ETV Bharat / state

Surat News: સુરતમાં બાળકી સાથે અડપલા કરનાર શ્રમિકની રાજસ્થાનથી ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2024, 7:01 AM IST

Updated : Jan 28, 2024, 7:50 AM IST

સુરતના સીંગણપુર પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર એક અજાણ્યા વ્યક્તિએ બાળકીની છેડતી કરી હતી. આ છેડતીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. સીસીટીવી ફૂટેજ વાયરલ થતા જ સિંગણપોર પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીને શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી નાસી ગયો હતો.

બાળકી સાથે છેડતી કરનાર શ્રમિકની ધરપકડ
બાળકી સાથે છેડતી કરનાર શ્રમિકની ધરપકડ
બાળકી સાથે છેડતી કરનાર શ્રમિકની રાજસ્થાનથી ધરપકડ

સુરત: શહેરના સિંગણપુર વિસ્તારમાં 12મી જાન્યુઆરીના રોજ એક બાળકી ટ્યુશન ક્લાસ થી પોતાના ઘરે પરત આવી રહી હતી, તે દરમિયાન તેની સામેથી આવી રહેલા એક આજાણ્ય વ્યકિતએ બાળકીની શારીરિક છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીટીવી કેમેરામાં કેદ થઈ હતી એટલું જ નહીં આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ આ ઘટનાના દસ દિવસ પછી સિંગણપોર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ માટે પોલીસે અલગ-અલગ ટીમો પણ બનાવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

બાળકી સાથે અડપલા: આ સમગ્ર મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, 12 મી જાન્યુઆરીના રોજ રસ્તા પર એક અજાણ્યા ઇસમે બાળકી સાથે જાહેરમાં અડપલાં કર્યા હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી અને આ સીસીટીવી ફૂટેજ ના આધારે જાગૃત નાગરિકે પોલીસને જાણ પણ કરી હતી, જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ કરવા માટે અલગ-અલગ ટીમો પણ બનાવી હતી.

છેડતી કરનારની ધરપકડ: સુરત પોલીસે ઉમેર્યું હતું કે, બાળકી સાથે અડપલા કરનારા આરોપીની ઓળખ એક કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરનાર મજૂર તરીકે થઈ હતી. જોકે ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી ત્યાંથી નાસી ગયો છે અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તેની શોધ ખોળ કરવા માટે પોલીસની ટીમ રાજસ્થાન પણ રવાના થઈ હતી. રાજસ્થાનના બાસવાડા વિસ્તારમાંથી 30 વર્ષિય આરોપી સોહનલાલની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે જે દરમિયાન તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

  1. Rajkot Crime News: 3 વર્ષીય બાળકીની છેડતી અને માર મારવાના કેસમાં સાવકા પિતા સહિત 2ને 5 વર્ષની કેદ અને 20 હજાર રુપિયા દંડ ફટકારાયો
  2. Surat News: બોગસ તબીબની બોગસ સારવારથી 8 વર્ષની બાળકીનું મૃત્યુ થયું

Last Updated : Jan 28, 2024, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.