ETV Bharat / state

"ઈન્ટરનેશનલ પોલિસી-એ કેટલિસ્ટ ટુ વિકસિત ભારત" સંદર્ભે જયશંકરે વિશદ રજૂઆત કરી - S Jaishankar

આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત કાર્યક્રમમાં "ઈન્ટરનેશનલ પોલિસી-એ કેટલિસ્ટ ટુ વિકસિત ભારત" વિષય પર એસ. જયશંકરે વિશદ રજૂઆત કરી.

"ઈન્ટરનેશનલ પોલિસી-એ કેટલિસ્ટ ટુ વિકસિત ભારત"

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 10:32 PM IST

Updated : Apr 3, 2024, 9:58 AM IST

"ઈન્ટરનેશનલ પોલિસી-એ કેટલિસ્ટ ટુ વિકસિત ભારત"

અમદાવાદઃ "ઈન્ટરનેશનલ પોલિસી-એ કેટલિસ્ટ ટુ વિકસિત ભારત" સંદર્ભે જયશંકરે વિશદ રજૂઆત કરી. જયશંકરે GCCI દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ રજૂઆત કરી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં GCCIના પ્રમુખ અજય પટેલે વડાપ્રધાનના વિકસિત ભારત વિશેના વિઝનની વાત કરી હતી.

વિદેશ મંત્રાલયની પ્રશંસાઃ અજય પટેલે પોતાના વક્તવ્યમાં વિદેશ મંત્રાલયની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, વિશ્વ કક્ષાએ ભારતનું સ્થાન તેમજ આપણી આર્થિક ક્ષમતા વધારવા આપણા વિદેશ નીતિ માળખાની મજબૂત ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતના વ્યૂહાત્મક જોડાણો, અનુકૂળ વ્યાપાર વાતાવરણ અને પ્રગતિશીલ નીતિ સુધારાઓને કારણે, છેલ્લા એક દાયકામાં એફડીઆઈમાં જોવા મળેલા નોંધપાત્ર ઉછાળા વિષે વાત કરી હતી. તદુપરાંત, તેમણે કઠિન પરિસ્થિતિ ના સમયમાં અન્ય દેશોમાંથી ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા સફળ સ્થળાંતર કામગીરીના પ્રશંસનીય પ્રયાસો માટે વિદેશ મંત્રાલયની પ્રશંસા કરી હતી.

ગુજરાતનું યોગદાનઃ આ પ્રસંગે એસ. જયશંકરે ભારતની “વિકસિત ભારત” બનવાની યાત્રામાં ગુજરાતના વિશાળ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે "વિકસિત ભારત" બનવાની યાત્રામાં 5 બાબતના મહત્વ વિશે વાત કરી હતી. જેમાં ઉત્પાદન, વપરાશ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને ડેમોગ્રાફીનો સમાવેશ થાય છે. તેમણે ભારતની વિદેશ નીતિની સૂક્ષ્મ જટિલતાઓ અને રાષ્ટ્રીય હિતોને આગળ વધારવામાં, વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા તેમજ વિકસતા ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપને નેવિગેટ કરવામાં વિદેશ નીતિની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.

રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો: એસ. જયશંકરે વૈશ્વિક મંચ પર શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહિત કરવા બાબતે આપણા રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમજ ભારતના આંતરરાષ્ટ્રીય જોડાણોના પાયાના પથ્થર તરીકે ડિપ્લોમસીના મહત્વની પણ ચર્ચા કરી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર ભારતના વિકાસના માર્ગને આગળ ધપાવવા અને આપણા દેશની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે આર્થિક ડિપ્લોમસીનો લાભ લેવા બાબતે પણ સક્રિય છે.

GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ મિહિર પટેલે આભારવિધિ કરતા માનનીય કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી ડૉ. એસ. જયશંકરજીની વિદેશ નીતિ અંગેની આગવી સૂઝ તેમજ તેઓની ભારતના રાજદ્વારી હિતોને આગળ વધારવા માટે અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી તેમજ તેઓની ઉપસ્થિતિ માટે GCCI તરફથી આભાર વ્યક્ત કર્યો હતો. GCCIના માનદ મંત્રી અપૂર્વ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં GCCI ના સભ્યોએ સક્રિયપણે ભાગ લીધો હતો.

  1. ગુજરાત એ દેશનું આર્થિક પાવર હાઉસ-એસ.જયશંકર - S Jaishankar
  2. "ડેમોક્રેસી કેન ડિલિવર" આ વાત ભારતે સાબિત કરી-એસ. જયશંકર - S Jaishankar

Last Updated : Apr 3, 2024, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.