ETV Bharat / state

સુરત લોકસભા બેઠકના 13 ઉમેદવારો પૈકી કોણ સૌથી વધુ શિક્ષિત અને ધની જાણો આ અહેવાલમાં - Surat Lok Sabha seat

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 20, 2024, 3:40 PM IST

સુરત લોકસભા બેઠકના 13 ઉમેદવારો પૈકી કોણ સૌથી વધુ શિક્ષિત અને ધની જાણો આ અહેવાલમાં
સુરત લોકસભા બેઠકના 13 ઉમેદવારો પૈકી કોણ સૌથી વધુ શિક્ષિત અને ધની જાણો આ અહેવાલમાં

ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે પોતાની ઓળખ વિશ્વભરમાં બનાવનાર સુરત લોકસભા બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં 13 ઉમેદવારો ચૂંટણી લડશે. 22 એપ્રિલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે વધુ ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ આ 13 ઉમેદવારો કોણ છે અને કેટલા ભણ્યા છે તે અંગેની વિગતવાર જાણકારી મેળવો...

સુરત : સુરત લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. 22 એપ્રિલે ફોર્મ પરત ખેંચાયા બાદ કેટલા ઉમેદવાર ખરેખર ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ આ 13 ઉમેદવારો કોણ છે અને કોણ સૌથી વધુ શિક્ષિત અને ધની તે અંગેની વિગતવાર જાણકારી મેળવો.

ભાજપના ઉમેદવાર 3,16,41,085ના માલિક : ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ 62 વર્ષના છે અને સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહે છે. તેમની ઉપર એક પણ ક્રિમિનલ કેસ નથી. તેઓ 3,16,41,085 રુપિયાના માલિક છે જ્યારે પત્ની નીલાબેન 2,47,69,193ના માલિક છે. મુકેશભાઈ પાસે કુલ 130 ગ્રામ સોનુ છે જ્યારે 500 ગ્રામ ચાંદી છે. પત્ની પાસે 360 ગ્રામ સોનુ છે જ્યારે ચાંદી 1225 ગ્રામ છે.. તેમની પાસે બે વાહન છે અને પોતે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેવું એફિડેવિટમાં જણાવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી તેઓએ એમબીએ વિથ ફાઇનાન્સ કર્યું છે.

લોકસભા ચૂંટણી જંગના ઉમેદવાર
લોકસભા ચૂંટણી જંગના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર ઉપર એક ક્રિમિનલ કેસ : 44 વર્ષે નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની ઉપર એક ક્રિમિનલ કેસ સુરતના સરથાણા વિસ્તારમાં દાખલ છે. ફી માફી કરવા બાબતે સ્કૂલને બદનામ કરવાના ઇરાદે તેમની ઉપર આ કેસ થયેલ છે. તેમની પાસે 100 ગ્રામ સોનુ છે જ્યારે પત્ની પાસે 500 ગ્રામ સોનુ છે.1,66,65,649ની તેમની પાસે આવક અને સંપત્તિ છે જ્યારે પત્ની પાસે 44,45,301 રુપિયા છે તેઓ ધોરણ 12 સુધી ભણ્યા છે.

ચૂંટણી જંગમાં 13 ઉમેદવારો
ચૂંટણી જંગમાં 13 ઉમેદવારો

એકેય ગ્રામ સોનું નથી : બહુજન રિપબ્લિકન સોસીયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર વિજય વિલાસ પરદેશી સુરતના સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. પોતાના એફિડેવિટમાં તેઓએ વિગતો આપી છે તે આ પ્રમાણે છે.. તેઓ 45 વર્ષના છે. બી.એ ઈંગ્લિશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ઔરંગાબાદથી છે. ફાસ્ટ ટેગ એજન્સી ચલાવે છે. એક પણ ક્રિમિનલ કેસ નથી. Facebook instagram એકાઉન્ટ નથી. બે વાહનો છે. કોઈ મિલકત નથી. સોના ચાંદીના ઘરેણા નથી એક લાખ રૂપિયાના માલિક છે.

સૌથી વધુ શિક્ષિત અને ધની કોણ
સૌથી વધુ શિક્ષિત અને ધની કોણ

માત્ર ધોરણ આઠ સુધી ભણ્યાં : સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતા સલીમ શેખ 31 વર્ષના છે. લોક પાર્ટીથી તેઓએ પણ સુરત લોકસભા બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. સિગ્મા હાઈસ્કૂલથી ધોરણ આઠ સુધી ભણ્યા છે. ફોરવીલર લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે. કોઈપણ પોલીસ ફરિયાદ નથી. સોના ચાંદીના દાગીના નથી. તેમની પાસે 66000 રૂપિયા છે કોઈ સંપત્તિ નથી.

સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી : 54, વર્ષીય જયેશ મેવાડા સુરત શહેરના રામપુરા વિસ્તાર ખાતે રહે છે. તેઓ ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીથી ઉમેદવાર છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. કોઈ ક્રિમિનલ કેસ તેમની ઉપર નથી. હાથમાં કેસ માત્ર 5000 રૂપિયા જણાવ્યું છે. કુલ 70 હજાર રૂપિયા તેમની પાસે છે અને આઠ લાખ રૂપિયા લોન છે. એક સ્કુટી ધરાવે છે. સોના ચાંદીના દાગીના નથી. પોતે પત્રકાર હોવાનું જણાવ્યું છે. માત્ર 12 પાસ છે.

