Ram Mandir : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, ડભોઈ રામજી મંદિરે ભવ્ય મહોત્સવ યોજાયો

author img

By ETV Bharat Gujarati Desk

Published : Jan 22, 2024, 4:48 PM IST

Ram Mandir : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, ડભોઈ રામજી મંદિરે ભવ્ય મહોત્સવ યોજાયો

અયોધ્યા રામ મંદિરમાં પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં ડભોઇમાં રામજી મંદિરનું વાતાવરણ દેખતાં જ બનતું હતું. ભારે હર્ષોલ્લાસ સાથે રામજી મંદિરે 108 દીવાની મહા આરતી સહિતના કાર્યક્રમો આયોજિત થયાં હતાં.

ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો

ડભોઇ : ડભોઇ એક સંસ્કારી અને ઉત્સવપ્રિય નગરી છે. જ્યાં કોઈ પણ તહેવારને ધમધૂમથી અને ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે અયોધ્યા ખાતે રામ મંદિરમાં પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. ત્યારે તેને લઈને આજે ડભોઇમાં આવેલ પટેલ વાગા ખાતેનાં રામજી મંદિરે તેમજ વકીલના બંગલે આવેલ રામજી મંદિર ખાતે 108 દીવાની મહાઆરતી કરીને ભક્તજનોએ ઉજવણી કરી ડભોઇને રામમય બનાવી દીધી હતી.

રાજકીય આગેવાનો દ્વારા મહા આરતી : ડભોઇમાં અયોધ્યાના રામ મંદિર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે. ત્યારે ડભોઇના રાજકીય આગેવાનો અને મહાનુભાવો દ્વારા ડભોઇ નગરીના રામજી મંદિર ખાતે મહા આરતી કરી પ્રસાદીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેનો સૌ નગરજનોએ ભારે શ્રદ્ધાભેર લાભ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકાના પ્રમુખ બિરેન શાહ, પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય શશિકાંત પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ( વકીલ ), સહિતના આગેવાનો અને પ્રતિષ્ઠિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

નગરજનો રામ ભક્તિમાં લીન : મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ડભોઇમાં ગલીએ ગલીએ અને પોળે પોળે ભગવાન શ્રીરામના નારા સાથે રાસ ગરબા અને આતશબાજી કરીને આ મહોત્સવને ભારે ધૂમધામપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કેટલીક જગ્યાએ તો ભગવાન શ્રીરામના ગાન સાથેનાં ડીજે પણ ઉભા કરવામાં આવ્યા હતાં અને નગરજનો ભક્તિમાં તરબોળ થયાં હતાં.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉજવણી : જ્યારે કોઈપણ ધર્મનો મહોત્સવની ઉજવણી થતી હોય ત્યારે તે ઉત્સવ નગરમાં શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવાય અને શાંતિ જાળવવાની મુખ્ય કમાન પોલીસના હાથમાં હોય છે. ત્યારે સમગ્ર વિશ્વની નજર હાલ અયોધ્યાના રામમંદિર ખાતેની પ્રાણ પ્રતિષ્ઠા તરફ મીટ છે. ત્યારે ડભોઇમાં પણ આ મહોત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તાલુકામાં અગમચેતી અને તકેદારીના ભાગરૂપે પોલીસજવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. જેથી નગર અને તાલુકાનું વાતાવરણ ડહોળાય નહીં અને ભક્તજનો શ્રદ્ધાભેર આ મહોત્સવની ઉજવણી કરી શકે તેવી વ્યવસ્થા પોલીસ તંત્રએ કરી હતી અને શાંતિ જળવાઈ રહી હતી.

  1. ભાવનગરમાં 222 રામ ચિત્રોનું પ્રદર્શન, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કલાકારોની કલ્પના કેનવાસ પર છવાઈ
  2. Bhanu Babriya Reaction : રામલલા બિરાજમાન, લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.