વંદે ભારત"માં રેલ બોગીઓનું રૂપાંતર, મુખ્ય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું વિસ્તરણ, અને મુખ્ય રેલ્વે કોરિડોર ની રજૂઆતનો હેતુ સલામતી, સગવડતા અને કાર્યક્ષમતા વધારવાનો છે.
  3. ગ્રામીણ સામાજિક-આર્થિક લેન્ડસ્કેપ ને બદલવા માટે સ્વ-સહાય જૂથો (SHGs) ને સશક્ત બનાવવું, 'લખપતિ દીદી' માટે 2 કરોડથી 3 કરોડ સુધીનો વધારો પ્રશંસા પાત્ર લક્ષ્યાંક છે.
  4. 10 મિલિયન પરિવારો માટે રૂફ-ટોપ સોલેરાઇઝેશન તેમજ માસિક 300 યુનિટ સુધી મફત વીજળી પ્રદાન કરવાનો નિર્ણય માનનીય વડાપ્રધાનના વિઝનને અનુરૂપ છે.
  5. ઓફશોર વિન્ડ એનર્જી, કોલ ગેસિફિકેશન અને લિક્વિફેક્શન ક્ષમતા વિસ્તરણ, અને સંકુચિત બાયોગેસના ફરજિયાત મિશ્રણ માટે સદ્ધરતા ગેપ ફંડિંગ પણ દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ નિર્ણય છે.
  6. મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સપોર્ટ ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.