ETV Bharat / state

સુરત જિલ્લા ST વિભાગને હોળી ધૂળેટી ફળી, 29 હજાર લોકો વતને પહોંચ્યા, 90 લાખની આવક થઈ - Surat ST Earning On Holi

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 7:23 AM IST

Etv Bharat
Etv Bharat

સુરત ST વિભાગને હોળી-ધુળેટીનો પર્વ સારો ફળી ગયો છે. કારણ કે, હોળી-ધુળેટીના આ પર્વ પર સુરત ST વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો મુસાફરો માટે મુકવામાં આવી હતી. મુસાફરોની સુખ સુવિધા માટે 550 બસ ચલાવવાનું આયોજન કરવામાં કરાયું હતું. જેમાં સુરત ST વિભાગના એકસ્ટ્રા ઓપરેશનમાં 4 દિવસમાં 29 હજાર જેટલા મુસાફરો ગુજરાતના અલગ અલગ ખૂણાએ પહોંચાડ્યા હતા. જેમાં ST વિભાગને 90.64 લાખની આવક થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સુરત: તહેવારની ઉજવણી માટે બહોળી સુરતથી લોકો હર વર્ષે પોતાના માંદરે વતન પહોંચે છે. અને આના માટે સુરત ST વિભાગ વર્ષોથી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરતું હોય છે. ત્યારે મુસાફરોની સુખ સુવિધા માટે ST વિભાગે હોળી-ધુળેટી પહેલાં 4 દિવસ એક્સ્ટ્રા ઓપરેશન ચલાવવાનો નિર્ણય કરાયો હતો. જેને ખૂબ સરા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળ્યો છે. એક્સ્ટ્રા ઓપરેશનમાં ઝાલોદ જનારા પ્રવાસીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સુરત જિલ્લા ST વિભાગ
સુરત જિલ્લા ST વિભાગ

સુરતથી કુલ 555 ટ્રીપ રવાના થઈ હતી. જેનો લાભ 29,387થી વધુ મુસાફરોએ લીધો. જેમાં પ્રથમ ક્રમે સુરતથી ઝાલોદ માટે 263 ટ્રીપ ઉપડી હતી. જેમાં 13,929 પ્રવાસીઓ નોંધાયા હતાં. જ્યારે બીજા ક્રમે દાહોદ માટે 198 ટ્રીપ ઉપડી હતી. જેમાં 10,300 મુસાફર નોંધાયા હતા. રામનગરથી ઝાલોદ માટે 77 ટ્રીપ ઉપડી હતી અને 4,200થી વધુ મુસાફર નોંધાયા હતા. છોટાઉદેપુર માટે 8 ટ્રીપ 423 પેસેન્જર સાથે ઉપડી હતી.

કુલ 555 ટ્રીપ રવાના થઈ: ઉત્તર ગુજરાતના દાહોદ, ઝાલોદ, ગોધરા, લુણાવાડા, ક્વાંટ, છોટા ઉદેપુર અને એમદાવાદ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન અને રામનગરથી 4 દિવસ માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન ST વિભાગે તારીખ 20મી શરૂ કર્યું હતું. સુરત ST વિભાગ દ્વારા 550 બસ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસમાં સુરત ST વિભાગ દ્વારા 555 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં કુલ 29,387 મુસાફરો સુરતથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં પહોંચ્યા હતા. આ એકસ્ટ્રા બસોના સંચાલનના પગલે સુરતથી વિભાગને 90.64 લાખ રૂપિયાની આવક થઈ હતી.

  1. અમદાવાદમાં 24 દિવસમાં સ્વાઈન ફ્લૂના 173 કેસ, હોસ્પિટલોની OPDમાં રોજ સરેરાશ 6 હજાર કેસ - Swine flu cases in Ahmedabad
  2. ક્વાંટમાં હોળીના 3જા દિવસે યોજાય છે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો, ઈન્ડિયા ગઠબંધને શક્તિ પ્રદર્શનની તક ઝડપી લીધી - Holi 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.