ETV Bharat / state

Vidhyut Sahayak Bharti : રાજકોટ પીજીવીએલ ઓફિસ બહાર 3 દિ'થી વિદ્યુત સહાયક ભરતી ઉમેદવાર ધરણા, માગણી શું છે?

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 3:33 PM IST

રાજકોટ પીજીવીસીએલની ઓફિસ બહાર એનએસયુઆઈ કાર્યકર્તાઓના સહકારથી વિદ્યુત સહાયક ભરતી ઉમેદવાર ધરણા કરી રહ્યાં છે. ત્રણ દિવસથી ચાલી રહેલા ધરણા કરનારા ઉમેદવારોની માગણી શું છે તે જાણીએ.

Vidhyut Sahayak Bharti :  રાજકોટ પીજીવીએલ ઓફિસ બહાર 3 દિ'થી વિદ્યુત સહાયક ભરતી ઉમેદવાર ધરણા, માગણી શું છે?
Vidhyut Sahayak Bharti : રાજકોટ પીજીવીએલ ઓફિસ બહાર 3 દિ'થી વિદ્યુત સહાયક ભરતી ઉમેદવાર ધરણા, માગણી શું છે?
વેઇટિંગ લિસ્ટની સમય મર્યાદા વધારવાની માગણી

રાજકોટ : રાજકોટ પીજીવીસીએલ ઓફિસ બહાર છેલ્લા ત્રણ દિવસથી વિદ્યુત સહાયક ભરતી ઉમેદવાર ધરણા કરી રહ્યાં છે. તેમની સાથે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા ધરણા યોજવામાં આવી રહ્યા છે. જ્યારે આ ઉમેદવારોની માંગણી છે કે તેમની ભરતી કરવામાં આવે અથવા તો તેમના વેઇટિંગ લિસ્ટની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે, આ સાથે જ જ્યાં સુધી પીજીવીસીએલ દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઓફિસ બહાર ધરણા ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કરવાના છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ ધરણા અને વિરુદ્ધ પ્રદર્શનનો કાર્યક્રમ યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં પીજીવીસીએલની ઓફિસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

ત્રણ દિવસથી ઉમેદવારોના ધરણા : સુરેન્દ્રનગર ખાતેથી વિદ્યુત સહાયકની ભરતી માટે રાજકોટ ખાતે આવેલા વિજય નામના ઉમેદવારે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા ચાર દિવસથી રાજકોટ ખાતે આવ્યા છીએ અને છેલ્લા ત્રણ દિવસથી અમારા ધરણા કરીએ છીએ.

અમારી માંગ છે કે અમારી ભરતી કરવામાં આવે, અથવા તો વેઇટિંગ લિસ્ટમાં અમારી સમય મર્યાદા વધારવામાં આવે. અમે તમામ ઉમેદવારોએ ગત તારીખ 1-1- 2023ના રોજ વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા આપી હતી. ત્યારથી અમે બેરોજગાર છીએ અને આ ભરતી માટેની આશા લઈને બેઠા છીએ કે ભરતી કરવામાં આવશે. આ મામલે અમે વારંવાર પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરી હતી તેમજ કહ્યું હતું કે ભરતી કરો. ત્યારે તેઓ પણ માત્ર આશ્વાસન આપી રહ્યા છે કે ભરતી કરશું, પરંતુ આ ભરતી ક્યારે કરવામાં આવશે તે સ્પષ્ટપણે જણાવી નથી રહ્યાં. વિજય ( ઉમેદવાર )

જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા : ધરણા ઉપર બેઠેલા અન્ય ઉમેદવાર પ્રકાશ રાઠોડે ઈટીવી ભારત ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 6,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ ભરતી માટેની પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 300 જેટલા જ વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી છે. તેમજ બાકીના વિદ્યાર્થીઓને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. જ્યારે આ વેઇટિંગ લિસ્ટની સમય મર્યાદા પણ હવે પૂર્ણતાના આરે છે. અમારે આ ભરતીમાં નેવું જેટલા માર્ક આવ્યા હોવા છતાં પણ અમારી ભરતી કરવામાં આવી નથી રહી. જ્યારે અમે 46 જેટલા ડિવિઝનમાં આ મામલે આરટીઆઇ કરી હતી જેમાંથી આઠ ડિવિઝનની જવાબ આવ્યો છે. જેમાં સામે આવ્યું હતું કે 300 કરતાં વધુ જગ્યાઓ ખાલી છે છતાં પણ ભરતી કરવામાં આવતી નથી.

NSUI પણ વિદ્યાર્થીઓમાં સમર્થનમાં : સમગ્ર મામલે ગુજરાત NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો ભરતી માટે અહી ધરણાં પર બેઠા છે. જ્યારે સાચા ઉમેદવારો છે અને ભરતીમાં 90કરતાં વધુ માર્ક લઈને ઉમેદવારો આવ્યા છે. એવામાં સાચા ઉમેદવારોની પીજીવીસીએલ દ્વારા ભરતી કરવામાં આવતી નથી. જ્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલી જગ્યાઓ ખાલી છે તે મામલે આરટીઆઈ કરવામાં આવી હતી જેમાં પણ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે પરંતુ સરકાર અને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ભરતી કરવામાં આવતી નથી. જેને લઇને આ વિદ્યાર્થીઓ ન્યાય માટે અહીંયા ધરણા ઉપર બેઠા છે.

અમે મહેકમમાં ખાલી જગ્યા આધારિત ભરતી કરી : સમગ્ર મામલે રાજકોટ પીજીવીસીએલ ચીફ એન્જિનિયર ડી વી લાખાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઉમેદવારોની જે વાત છે તે અંગે એમને એક વખત જણાવ્યું છે કે જે જગ્યાઓ ભરવાની થતી હતી તે અમે ભરી દીધી છે. જ્યારે હવે અમારા મહેકમમાં જે જગ્યાઓ ખાલી પડશે તે લીસ્ટ આધારિત અમે ભરતી કરશું. અત્યાર સુધીમાં મહેકમમાં જે જગ્યાઓ ભરવાની થાય છે તે તમામ જગ્યાઓ અમે ભરી છે અને છેલ્લા ચાર દિવસ પહેલાં પણ છેલ્લો લોડ જે ભરવાનો હતો તે પણ ભરી દીધી છે. જેને લઇને હવે કોઈ ભરતી માટેની પ્રક્રિયા હાલ શરૂ નથી. જ્યારે ઉમેદવારોએ જે આરટીઆઈ કરી તે અમારી હેડ ઓફિસની વાત છે.

  1. વધુ એક ભરતી રદ ! ઉમેદવારોને મળ્યો ન્યાય, GETCO વિદ્યુત સહાયક ભરતીમાં ક્ષતિ સામે આવી, જાણો સમગ્ર મામલો...
  2. Porbandar News : ગુજરાત વિદ્યુત બોર્ડ ભરતી કૌભાંડમાં પોરબંદરની ટીંબી પ્રાથમિક સ્કૂલના આચાર્યની સંડોવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.