ETV Bharat / state

Mahashivratri Melo 2024 : મહાશિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે સાધુ-સંતોના સૂચન, ધારાસભ્યએ આપી ધરપત

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 10:46 AM IST

આગામી 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધી ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન થશે. જેને લઈને આજે કમંડળ કુંડના મહંત મહેશગીરી બાપુ તથા ભવનાથના સાધુ-સંતો અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની એક સંયુક્ત બેઠકનું આયોજન થયું હતું. જેમાં મેળાના સુચારુ આયોજનને લઈને સાધુ-સંતોએ વહીવટ તંત્ર સમક્ષ કેટલીક માંગ રજૂ કરી હતી.

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાનું આયોજન
જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાનું આયોજન
મહાશિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે સાધુ-સંતોના સૂચન

જૂનાગઢ : આગામી 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધી ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે મેળાના સુચારુ આયોજન સંદર્ભે સાધુ-સંતો દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રને કેટલી રજૂઆત કરવામાં આવી છે. આ બેઠકમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ સાથે ભવનાથ મંડળના સાધુ-સંતો અને નાના વેપારીઓ સામેલ થયા હતા. સાધુ-સંતોએ આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ જૂનાગઢના પદાધિકારીઓ આપ્યા હતા.

મહાશિવરાત્રી મેળા સંદર્ભે બેઠક : આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથ તળેટી વિસ્તારમાં ખાસ કરીને મેળા દરમિયાન અસ્થાયી શૌચાલય ઉભા કરવાની તાકી જરૂરિયાત હોવાનું ભવનાથના સાધુ-સંતોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓને રજૂઆત કરી હતી. આ સિવાય લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ મળી રહે તે માટેની વ્યવસ્થા કરતા ઉતારા મંડળોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમજ સફાઈની પૂરતી વ્યવસ્થા થાય તે માટે સફાઈ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવાની માંગ પણ કરવામાં આવી છે.

મહાશિવરાત્રી મેળા સંદર્ભે બેઠક
મહાશિવરાત્રી મેળા સંદર્ભે બેઠક

સાધુ-સંતોના સૂચન : શિવરાત્રીનો મેળો એકમાત્ર ભવનાથ તળેટીમાં આયોજીત થતો હોય છે. ત્યારે પાંચ દિવસ સુધી અસ્થાયી રૂપે દૂધ, કરિયાણું, શાકભાજી અને ગેસ સિલિન્ડરની વ્યવસ્થા ભવનાથ વિસ્તારમાં જ ઊભી કરવામાં આવે તો લાખોની સંખ્યામાં એકત્ર થયેલા શ્રદ્ધાળુઓની વચ્ચેથી સામાનની હેરાફેરી માટે કોઈ અગવડતા ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવાનું સૂચન ભવનાથના સાધુ-સંતોએ કર્યું છે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત : ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રી મેળામાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તેમની સુરક્ષાને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસ સહિત સોમનાથ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર પોલીસને પણ બોલાવવામાં આવે છે. ઉપરાંત આ વર્ષે મહા શિવરાત્રીના મેળાનું મોનિટરિંગ CCTV કેમેરા મારફત કરવામાં આવે, જ્યાં વહીવટી તંત્રને ખૂબ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ શકે તેવા સ્થળો પર ડ્રોન કેમેરા મારફતે મેળાની સુરક્ષા કરવામાં આવે તેવું સૂચન ભવનાથના સાધુ-સંતોએ કર્યું છે.

ધારાસભ્યએ આપ ધરપત : આ બેઠકમાં ઉપસ્થિત રહેલા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ સરકાર પક્ષ તરફથી તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવશે તેવો ભરોસો ભવનાથના સાધુ-સંતોને આપ્યો હતો. જે પ્રમાણે ભવનાથના સાધુ-સંતો પારંપરિક મેળાનું આયોજન ઈચ્છી રહ્યા છે, તે પ્રકારે મહાશિવરાત્રીના મેળાનું આયોજન થાય તે માટે સરકારમાં તમામ પ્રકારની મદદ અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ માટે સરકાર તરફથી મોટાભાગની જવાબદારી જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ લીધી હતી.

  1. Bade Madan Mohan Lalji : જૂનાગઢમાં બડે મદનમોહન લાલજીનો મહાઉત્સવ, હાથી-ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી
  2. Junagadh News: કન્યાશાળામાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણનું પ્રદર્શન યોજાયું, 125 વિદ્યાર્થીઓની કુલ 65 કૃતિ રજૂ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.