સુરત લોકસભા બેઠકના 13 ઉમેદવારો
સુરત લોકસભા બેઠકના 13 ઉમેદવારો

ધોરણ પાંચ સુધી ભણ્યાં છે : અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર ભરત પ્રજાપતિ ની ઉંમર 50 વર્ષ છે તેઓ સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં રહે છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. કોઈપણ ક્રિમિનલ કેસ નથી. એક વાહન છે. તેમની પાસે 58000 રૂપિયા છે જ્યારે તેમની પત્ની પાસે 60000 રૂપિયા છે. પત્ની પાસે એક તોલુ સોનુ છે. પોતાનું એક મકાન છે. છૂટક મજૂરી કરે છે. અમરેલીના ધોરણ પાંચ સુધી સરકારી શાળામાં આ ભણ્યા છે.

76 વર્ષીય યોગા ટીચર ઉમેદવાર : અપક્ષ ઉમેદવાર તરીકે સુરતના પોકારામ પણ ચૂંટણી લડવા માટે નામાંકન કર્યું છે. મૂળ રાજસ્થાનના છે અને 76 વર્ષના છે. રાજસ્થાનમાં એક ઝૂંપડામાં રહે છે. કુલ એક લાખ રૂપિયાના માલિક છે. યોગા ટીચર તરીકે તેઓ ગુજરાન ચલાવે છે. તેઓ અશિક્ષિત છે.

14,00,000ની લોન : અપક્ષ ઉમેદવાર તરીકે અજીતસિંહ ભૂપતસિંહ ઉમટે નામાંકન કર્યું છે. તેઓ ભેસાણ ખાતે રહે છે કોઈપણ ક્રિમિનલ કેસ નથી. તેઓ પોતે વેપારી છે. યુપીની યુનિવર્સિટીથી બીએ વિથ ઇંગલિશ કર્યું છે. 14 લાખ રૂપિયાની લોન લીધી છે. જંગમ મિલકત 9.50 લાખ મિલકત, સ્થાવર મિલ્કત 35 લાખ લાખની છે.

પત્રકાર પણ છે : બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતીએ નામાંકન કર્યું છે. તેઓ 58 વર્ષના છે અને સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહે છે. તેમની ઉપર એક પણ ક્રિમિનલ કેસ નથી. સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. તેઓ પત્રકાર છે. ધોરણ 10 પાસ છે. કુલ આવક 86,780 બતાવ્યું છે. એક મોટરસાયકલ છે અને સોના ચાંદીના ઘરેણાં નથી તેવું જણાવ્યું છે.

1,39 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત : સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે રહેતા 45 વર્ષીય કિશોર ડાયાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન કર્યું છે. તેમની ઉપર કોઈ ક્રિમિનલ કેસ નથી. તેઓ વેપારી છે અને ધોરણ 11 સુધી ભણ્યા છે. 15 લાખ રૂપિયાની જંગમ મિલકત છે જ્યારે, 1,39 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. લગભગ નવ ગ્રામ સોનું તેમની પાસે છે અને પત્ની પાસે પણ 8 ગ્રામ સોના છે.

માત્ર ધોરણ સાત સુધી ભણેલાં ઉમેદવાર : બહુજન સમાજ પાર્ટીથી નામાંકન કરનાર પરમાર નરેશભાઈ 60 વર્ષના છે. તેઓ સુરતના લાલ દરવાજા ખાતે રહે છે. તેમની ઉપર કોઈ ક્રિમિનલ કેસ નથી. કુલ 1.15 લાખ રૂપિયા તેમની પાસે છે જ્યારે પત્ની પાસે 1 લાખ રૂપિયા છે. તેઓ રિટાયર્ડ જીવન જીવી રહ્યા છે. માત્ર ધોરણ સાત સુધી ભણ્યા છે.

માત્ર ધોરણ છ સુધી ભણેલાં ઉમેદવાર : અપક્ષ તરીકે નામાંકન કરનાર બારિયા રમેશભાઈ 58 વર્ષના છે અને કરંજ લમ્બે હનુમાન રોડ ખાતે રહે છે. કોઈ ક્રિમિનલ કેસ નથી. તેમની પાસે કુલ 2.51 લાખ પત્ની ચંપાબેન પાસે 3.32 લાખ રૂપિયા છે. પત્ની પાસે ચાર તોલા સોનું છે જ્યારે તેમની પાસે નથી. અમરેલીમાં ખેતર છે. પત્નીએ મહિલા વિકાસ કો ઓપરેટિવ બેન્ક તેમજ ધીરાજ લક્ષ્મી મહિલા અર્બન કો ઓપરેટિવ સોસાયટી પાસેથી 13,00,000ની લોન લીધી છે. તેઓ માત્ર ધોરણ છ સુધી ભણ્યા છે. તેમની જંગમ મિલકત 39.50 લાખ છે જ્યારે મિલકત 21.48 લાખ છે.

90 લાખ રૂપિયા હોમ લોન : 52 વર્ષીય અબ્દુલ અમિત ખાન અડાજન પાર્ટી આ વિસ્તાર ખાતે રહે છે. તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીથી નામાંકન કર્યું છે. તેમની ઉપર કોઈ પણ ક્રિમિનલ કેસ નથી. કુલ અઢી લાખ રૂપિયા તેમની પાસે છે. 90 લાખ રૂપિયા હોમ લોન છે. પોતે વેપાર સાથે સંકળાયેલા છે
ધોરણ સાત સુધી ભણ્યા છે.

  1. કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણીએ નામાંકન ભર્યું, રોડ શો યોજી કર્યું શક્તિ પ્રદર્શન - Lok Sabha Elections 2024
  2. સુરત લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે સાદગીથી ભર્યુ ઉમેદવારી પત્ર - Lok Sabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.