Lepord in the House: જુનાગઢના રામપરા ગામે દીપડો ઘરમાં પૂરાયો, ગૌવંશનું પણ કર્યુ મારણ

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 9:35 AM IST

Updated : Feb 5, 2024, 4:19 PM IST

thumbnail

જુનાગઢ: તાલાલા તાલુકાના રામપરા ગામના સરપંચના ઘરમાં અચાનક દીપડો ઘુસી જતા એક ગૌ વંશનો શિકાર કર્યો હતો. જોકે, દીપડા એ કોઈ વ્યક્તિ પર હુમલો કર્યો ન હતો. મકાનમાં ઘૂસેલા વન વિભાગે બેભાન કરીને રેસ્ક્યુ કર્યો હતો. તાલાલા તાલુકાના રામપરા ગામમાંના સરપંચ જગદીશભાઈ તળાવિયાના ઘરમાં અચાનક દીપડો ઘૂસી ગયો હતો. શિકારની લાલચમાં આવેલા દીપડાએ એક ગૌવંશનો શિકાર કર્યો હતો. ત્યારબાદ ખૂબ જ ગભરાટમાં દીપડો સરપંચના બંધ મકાનમાં ઘૂસી જતા આપો આપ કેદ થઈ ગયો હતો. દીપડો ઘરમાં પુરાઈ ગયો હોવાની જાણ થતાં જ સરપંચે વન વિભાગનો સંપર્ક કર્યો હતો અને સાસણથી વન વિભાગની ખાસ ટીમ રામપરા ગામમાં પહોંચી હતી અને દીપડાને બે કલાકની ભારે જહેમત બાદ બેભાન કરીને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. પાંજરે પુરાયેલા દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનુ તબીબી પરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ બીજો કોઈ પણ પરીક્ષણ અસામાન્ય જોવા નહીં મળે તો દીપડાને ફરીથી જેતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

Last Updated : Feb 5, 2024, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.