જૂનાગઢઃ કેરીની સીઝન મોડી પરંતુ હવે ધીમે ધીમે રંગત માં આવતી જોવા મળી રહી છે આજના દિવસે જૂનાગઢની સ્થાનિક છૂટક બજારમાં કેસરની સાથે રત્નાગીરી આફૂસ દક્ષિણ ભારત માંથી આવતી બદામ તોતાપુરી રાજાપુરી સહિત ગીરની સ્થાનિક સિંદુરીઓ અને દેશી કેરીનું આગમન પણ સ્થાનિક બજારમાં થઈ રહ્યું છે આ વખતે પ્રથમ વખત કેરીની આ સિઝનમાં કેસરની સાથે અન્ય સ્થાનિક કેરી પણ બજારમાં જોવા મળી રહી છે પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજાર ભાવોને લઈને સ્વાદના શોખીનો માટે થોડા માઠા સમાચાર પણ સામે આવી રહ્યા છે આજના દિવસે જુનાગઢ ની સ્થાનિક છૂટક બજારમાં કેસર કેરીના ભાવો પ્રતિ એક કિલો 150 રૂપિયા ની આસપાસ જોવા મળી રહ્યા છે.
કેવા ચાલી રહ્યા છે બજાર ભાવઃ સામાન્ય રીતે કેરીની આ સિઝનમાં સૌરાષ્ટ્રની બજારમાં કેસર કેરીનો દબદબો જોવા મળતો હોય છે પરંતુ આ વખતે ચિત્ર થોડું બદલાયું છે આજના દિવસે જૂનાગઢની સ્થાનિક બજારમાં પ્રતિ એક કિલો કેસર કેરીના બજાર ભાવ 150 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે જે ગત વર્ષની સરખામણીએ લગભગ બમણા હોવાનું પણ સામે આવ્યું છે તો બીજી તરફ મહારાષ્ટ્રના રત્નાગીરીથી આવતી આફૂસ પણ આ વખતે જૂનાગઢની છૂટક બજારમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે રત્નાગીરી આફુસ 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહી છે આ સિવાય દક્ષિણ ભારતમાંથી આવતી બદામ તોતાપુરી લાલબાગ જેવી કેરીઓ પ્રતિ એક કિલો 60 થી લઈને 80 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.