Surat Crime : ઓલપાડ પરા વિસ્તારના ગુનાહિત ભૂતકાળ ધરાવતાં યુવકની હત્યા, આશરો આપેલા ઇસમોએ જ કર્યું ષડયંત્ર

author img

By ETV Bharat Gujarati Desk

Published : Jan 25, 2024, 8:12 PM IST

Surat Crime : ઓલપાડ પરા વિસ્તારના ગુનાહિત ભૂતકાળ ધરાવતાં યુવકની હત્યા, આશરો આપેલા ઇસમોએ જ કર્યું ષડયંત્ર

સુરતના ઓલપાડમાં એક યુવકની તેના ઓળખીતા અન્ય યુવકોએ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકે જ ચાર અજાણ્યાં ઇસમોને આશરો આપ્યો હતો અને તેઓ જ હત્યા કરી ફરાર થઇ ગયાં હતાં. યુવકની હત્યાના મામલાને લઇ ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત : ઓલપાડના પરા વિસ્તારમાં રહેતા અંજર હૈદરઅલી મલેક નામના યુવકની અજાણ્યા ચાર ઈસમોએ ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી.. યુવકની હત્યાં કરનારા તેના પરિચિત હોવાની ચર્ચા છે. કેમકે મૃતકે જ પોતાના ઘરની બાજુમાં આવેલા મકાનમાં ચાર અજાણ્યા ઈસમોને આશરો આપ્યો હતો અને એજ ચાર ઈસમો બુધવારની રાત્રે માત્ર પાંચ મિનિટમાં હત્યા કરી બે મોપેડ પર ફરાર થઇ ગયાં હતાં. ગુનાહિત ભૂતકાળ ધરાવતા યુવાનની ઘાતકી હત્યા કરવાની ઘટના બાદ ચકચાર મચતા પોલીસ ઘટનાં સ્થળે પહોંચી તપાસમાં લાગી હતી.

ઓલપાડ પોલીસ મથકના પરા મહોલ્લામાં અંજાર અલીની હત્યા થઈ છે. આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા બે મોપેડ પર ચાર લોકો ભાગતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફરિયાદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે..મૃતકના હાથ પાસેથી દેશી રિવોલ્વર પણ મળી આવી છે. જોકે સ્થળ પર ફાયરિંગ થયું નથી...નિધિ ઠાકુર સુરત ગ્રામ્ય ASP

મોડી રાત્રે ઘરે આવતો : ઓલપાડ ટાઉનનાં પરા વિસ્તારમાં રહેવા સાથે જમીનને લગતા કામકાજ કરતો આવેલો અંજર હૈદરઅલી મલેક કે જે નિત્યક્રમે મોડી રાત્રે ઘરે આવતો હોય બુધવારની મોડી રાતે દોઢ વાગ્યા પછીના સમયગાળામાં ઘરે આવી પોતાની ફોરવ્હીલ કાર પાર્કીંગમાં મુકવા જતો હતો. પણ પાર્કીંગ આગળ એક મોપેડ સ્ટીયરીંગ લોક મારીને મુકેલી હોય અંજર તેને ખસેડવાની કોશીશ કરી હતી.

સીસીટીવીમાં શું જોવા મળ્યું :પોલીસને મળેલા સીસીટીવીમાં કારને ઘરની સામે પાર્ક કરી તે જે ઘરમાં રહેતો હતો તેની બાજુનું ઘર કે જે અંજર મલેકનું હોય ત્યાં ગયા બાદ તે ફરી પરત કાર પાંસે આવેલો નહીં પણ માત્ર પાંચ મીનીટનાં સમયગાળા બાદ તે ઘરમાંથી ચાર યુવાનો નીચે આવી બે એક્ટિવા મોપેડ લઇ ફરાર થઈ જાય છે. માત્ર ત્રણ મિનિટ બાદ ફરી બે યુવકો એક્ટિવા લઈને આવી તે પૈકીનો એક ઈસમ દોડીને મકાનમાં જાય છે અને ખરાઈ કરી ફરી એક્ટિવા લઈ કે ઈસમો ભાગી જવા સુધીની આખી ઘટનાં સીસીટીવીમાં રેકોર્ડ થયેલા ફૂટેજમાં જોવા મળી છે.

