ETV Bharat / state

ભાવનગર બેઠકના ઈન્ડિયા અલાયન્સના ઉમેદવાર ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી - Loksabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 20, 2024, 10:50 PM IST

ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી
ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી

ભાવનગર લોકસભા બેઠકના ઈન્ડિયા અલાયન્સના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ વિરુદ્ધ ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ વાંધા અરજી કરી છે. કઈ બાબતે વાંધા અરજી કરાઈ અને આ બાબતે શું કહે છે ઉમેશ મકવાણા વાંચો વિગતવાર. Loksabha Election 2024

ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી

ભાવનગરઃ ઈન્ડિયા અલાયન્સના ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી કરી છે. કલેકટર દ્વારા વાંધા અરજીને પગલે ઉમેશ મકવાણાને કાલ બપોર સુધીમાં લેખિતમાં ખુલાસો કરવા જણાવાયું છે. આ બનાવથી ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. જો કે ઉમેશ મકવાણાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે.

કઈ બાબતોએ કરાઈ વાંધા અરજી?: ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ વાંધા અરજી કરી છે. ભાવનગર કલેક્ટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે,વાંધા અરજીમાં નિમુબેને રજૂઆત કરી છે કે પ્રથમ ઉમેશભાઈએ 2022માં વિધાનસભા ચૂંટણીમાં એફિડેવિટમાં 2018/19માં આવક 8,74,090 દર્શાવી છે જ્યારે લોકસભા એફિડેવિટમાં 2018/19માં આવક 11,20,000 દર્શાવી છે. આ માહિતી વિરોધાભાસ ઉભો કરે છે. બીજો વાંધો ઉમેશભાઈએ રોકડ 33,35,000 અને પત્ની અલકાબેનની રોકડ 22,28,000 દર્શાવી છે. જે તેમની 5 વર્ષની આવક કરતા વધારે જણાય છે. ત્રીજો વાંધો દેવ એન્ડ આર્યા ઈન્ફ્રા પ્રા.લિ.માં ડાયરેકટર તરીકેની આવક દર્શાવી નથી. શિક્ષણની માહિતી અધૂરી હોવાનો વાંધો પણ વાંધા અરજીમાં કરાયો છે.

ભાજપ પર આકરા વાકપ્રહારઃ ઈન્ડિયા અલાયન્સના ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી કરી છે. ઉમેશ મકવાણાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા છે. ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણીયા દ્વારા મારા ફોર્મને લઈને વાંધા અરજી કરવામાં આવી છે. ભાજપ હાર ભાળી ગયું છે. જેવી રીતના પોતે ગેરહાજર રહીને સરકારી તંત્રનો અને વકીલનો ઉપયોગ કરીને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધા અરજી કરવામાં આવી છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તેમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી છે હાર ભાળી ગઈ છે. તેઓ બિનહરીફ થવા માટે મારા ફોર્મને રદ કરવા તંત્ર ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માન્ય કલેક્ટરને 11 કલાક સુધીમાં મારો લેખિત જવાબ આપવાનું જણાવી દીધું છે. જો કે તંત્રને દબાવવાની કામગીરી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.

  1. નવસારી લોકસભાના કોંગ્રેસી ઉમેદવારની દાંડી યાત્રા - Dandi Yatra Of Congress Candidate
  2. ક્ષાત્રવટના આંદોલનનો 'પાર્ટ- 2' તૈયાર, સંકલન સમિતિની બેઠક બાદ કરવામાં આવી મોટી જાહેરાત - Kshatriya Andolan Part 2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.