ETV Bharat / state

Surat Daimond Industry : મંદીથી પસાર થઈ રહેલ સુરત ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકાનો નિર્ણય મુશ્કેલી ઊભી કરશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 5:28 PM IST

સુરત શહેરના હીરા ઉદ્યોગમાં હવે નવી મુશ્કેલી ઊભી થઈ છે. અમેરિકામાં રશિયાના હીરા પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે સુરત હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનો નુકસાન થવાનો વારો આવ્યો છે.અમેરિકાનો નિર્ણય સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જી ગયો છે.

Surat Daimond Industry : મંદીથી પસાર થઈ રહેલ સુરત ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકાનો નિર્ણય મુશ્કેલી ઊભી કરશે
Surat Daimond Industry : મંદીથી પસાર થઈ રહેલ સુરત ડાયમંડ ઉદ્યોગ માટે અમેરિકાનો નિર્ણય મુશ્કેલી ઊભી કરશે
રશિયાની તમામ હીરા પ્રોડક્ટ પર પ્રતિબંધ

સુરત : વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર સુરત શહેરના હીરા ઉદ્યોગમાં સંકટોના વાદળો ઘેરાયા છે. છેલ્લાં કેટલાક મહિનાથી મંદી પસાર થઈ રહેલ સુરત હીરા ઉદ્યોગ માટે હવે નવી મુશ્કેલી ઊભી થઈ છે. અમેરિકામાં રશિયાના હીરા પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેના કારણે સુરત હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનો નુકસાન થવાનો વારો આવ્યો છે. એક માર્ચથી અમેરિકામાં રશિયાના તમામ હીરા પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જેને લઇ સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

યુદ્ધની અસર : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધની અસર હવે સુરત હીરા ઉદ્યોગ પર સ્પષ્ટપણે જોવા મળશે. પહેલી માર્ચ રોજથી અમેરિકા રશિયાના રફ ડાયમંડમાંથી તૈયાર કોઈ પણ ડાયમંડ પ્રોડક્ટ ખરીદશે નહીં તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી મંદીમાંથી પસાર થઈ રહેલ સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે વધુ એક માટે માઠા સમાચાર છે.

બે લાખ કેરેટ ડાયમંડ ઈમ્પોર્ટ : આ પ્રતિબંધના કારણે સુરત હીરા ઉદ્યોગને વેપારમાં 35 ટકાનો ફટકો પડી શકે છે. અમેરિકાના ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ દ્વારા આ પ્રતિબંધો મૂકવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા રશિયાની અલરોઝા કંપની ઉપર મુકવામાં આવેલ પ્રતિબંધ છે. આ કંપની દ્વારા દર મહિને બે લાખ કેરેટ ડાયમંડ ઈમ્પોર્ટ થાય છે. પરંતુ એક મહિનાથી પ્રતિબંધના કારણે તેની સીધી સુરત સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે.

એક માર્ચથી પ્રતિબંધનો અમેરિકાનો નિર્ણય : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે અમેરિકા રશિયામાં ઉત્પાદિત વસ્તુઓ પર સતત બેન લગાવી રહી છે. એમાં પણ ખાસ કરીને રશિયાના માઈન્સમાંથી આવનાર રફ ડાયમંડથી તૈયાર થનાર જ્વેલરી ઉપર પણ પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યો છે. રશિયાના રફ ડાયમંડથી તૈયાર પ્રોડક્ટ પર બેન માટે અફેક્ટના ડેપ્યુટી ડિરેક્ટર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેના કારણે હવે એક કેરેટ કે તેનાથી પણ વધુ વજનદાર પોલિશ ડાયમંડ ઉપર અમેરિકામાં એક માર્ચથી પ્રતિબંધ લાગુ થશે. સૌથી અગત્યની વાત છે કે સુરત પાતળી સાઇઝના કે રફ ડાયમંડ હોય છે તે રશિયા પાસેથી ઈમ્પોર્ટ કરે છે. જેથી અડધા કેરેટથી લઈ પતલી સાઈઝના જે પણ હીરા જ્વેલરીમાં ઉપયોગમાં લેવાયો હશે તે અમેરિકામાં વેચાણ માટે પ્રતિબંધિત થઈ જશે.

અલરોઝા કંપનીનો 29 ટકાનો માઈન્સ રફ સપ્લાય : આ સમગ્ર મામલે હીરાના વેપારી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, G7 દેશના માધ્યમથી જ્યાંથી યુક્રેન રશિયાના યુદ્ધની શરૂઆત થઈ છે. ત્યારે અમેરિકા દ્વારા રશિયા પર અલગ અલગ આર્થિક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ભારતને લાગેવળગે ત્યાં સુધી ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને અલરોઝા કંપનીનો 29 ટકાનો માઈન્સ રફ સપ્લાયનો કંટ્રોલ હતો, પરંતુ જી સેવન અને અમેરિકાના પ્રતિબંધના કારણે રફ સપ્લાયમાં ત્રણથી પાંચ ટકા જ હિસ્સો રહ્યો છે. બે મહિના પહેલા થોડી રાહત આપવામાં આવી હતી. પાતળી સાઈઝના માલ ઈમ્પોર્ટ કરી શકાશે. પરંતુ પહેલી માર્ચથી જે નિયમો કડક થવા જઈ રહ્યા છે. કોઈપણ માલ ઈમ્પોર્ટ કરો તેના માઈનીંગ અંગેની જાણકારી આપવી રહેશે.

બેલ્જિયમના એન્ટ્રોપ સિટીથી મોનેટરીંગ : તેઓએ જણાવ્યું હતું કે, પહેલા મિક્સ ગુડ્સ તરીકે ટર્નઓવર કરવામાં આવતું હતું અને લોકોનું ટ્રાન્ઝેક્શન થતું હતું. પરંતુ આવતા દિવસોમાં આ નિયમના કારણે બેલ્જિયમના એન્ટ્રોપ સિટીથી મોનેટરીંગ થશે. જેના કારણે મિક્સ ગુડ્સ તરીકે ઇન્વોઈઝ નહીં થશે. તમે જ્યારે પણ કટ અને પોલીસ વેચશો ત્યારે તેની અંદર તમને સ્પષ્ટપણે લખવાનું રહેશે કે આજે રફ તમે વાપર્યું છે તે રશિયા કે આફ્રિકાનું છે. અમે ચોક્કસ માનીએ છે કે હવે જે પણ પ્રોડક્ટ તૈયાર થશે. આને ઇન્ટરનેશનલ માર્કેટમાં અમે વેચવા જઈશું સ્પષ્ટપણે આ બધી વિગતો લખવી પડશે કે આ રશિયન ગુડસનો માલ છે કે નહીં. 28 ટકા માલ રશિયાથી સપ્લાય થાય છે અને ભારત આવે છે પોલિશિંગ કર્યા બાદ ઇન્ટરનેશનલ માર્કેટમાં અમે વેચીએ છીએ તો ચોક્કસથી તેની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળશે.

  1. Budget 2024 - 25 : સુરતના હીરા ઉદ્યોગપતિઓ બજેટથી થયા નાખુશ, ઉદ્યોગપતિઓએ આપી પ્રતિક્રિયા
  2. Surat Crime: ચમકદાર હીરાના નામે ચાલતો કાળો કારોબાર, આરોપીઓએ કર્યો 64 મિલિયન ડોલરથી વધુનો કાંડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.