ETV Bharat / state

GAS Officers Transfer: અઠવાડિયામાં ફરીથી વધુ 10 GAS ઓફિસર્સની બદલી કરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 10:34 PM IST

અઠવાડિયામાં ફરીથી વધુ 10 GAS ઓફિસર્સની બદલી કરાઈ
અઠવાડિયામાં ફરીથી વધુ 10 GAS ઓફિસર્સની બદલી કરાઈ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે બાબુઓની બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ આઈએએસ, પ્રભારી સચિવ, પીઆઈ, પીએસઈની અને ઉપ સચિવોની બદલીઓ સાગમટે કરવામાં આવી છે.આ જ શ્રેણીમાં હવે GASની પણ બદલીના આદેશ કરાયા છે. કુલ 10 GASની બદલી કરી દેવામાં આવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. 10 GAS Officers Transfer

ગાંધીનગરઃ ગુજરાત સરકારનો સરકારનો સામાન્ય વહીવટ વિભાગ(GAD) અત્યારે અધિકારીઓની બદલીમાં બહુ વ્યસ્ત હોવાનું જણાઈ રહ્યું છે. આજે ઉપ સચિવનોની બદલીના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં જ રેવન્યૂ વિભાગના 10 GAS અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે. જો કે અધિકારીઓમાં લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે આ બધી ટ્રાન્સફરના ઓર્ડર થઈ રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

બાબુઓની બદલીઓનો દોર
બાબુઓની બદલીઓનો દોર

GAS અધિકારીઓની બદલી: આજે ગુજરાત સરકારના રેવન્યૂ વિભાગના કુલ 10 GAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે. જેમાં મેહુલ દેસાઈ, કુ. કે.એ. વસાવા, સંજય વી. ચૌહાણ, શિવમ જે બારીયા, અમિતકુમાર પરમાર, સિદ્ધાર્થ ગઢવી, સુબોધ દુડખિયા, જી. કે. મકવાણા, બલવંત સિંહ રાજપુત, એ.આઈ. વસાવાનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ પૈકી મેહુલ દેસાઈ, કુ. કે.એ. વસાવા, સિદ્ધાર્થ ગઢવી, સુબોધ દુડખિયાને તેમના જ જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. મેહુલ દેસાઈને વડોદરા, કુ. કે.એ. વસાવાને સુરત, સિદ્ધાર્થ ગઢવી અને સુબોધ દુડખિયાને મોરબીમાં જ ટ્રાન્સફર કરવારમાં આવી છે. જ્યારે અન્ય 6 GAS અધિકારીઓની જિલ્લા બહાર પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.

9 ઉપ સચિવોની બદલીઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે કુલ 9 ઉપસચિવોની બદલીના આદેશ કરાયા છે. જેમાં પરેશ ચાવડા, ગાયત્રી દરબાર, ઈલા પટેલ, કમલેશ ધરમદાસાણી, ડૉ. રાજેશકુમાર બલદાણીયા, હિતેષ અમીન, ડી. પી. વસૈયા, શ્રીમતી જે. ડી. સુથાર અને શ્રીમતી પી.એમ. પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ 77 સચિવાલય સંવર્ગ-2ના સેક્શન અધિકારીઓને ઉપ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતીના પણ આદેશ કરાયા છે.

  1. GAS Officers Transfer : IAS અને IPS બાદ હવે GAS ઓફિસર્સની બદલી કરાઈ
  2. Officers Transfer: વધુ 9 ઉપ સચિવોની બદલીના આદેશ કરાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.