પાટણમાં લીંબચ માતાના દરબારમાં માનવ મહેરામણ, ગાંધીનગરના 300 પદયાત્રીઓના સંઘનું ભવ્ય સામૈયું - Chaitri Navratri 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 4:58 PM IST

Updated : Apr 15, 2024, 5:14 PM IST

thumbnail

પાટણ : પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં સ્થિત શ્રી લીંબચ માતાના મંદિર ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘ તેમજ માતાજીની માંડવી અને ધજા-પતાકા લઈ દર્શનાર્થે આવે છે. જ્યારે ચૈત્રી સુદ આઠમ નિમિત્તે સાતમના દિવસે માનવ મહેરામણ ઉમટી પડે છે. છેલ્લા 28 વર્ષથી ગાંધીનગરથી પદયાત્રીઓ અહીં ચૈત્ર સુદ સાતમના દિવસે આવી પહોંચે છે. ચાલુ વર્ષે પણ ગાંધીનગરથી 300 પદયાત્રીઓનો સંઘ લીંબચ માતાના દરબારમાં આવી પહોંચ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી જય લીંબચના જયઘોષ સાથે પદયાત્રીઓ માતાજીની ધજા-પતાકા તેમજ માંડવી લઈ વાજતે ગાજતે લીમ્બચ મંદિર પહોંચતા મહોલ્લાના રહીશોએ સંઘનું સામૈયું કર્યું હતું. લીંબચ મંદિર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવે છે.

  1. Patan News : માયાભાઈ આહીરના સૂરોના રંગે રંગાઈ રાણીની વાવ, સંગીત સમારોહની રંગત માણો
  2. Vasant Panchmi 2024: પાટણ શહેરમાં બહુચર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી
Last Updated : Apr 15, 2024, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.