ETV Bharat / state

Vadodara News : ડભોઈના કરાલીપુરામાં દીવાલ ધરાશાયી થતાં 65 વર્ષીય વૃદ્ધનું મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 3:59 PM IST

Vadodara News : ડભોઈના કરાલીપુરામાં 65 વર્ષીય વૃદ્ધનું કાટમાળમાં દબાઇ મોત, દીવાલ ધરાશાયી થઇ હતી
Vadodara News : ડભોઈના કરાલીપુરામાં 65 વર્ષીય વૃદ્ધનું કાટમાળમાં દબાઇ મોત, દીવાલ ધરાશાયી થઇ હતી

ડભોઇના કરાલીપુરા ગામે એક મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કાચા મકાનમાં રહેતા 65 વર્ષીય મેણાભાઈ જીણાભાઈ વસાવા ગત રાત્રે પોતાના મકાનમાં સૂતાં હતાં તે સમય દરમિયાન અચાનક જર્જરિત કાચા મકાનની દીવાલ તેમના મકાન ઉપર પડતા મકાન ધરાશાયી થયું હતું.

મકાનની દીવાલ ધરાશાયી

વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરાલીપુરા ગામે ગત રાત્રિના સમયે મકાનની દીવાલ એકાએક ધરાશાયી થઈ હતી. જેમાં રહેતાં 65 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. એકાએક મકાનની દીવાલ ધરાશાયી થતાં જ આ વૃદ્ધ કાટમાળમાં દબાઈ ગયાં અને ઘટનાસ્થળે જ તેઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ ગામમાં થતા ગામ લોકો એકત્રિત થઈ ગયા હતા અને સમગ્ર ઘટના અંગે ડભોઇ પોલીસને જાણ કરી હતી. ડભોઇ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાટમાળમાંથી વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં
કાટમાળમાંથી વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં

મેણાભાઈની જિંદગીની છેલ્લી રાત : જાણવા મળતી વધુ માહિતી મુજબ કારાલીપુરા ગામે કાચા મકાનમાં રહેતા 65 વર્ષીય મેણાભાઈ જીણાભાઈ વાસવા ગત રાત્રે પોતાના મકાનમાં સૂતાં હતાં તે સમય દરમિયાન અચાનક જર્જરિત કાચા મકાનની દીવાલ તેના મકાન ઉપર પડતા મકાન ધરાશાહી થયું હતું. ત્યારે મકાનમાં સૂતેલાં મેણાભાઈનું કાટમાળ હેઠળ દટાઈ ગયાં હતાં. જે ઘટના બનતા ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ ડભોઇ પોલીસેને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગ્રામજનોની મદદથી કાટમાળમાં દટાઈ ગયેલા મેણાભાઈને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગરીબ પરિવારની વેદના : ડભોઇ તાલુકાના કરાલીપુરા ગામે રહેતા મેણાભાઇ ઝીણાભાઈ વસાવા જેઓ ખૂબ ગરીબ પરિસ્થિતિ વચ્ચેે પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.તેઓને એક પુત્ર છે. પરિવારજનો ઉપર આ આફત આવતાં તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ભારે રુદનના દ્રશ્યો સર્જાયા હતાં.

ડભોઇ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ : કાટમાળમાંથી ગામ લોકોએ એકત્રિત થઈ સંયુક્ત રીતે મેણાભાઇ ઝીણાભાઈ વસાવાના મૃત શરીરને બહાર કાઢવામાં આવ્યું હતું. તે સમયેે પોલીસે ચેક કરતા તેઓે મૃત્યુ પામ્યાં હતાં. આ બનાવ અંગે ડભોઇ પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇ ડભોઇ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની ખસેડવામાં આવ્યા હતાં. હાલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Chikhli ST Depot Slab Collapse : ચીખલીમાં નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી, આઠ મજદૂર ઘાયલ
  2. Govt School's Wall Collapsed: તાપીના ઉખલદાની પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી, 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.