ETV Bharat / state

Vadodara Crime : વડોદરામાં ટાસ્ક ફ્રોડ ગેંગે અલગ અલગ પદ્ધતિથી 82.67 લાખ રુપિયા ખંખેરી લીધાં, ત્રણ આરોપીની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 3:07 PM IST

Vadodara Crime : વડોદરામાં ટાસ્ક ફ્રોડ ગેંગે અલગ અલગ પદ્ધતિથી 82.67 લાખ રુપિયા ખંખેરી લીધાં, ત્રણ આરોપીની ધરપકડ
Vadodara Crime : વડોદરામાં ટાસ્ક ફ્રોડ ગેંગે અલગ અલગ પદ્ધતિથી 82.67 લાખ રુપિયા ખંખેરી લીધાં, ત્રણ આરોપીની ધરપકડ

સાવ નજીવું ભણતર મેળવેલા ત્રણ દુર્બુદ્ધિમાનો દ્વારા આચરવામાં આવેલા ટાસ્ક ફ્રોડનો મામલો વડોદરામાં સામે આવ્યો છે. આ કિસ્સામાં સાયબર ક્રાઇમને લઇને પોલીસ અને જાહેર માધ્યમો દ્વારા સતત અવેરનેસ પ્રોગ્રામ છતાં ઘણાં લોકો લાલચમાં આવીને સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યાં હોવાનું જાણવા મળે છે.

વડોદરા : મોંઘવારીના જમાનામાં વઘતા જતા ખર્ચાને પહોંચી વળવા માટે ટેકનોલોજી અને સોશ્યલ મીડિયાના વઘતા જતા માધ્યમનો ઉપયોગ કરી છેતરપિંડી કરવાના બનાવો વધતા ગયા છે. વઘુ રૂપિયા કમાવવાની લાલચે શોર્ટ કટ રસ્તો અપનાવતા હોય છે. ત્યારે રૂપિયા ગુમાવવાનો વારો આવે છે. થોડા સમય પહેલા જ વડોદરા સાયબર ક્રાઇમે ટાસ્ક ફ્રોડ ગેંગનો પર્ધાફાશ કર્યો હતો. આ પ્રકારના ટાસ્ક ફ્રોડથી બચવા માટે સાયબર ક્રાઇમ દ્વારા સેફટી ટીપ્સ પણ જાહેર કરવામાં આવે છે. છતાંય વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવી લોકો હજી પણ લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યાં છે. ત્યારે આ પ્રકારનો વધુ એક કિસ્સો વડોદરા સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવ્યો છે. જેમાં ત્રણ ભેજાબાજોની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટેપ બાય સ્ટેપ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ : જાણવા મળતી માહિતી મુજબ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા અમન દિનેશ શાહે વડોદરા સાયબર ક્રાઇમમાં નોંંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓના વોટ્સઅપ ઉપર એક અજામ્યા નંબરથી એચ.સી.એલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની ઉપરથી મેસેજ આવ્યો અને ટેલીગ્રામ પર સંપર્ક કરી પાર્ટ ટાઇમ જોબ આપવાની પણ વાત કરવામાં આવી હતી. આ સાથે ટેલીગ્રામ આઇ.ડી પરથી યૂ-ટ્યુબના અલગ અલગ ટેન સબસ્ક્રાઇબ કરવાના તથા ગુગલ મેપ પર રિવ્યુ આપવાના ટાસ્ક આપવામાં આવ્યાં હતા. આ ટાસ્ક પૂર્ણ કરવાને બદલે નિયત રકમ ચૂંકવવામાં આવી એમ નાનકડી રકમ ચૂકવી મોટી રકમનું ઝાડુ મારવામાં આવ્યું.

