ETV Bharat / state

વિરપુરનું અનોખું સંજાવાળી હનુમાન મંદિર, માનવ સ્વરૂપ મૂંછવાળા હનુમાનજી બિરાજમાન, મહિલાઓ કરે છે પૂજા - Hanuman Jayanti 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 24, 2024, 8:28 PM IST

વિરપુરનું અનોખું સંજાવાળી હનુમાન મંદિર
વિરપુરનું અનોખું સંજાવાળી હનુમાન મંદિર

ચૈત્રી સુદ પૂનમ હનુમાન જયંતિની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ હનુમાન જયંતીના દિવસે પ્રસિદ્ધ અને જગ વિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામમાં બિરાજમાન માનવ સ્વરૂપ સંજાવાળી હનુમાનજી મહારાજના દર્શન કરી અહીંયાની આસ્થા અને શ્રદ્ધા વિશે જાણો આ અહેવાલમાં...

માનવ સ્વરૂપ મૂંછવાળા હનુમાનજીની મહિલાઓ કરે છે પૂજા

રાજકોટ : ચૈત્રી સુદ પૂનમ એટલે હનુમાન જયંતિની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલું અનોખું સંજાવાળી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. જ્યાં મંદિરની સેવા-પૂજા મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોવાનો પણ અટૂટ વિશ્વાસ છે.

માનવ સ્વરૂપ હનુમાનજી : ભારતભરમાં શ્રી રામભક્ત હનુમાનજી અલગ-અલગ સ્વરૂપે બિરાજે છે. સામાન્ય રીતે કષ્ટભંજન હનુમાનજી કપિના સ્વરૂપે પૂજાય છે. ઉપરાંત તેમની પૂજા પણ માત્ર પુરુષો જ કરતા હોય છે. આજે એક એવા હનુમાન મંદિરની વાત કરવી છે જે આ તમામ રીતે અલગ છે. આ મંદિરમાં બિરાજમાન હનુમાનજીની પૂજા મહિલાઓ કરે છે. ઉપરાંત આ હનુમાન મંદિરમાં દર્શન કરવા માત્રથી લોકોની ઈચ્છા પૂરી થાય છે અને મન પ્રફુલ્લિત થાય છે.

સંજાવાળી હનુમાન મંદિર : રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ ધામમાં સંજાવાળી હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિરનો ચોક્કસ ઇતિહાસ કે સમયગાળો તો મળતો નથી, પરંતુ તે ખૂબ જ પૌરાણિક અને રાજાશાહી યુગનું હોવાનું જાણવા મળ્યું છે. આ હનુમાનજી મંદિર અન્ય હનુમાનજી મંદિર કરતા કંઈક અલગ છે. સામાન્ય રીતે કોઈપણ હનુમાન મંદિરમાં કપિ સ્વરૂપે હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરંતુ આ સંજાવાળી હનુમાન મંદિરમાં માનવ સ્વરૂપે અને મૂછવાળા હનુમાન મહારાજ બિરાજે છે.

માનવ સ્વરૂપ મૂંછવાળા હનુમાનજી બિરાજમાન
માનવ સ્વરૂપ મૂંછવાળા હનુમાનજી બિરાજમાન

મહિલાઓ કરે છે પૂજા : આ મંદિરની વધુ એક વિશેષતા એ પણ છે કે અહીં મંદિરમાં બિરાજમાન હનુમાનની પૂજા મહિલાઓ પણ કરે છે. અહીં સવાર પડે એટલે મહિલાઓ મંદિરમાં આવી જાય છે. મંદિરના તમામ કામ મહિલાઓ કરે છે, જેમાં મંદિરની સફાઈથી લઈને અહીં બિરાજતા માનવ સ્વરૂપ હનુમાજીની પૂજા અને આરતી પણ મહિલાઓ કરે છે.

હનુમાન મંદિરનો ઈતિહાસ : વિરપુરમાં સંજાવાળી હનુમાન મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. આ મંદિર સંજાવાળી હનુમાનજી તરીકે ઓળખાય છે, એ પણ એક મહિલાના નામ પરથી પડ્યું છે. વર્ષો પહેલા રાજાશાહી વખતમાં સંજયાબાઈ નામના મહિલા રોજ હનુમાનજીની સેવા, પૂજા અને આરતી કરતા હતા. આજીવન તેમણે અહીં પૂજા અને આરતી કરી, જેને લઈને આ હનુમાનજીનું નામ સંજાવાળી હનુમાનજી રાખવામાં આવ્યું છે.

મૂંછવાળા હનુમાનજીના દર્શન : લોકોના કહેવા મુજબ અહીં બિરાજતા માનવ સ્વરૂપ મૂંછવાળા હનુમાનજીના દર્શન માત્રથી લોકોના દુઃખ-દર્દ દૂર થાય છે. આ સંજાવાડી હનુમાનજીની મૂર્તિ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં બિરાજમાન છે. અહીં કોઈ સાચા મનથી માનતા કે બાધા રાખે તો સંજાવાડી હનુમાનજી મહારાજ દરેકના ઓરતા પૂરા કરે છે. ત્યારે અહિયાં હનુમાન જયંતીની ઉજવણી કરીને રાત્રિના સમયે ભક્તજનો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.

  1. 'રામ-લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી', કેમ્પ હનુમાન મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું
  2. હનુમાન પ્રાગટ્ય મહોત્સવની લંબે હનુમાનજી મંદિરે ઉજવણી, મરાઠી ભક્તોએ આપી વિશેષ હાજરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.