પરિવારને સવારે જાણ થઇ : જ્યારે ગુરુવારની સવારે અંજરની કાર ઘર આગળ પાર્ક કરેલી જોયા બાદ તે ઘરમાં ન આવતા રાત્રે બાજુનાં ઘરમાં કે જ્યાં ત્રણ ચાર દિવસ પહેલા અંજર મલેક પોતાનાં ચાર મિત્રોને રહેવા માટે લાવ્યો હોય ત્યાં સુતેલો હોવાનું અનુમાન પરિવારે લગાવ્યું હતું. ત્યાં જઇને તપાસી જોતાં ઘરનાં અંદરનાં ભાગે અંજર મલેકનો લોહીનાં ખાબોચિયાંમાં મૃતદેહ પડેલો હોવાનું જોતા બુમાબુમ થતા લોકો ઘટનાંસ્થળે એકઠા થવા સાથે હત્યાની ઘટનાં બાબતે પોલીસને માહીતી આપતા ઓલપાડ પોલીસ ઘટના સ્થળે આવી તપાસમાં લાગી હતી.

ગુનાહિત ઇતિહાસ : તલાટી કમ મંત્રીનો દીકરો અંજર મલેકનાં લગ્ન સુરત ખાતે થયા હોય તે સંતાન અને પત્ની સાથે મોટા બાપાનાં ઘરે રહેતો હતો. તેનો મોટોભાઈ એન્જીનીયર હોય અંજર જમીનનાં કામકાજ સાથે સંકળાયેલો હતો. જમીનનાં કામો કરતો અંજર મલેક પોતાની સાથે પરવાના વગરનૈ પીસ્તોલ જેવા હથ્યાર રાખવાનો શોખ ધરાવતો હોય તે અગાઉ પીસ્તોલ સાથે પોલીસનાં હાથે પકડાયો પણ હતો. આમ ગુનાહિત ભૂતકાળ ધરાવતાં અંજર મલેકની બુધવારની મોડી રાત્રે ચપ્પુનાં ઘા મારી હત્યા કરી નાંખવાની ઘટનાં માત્ર તેના મૃતદેહ પાસેથી હત્યામાં કામે લેવાયેલ ચપ્પુ તથા તેનાં હાથ પાસેથી એક પીસ્તોલ પણ મળી આવેલી પણ પોલીસના કહેવા મુજબ પીસ્તોલમાંથી ઘટના સ્થળે ફાયરીંગ થવાની બાબતના પુરાવા મળ્યાં નથી.

પૂર્વાયોજીત કાવતરું : જ્યારે અંજર મલેકે જે ચાર મિત્રોને પોતાનાં ઘરે રાખ્યા એ ચાર મિત્રોએ ભેગામળી અંજરની હત્યા કરવા પાછળ પૂર્વ આયોજીત કાવતરું સાથે તેમની વચ્ચે એવી કંઈ બાબતે ખટરાગ ઉભો થયો કે હત્યાની ઘટનાને અંજામ અપાયો તેવા વિવિધ બાબતની લોકોમાં ચર્ચા ઉભી થઈ છે. જ્યારે હત્યાની ઘટનાંમાં એસીપી નિધિ ઠાકુર સહિત અન્ય અધિકારી તપાસમાં કામે લાગી સીસીટીવી ફૂટેજના આધારે શકમંદને લાવી પૂછપરછ હાથ ધરી છે.

  1. Manoj Shukla Murder Case: મનોજ શુક્લા હત્યા કેસમાં 11ને આજીવન કેદની સજા, જાણો સમગ્ર મામલો
  2. Bharuch Crime : હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર કોંગ્રેસ નેતા સુલેમાન ઝડપાયો, જાણો શું છે મામલો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.