Ram mandir Rangoli: 'રંગોળીમાં રામ દરબાર', સુરતની આ બહેનોની રંગોળી જોઈને રહી જશો દંગ

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2024, 12:03 PM IST

thumbnail

સુરત : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરને લઈ દેશભરમાં ભારે ઉત્સાહ છે, ત્યારે સુરત શહેરમાં વિશાળ અને અલૌકિક રંગોળી ભગવાન રામને સમર્પિત કરવામાં આવી છે. આ રંગોળી કતારગામ સ્થિત કોમ્યુનિટી હોલમાં બનાવવામાં આવી છે. 40 જેટલી બહેનોએ 11, 111 સ્ક્વેર ફૂટમાં આ વિશાળ રંગોળી બનાવી છે. જેની અંદર 1400 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સતત 15 કલાકની મહેનતથી આ રંગોળીમાં રામ દરબારને કંડાર્યો છે. ભગવાન રામ-સીતા લક્ષ્મણ હનુમાનજી સાથે વાનરસેના પણ રંગોળીમાં અંકિત કરવામાં આવી છે, એટલું જ નહીં આ રંગોળીમાં ભવ્ય રામ મંદિર પણ જોવા મળી રહ્યું છે. આ રંગોળીમાં કોઈપણ ઉપકરણનો ઉપયોગ કરાયો નથી. જેના કારણે આ રંગોળી સંપૂર્ણ રીતે રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી લાગે છે.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.