ETV Bharat / state

Navsari News: જનેતા એ જનેતા છે, પછી ભલે તે રાણી પશુ દીપડી કેમ ના હોય ???

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 9:49 PM IST

વિખુટા પડેલા બચ્ચાને મેળવીને દીપડી ભાવુક થઈ
વિખુટા પડેલા બચ્ચાને મેળવીને દીપડી ભાવુક થઈ

ચીખલી તાલુકાના ખુંદ ગામે દીપડીનો માતૃ પ્રેમ સીસીટીવીમાં કેદ થયો છે. વિખુટા પડેલા પોતાને બચ્ચાને ફરી તેડી જતી દીપડીનો માતૃપ્રેમ છલકાયો. વાંચો જંગલી પશુમાં રહેલા મમત્વ વિશે વિગતવાર. Navsari Chikhli the panther Cub Reunion

દીપડીએ ફરીથી મળી આવેલ બચ્ચા પર વહાલ વરસાવ્યું અને લઈ ગઈ

નવસારીઃ ચીખલી તાલુકાના ખુંદ ગામે દીપડીનો અદભૂત માતૃપ્રેમ સીસીટીવીમાં કેદ થયો છે. રાની પશુમાં કેટલો પારિવારીક પ્રેમ છે તેનું આ વીડિયો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પોતાના વિખૂટા પડેલા નાનકડા બચ્ચાને ફરીથી મેળવીને દીપડીની છાતી મમતાથી ભરાઈ આવી. દીપડીએ ફરીથી મળેલા બચ્ચા પર ખૂબ જ વ્હાલ વરસાવ્યું હતું. જો કે દીપડી અને તેના 2 માસના બાળ દીપડાના પુનઃમિલનમાં વન વિભાગે સિંહ ફાળો ભજવ્યો હતો.

સમગ્ર ઘટનાક્રમઃ ચીખલી તાલુકાના ખુંદ ગામે ધીરુ પટેલનું શેરડીનું ખેતર આવેલ છે. આ ખેડૂતને ખેતરમાંથી એકલવાયું 2 માસનું દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું. ખેડૂતે સૌ પ્રથમ દીપડીના બચ્ચાને સુરક્ષિત જગ્યા પર રાખ્યું હતું. ત્યારબાદ વન વિભાગને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધીરુ પટેલના ખેતરે દોડી આવ્યા હતા. અધિકારીઓએ ખેતરથી મળી આવેલ બાળ દીપડાનું નિરીક્ષણ કર્યુ હતું. બચ્ચું સ્વસ્થ જણાતા તેની માતા દીપડી સાથે આ બચ્ચાનું પુનઃ મિલન કરાવવાનું નક્કી કરાયું. જે ખેતરમાંથી બચ્ચું મળી આવ્યું હતું તે ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. બચ્ચું મળ્યું હતું તે જ સ્થાને તેને મુકી દેવામાં આવ્યું. અંધારુ થતાં જ દીપડી પોતાના બાળકને શોધતી શોધતી આવી પહોંચી. આખરે બચ્ચુ સુરક્ષિત મળી આવતા દીપડીને રાહત થઈ હતી. દીપડીએ બચ્ચા પર વ્હાલ, મમતા, લાગણી વરસાવી અને તેને મોઢામાં ઉચકીને પોતાની સાથે લઈ ગઈ હતી. આ ઘટનાથી ખેડૂત, સ્થાનિકો અને વન વિભાગે રાહતનો દમ લીધો હતો.

ખુંદ ગામેથી શેરડીની કાપણી દરમિયાન દીપડાનું બે માસનું બચ્ચું મળી આવ્યું હતું. અમને જાણ થતા અમે તાત્કાલિક દીપડીના બચ્ચાને કસ્ટડીમાં લઈ તેની હેલ્થ ચેકઅપ કર્યું હતું. જેમાં બચ્ચું સ્વસ્થ જોવા મળ્યું હતું. તેથી અમે ફરી તે જ જગ્યાએ બચ્ચાને મૂકી દીપડી જોડે બચ્ચાનું પુનઃમિલન કરાવ્યું હતું...આકાશ પડસાલા(આરએફઓ, ચીખલી વન વિભાગ)

નવું અને અનુકુળ આશ્રયસ્થાનઃ નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વિશાળ જંગલ વિસ્તાર છે પરંતુ પાણી અને ખોરાકના અભાવે દીપડા જેવા હિંસક પ્રાણીઓ નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારો વાસદા અને ચીખલીમાં આવી જાય છે. અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે. જે દીપડાને છુપાવવા માટેનું યોગ્ય આશ્રય સ્થાન બની ગયું છે. દીપડાને ખેતરમાં ભૂંડ, શેરીઓમાં રખડતાં શ્વાન તેમ જ પાણી સરળતાથી મળી રહે છે. તેથી દીપડા નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવી ચડે છે. અનેક વાર દીપડા અને મનુષ્યનો આમનો સામનો પણ થઈ જતો હોય છે.

  1. Leopard Caught: તાલાલામાં ખેડૂતના ઘરમાં ઘુસેલો દીપડો વન વિભાગે ઝડપી લીધો
  2. Rajkot Leopard: રાજકોટમાં દીપડાની દહેશત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સવારે અને મોડી સાંજે મોર્નિંગ વૉક પર પ્રતિબંધ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.