ETV Bharat / state

Shree Somnath Sanskrut Uni.: 16મા પદવીદાન સમારોહમાં મરણોપરાંત પીએચડીની ડીગ્રી એનાયત કરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2024, 3:52 PM IST

16મા પદવીદાન સમારોહમાં મરણોપરાંત પીએચડીની ડીગ્રી એનાયત કરાઈ
16મા પદવીદાન સમારોહમાં મરણોપરાંત પીએચડીની ડીગ્રી એનાયત કરાઈ

રાજ્યની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં આજે 16મો પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. જેમાં પ્રાચીના મૃતક જયેશ મહેતાને મરણોપરાંત પીએચડીની પદવી એનાયત કરાઈ હતી. આ ઘટના સંસ્કૃત યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમવાર બની હતી.

કુલ 697 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ

ગીરસોમનાથઃ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં આજે 16મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિશેષ હાજર રહીને સંસ્કૃત વિષયમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીના કુલ 697 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. જેમાં શાસ્ત્રી, આચાર્ય અને પીએચડી કક્ષાની પદવીઓનો સમાવેશ થાય છે. કુલ 31 વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં વિશેષ યોગદાન સાથે અભ્યાસ પૂર્ણ કરવા માટે સુવર્ણ અને રજત ચંદ્રકથી પણ સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં કરવામાં આવેલા અભ્યાસને બીરદાવાયો હતો.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ યોજાયો
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ યોજાયો

પ્રથમ વાર મરણોપરાંત પદવીઃ સંસ્કૃત યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વિદ્યાર્થીને મરણોપરાંત પદવી એનાયત કરવાની ઘટના પણ આજે બની હતી. મૂળ પ્રાચી ના અને સંસ્કૃત યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા જયેશ મહેતા નામના વિદ્યાર્થીનું અભ્યાસ દરમિયાન આકસ્મિક મોત થયું હતું. જયેશ મહેતાએ તેના અવસાન અગાઉ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ અને તેમને આપવામાં આવેલું અસાઈમેન્ટ યુનિવર્સિટીમાં રજૂ કર્યુ હતું. યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની વિશેષ મંજૂરી સાથે સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરેલા સ્વર્ગસ્થ જયેશ મહેતાને પદવી માટે યોગ્ય ગણવામાં આવ્યા હતા. આજે તેમના પત્ની હિરલ મહેતાને મરણોપરાંત જયેશ મહેતાની પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.

આજે મારા સ્વર્ગસ્થ પતિનું પીએચડી કરવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. હું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો આભાર માનું છું...હિરલ મહેતા(મૃતક જયેશ મહેતાના પત્ની, પ્રાચી, ગીર સોમનાથ)

યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની વિશેષ મંજૂરી સાથે સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરેલા સ્વર્ગસ્થ જયેશ મહેતાને પદવી માટે યોગ્ય ગણવામાં આવ્યા હતા. આજે તેમના પત્ની હિરલ મહેતાને મરણોપરાંત જયેશ મહેતાની પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. ...દશરથ જાદવ(કુલ સચિવ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ)

  1. Somnath News : વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ભાષાના પ્રોત્સાહન હેતું દર શુક્રવારે વાગ્વર્ધિની સભા, બોલવાનું શીખવાશે
  2. સંસ્કૃત ભાષા સાત સમંદર પાર પહોંચી, ઈરાન-થાઈલેન્ડથી અભ્યાસ હેતું આવ્યા વિદ્યાર્થીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.