ETV Bharat / state

સાંસદ વિનોદ ચાવડાએ કરેલા વિકાસકાર્યોના સરવૈયા સામે કચ્છ કોંગ્રેસના સવાલો - Loksabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 2:24 PM IST

કચ્છ લોકસભા બેઠક
કચ્છ લોકસભા બેઠક

કચ્છ લોકસભા બેઠક પર 2 ટર્મથી સાંસદ રહેલા વિનોદ ચાવડાને ભાજપે ત્રીજી વાર રીપીટ કર્યા છે. વિનોદ ચાવડાએ તેમના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યોનું સરવૈયું ETV Bharat ના માધ્યમથી રજૂ કર્યું હતું. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે, ત્યારે કચ્છ કોંગ્રેસ પ્રતિનિધિએ વિનોદ ચાવડાની ખૂટતી કડીઓ જણાવી હતી.

વિનોદ ચાવડાએ કરેલા વિકાસકાર્યોના સરવૈયા સામે કચ્છ કોંગ્રેસના સવાલો

કચ્છ : ભાજપ સાંસદ વિનોદ ચાવડા 2014 અને 2019 એમ બે ટર્મથી કચ્છ લોકસભા બેઠકના સાંસદ રહ્યા છે. હવે ભાજપે ત્રીજીવાર વિનોદ ચાવડાને ટિકિટ આપી તેમને રિપીટ કર્યા છે. આમ તો 1996 કચ્છ લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. પરંતુ સતત ત્રીજીવાર વિનોદ ચાવડા પર વિશ્વાસ મૂકવાનું કારણ તેમના કાર્ય અથવા જાતીય સમીકરણો પણ હોય શકે.

વિનોદ ચાવડા સાથેની ખાસ વાતચીત : કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલા વિકાસકાર્યોનું સરવૈયું ETV Bharat ના માધ્યમથી જનતા સમક્ષ ધર્યું હતું. વિનોદ ચાવડા સાથેની ખાસ વાતચીતનો અહેવાલ હજુ સુધી નથી જોયો તો આ લિંક પર ક્લીક કરો...

કચ્છ કોંગ્રેસનું મંતવ્ય : દરેક સિક્કાની બે બાજુ હોય છે. ત્યારે વિનોદ ચાવડાએ પોતાના કાર્યકાળના કાર્યો અને કચ્છના વિકાસની વાતોની ખરાઈ કરવી જરૂરી હતી. ETV Bharat દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રામદેવસિંહ જાડેજા સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેઓએ કચ્છના વિકાસમાં ખૂટતી કડીઓ વિશે માહિતી આપી હતી.

સાંસદના કાર્યોની ખૂટતી કડી : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સાંસદના કાર્યોની વાત કરીએ તો ખરેખર મને ક્યાં ઉપલબ્ધી દેખાતી નથી. કારણ કે આટલી બધી સમસ્યાઓ અને પ્રશ્નો છે, જેને ઉપલબ્ધી નહીં પણ ખૂટતી કડી ચોક્કસ કહી શકાય. સાંસદની ખૂટતી કડીઓ છે કારણ કે જે કચ્છને મળવું જોઈએ જે આપણે નથી મળી રહ્યું. કચ્છના પ્રતિનિધિઓએ કચ્છના વિકાસ માટે અવાજ ઉપાડવા જોઈએ, તેના બદલે હવે ધાર્મિક એજન્ડા અને પરિવારવાદ લઈ લોકો સમક્ષ નીકળતા હોય છે.

કચ્છ જિલ્લાના પડતર પ્રશ્નો : કચ્છના સાંસદ તરીકે કચ્છના વિસ્તારમાં ખૂટતા પ્રશ્નો ઉપાડવા જોઈએ. જેમાં કચ્છને ટ્રેન ફાળવવી, ભુજ સુધી સેવા વિસ્તારવી તેમજ એરપોર્ટ સુવિધા, નવી ફલાઇટની સુવિધા અને ભાડામાં ઘટાડો કરવો વગેરે જેવી કામગીરી થવી જોઈએ જે નથી થઈ. આ ઉપરાંત જિલ્લાની સરકારી હોસ્પિટલ ખાનગી કંપનીને સંચાલન માટે સોંપી દેવાઈ છે. સાથે જ શિક્ષકોની ઘટ, જે લાંબા સમયથી પૂરી નથી થઈ. જિલ્લામાં બેરોજગાર લોકો વધી ગયા છે.

કચ્છ કોંગ્રેસની જનતા જોગ અપીલ : નર્મદાના મુદ્દે પણ ખેડૂતોના પ્રશ્નો છે અને વિરોધ પ્રદર્શનો પણ હોય છે. ઉદ્યોગોને પૂરતી સુવિધા આપવામાં આવે છે, પણ લોકોને સુવિધા પૂરી નથી પાડવામાં આવી રહી. કોંગ્રેસ આ તમામ મુદ્દાઓને લઈને ચૂંટણીમાં લોકો સમક્ષ જઈ રહી છે અને કચ્છની પ્રજાને પરિવર્તન લાવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.

Loksabha Election 2024: કચ્છ લોકસભા બેઠક માટે નિતેશ લાલનને કોંગ્રેસે આપી ટિકિટ, ભાજપ સાંસદ વિનોદ ચાવડા સાથે ટક્કર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.