ક્રિપ્ટો વોલેટમાં દેખાડી રકમ : ત્યારબાદ પ્રિમીયમ ટાસ્ક આપવાના બહાને ટુકડે ટુકડે રૂ. 82,67,141 લાખ જુદા જુદા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી અને ટાસ્ક પૂર્ણ કરતા રિવોર્ડ પેટેની રકમ ક્રિપ્ટો વોલેટમાં દેખાડી હતી. પરંતુ જ્યારે અમન શાહ આ ક્રિપ્ટો વોલેટમાંથી રૂપિયા વીડ્રો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે રૂપિયા વીડ્રો થયા ન હતાં. જેથી તેને સમજ આવી ગઇ કે, તેની સાથે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી છે. જેના પરિણામે તેણે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

ટાસ્ક ફ્રોડ આચરનાર ત્રણ ઈસમો : ટાસ્ક ફ્રોડ મામલાના આરોપી વડોદરા શહેરના વિશાલ નગર ખાતે રહેતા વરૂણ દુર્ગાપ્રસાદ કપૂરે ધો. 6 સુધીનો અભ્યાસ કર્યો છે. તેેણે આઇ.સી.આઇ.સી.આઇ બેન્કમાં એકાઉન્ટ ખોલાવેલ અને આ ખાતામાં અમન શાહના રૂપિયા ટ્રાન્સફર થયાં હતાં. આ એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે વરુણને કમિશન ચૂકવવામાં આવતું અને આ એકાઉન્ટ તેણે હાર્દિક પટેલને સોંપી દીધું હતું. આરોપી નંબર 2 મેહુુલ અરવિંદભાઇ પટેલે સેકેન્ડ બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે. આ ટાસ્ક ફ્રોડ આચરી જે રૂપિયા ઓનલાઇન બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય તેની માટે બેન્ક ખાતાની જરૂર પડતી હતી. જેથી મેહુલ જુદા જુદા બેન્ક એકાઉન્ટ ખોલાવી હાર્દિક પટેલને સોંપતો હતો. આરોપી નંબર 3 હાર્દિક અરવિંદભાઇ પટેલ તેના સાગરીતો પાસેથી બેન્ક એકાઉન્ટ ખરીદતો અને બાદમાં આજ બેન્ક એકાઉન્ટ તેના અન્ય સાગરીતોને આપતો હોવાનું અત્યાર સુધી પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ ટોળકીની ફ્રોડ મોડસ ઓપરેન્ડી : ડબલ - ટેલિગ્રામ પરથી સંપર્ક કરી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરાવી પાર્ટ ટાઇમ જોબના નામે પૈસા કમાવવાની લાલચ આપી થોડા રૂપિયા પરત આપે છે. ત્યાર બાદ નવા ટાસ્ક આપવા માટે અલગ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવામાં આવે છે. લોભામણી જાહેરાતો જેમ કે રોજ 25 જેટલા ટાસ્ક આપીને આશરે રૂ. 1000થી 2000 કમાવવાની લાલચ આપવામાં આવે છે. આ રીતે ટાસ્ક પૂર્ણ કરીને બીજા યુઝર્સ મોટી રકમ કમાયા હોવાના સ્ક્રીનશોટ ટેલિગ્રામ ગ્રુપમાં મુકી વિશ્વાસ કેળવતાં. ‌પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને ટોળકી ટાસ્ક ફી પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવડાવે છે અને તેના બદલામાં ડમી ક્રિપ્ટો વોલેટમાં આ રકમ બતાવવામાં આવે છે. જ્યારે ક્રિપ્ટો વોલેટમાં દેખાતી રકમ વીડ્રો કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે આ રકમ વીડ્રો થતી નથી. એટલું જ નહીં પરંતુ આ મુદ્દે સામેવાળી વ્યક્તિ જ્યાં સુધી કંગાળ ન થાય ત્યાં સુધી આ ટોળકી તેમને જુદા જુદા બહાને છેતરતી રહે છે. આ ગુનાખોરીનું નેટવર્ક આચરવા માટે જુદા જુદા ટેલિગ્રામ આઇડીનો ઉપયોગ કરવામાં આવે છે.

  1. Dahod Crime : સાયબર ગઠીયાઓ બેફામ, જુદી જુદી ઘટનાઓના પાંચ આરોપીઓને ઝડપી લેતી દાહોદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ
  2. Jamnagar Crime : ઓનલાઈન ફ્રોડ ! નફાની લાલચ જામનગરના વેપારીને ભારે પડી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.