ETV Bharat / state

અમદાવાદની બન્ને લોકસભા બેઠકોના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટર્સની કુલ ૩ વાર તપાસ કરાશે - Loksabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 22, 2024, 8:34 PM IST

Updated : Apr 22, 2024, 9:58 PM IST

ચૂંટણી ખર્ચ રજિસ્ટર્સની કુલ ૩ વાર તપાસ કરાશે
ચૂંટણી ખર્ચ રજિસ્ટર્સની કુલ ૩ વાર તપાસ કરાશે

અમદાવાદની બન્ને લોકસભા બેઠકોના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટર્સની કુલ ૩ વાર તપાસણી કરાશે. ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ખર્ચની તપાસણી માટેનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. Loksabha Election 2024

ચૂંટણી ખર્ચ રજિસ્ટર્સની કુલ ૩ વાર તપાસ કરાશે

અમદાવાદઃ શહેરની બન્ને લોકસભા બેઠકો 7 અમદાવાદ પૂર્વ તથા 8 અમદાવાદ પશ્ચિમ (અ.જા.) પરના હરિફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. અમદાવાદના બન્ને સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારોના ચૂંટણી ખર્ચના રજિસ્ટરની તપાસણી માટેનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે.

ચૂંટણી ખર્ચ રજિસ્ટર્સની તપાસ થશે 3 વારઃ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમદાવાદ લોકસભાની 2 બેઠક અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટર્સની કુલ 3 વાર તપાસણી કરવામાં આવશે. આ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ અંગે તપાસણી કરવા માટેની તારીખો દર્શાવતું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ પૂર્વ બેઠક માટેઃ ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ અખબારી યાદી અનુસાર ખર્ચ રજિસ્ટર્સની 3 વખત તપાસ કરાશે. આ સમયપત્રક અનુસાર 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટર્સની સૌથી પહેલી તપાસ તા. 25 એપ્રિલના રોજ હાથ ધરાશે. બીજી તપાસ 29 એપ્રિલે જ્યારે 3જી વખતની તપાસ મે મહિનાની 3જી તારીખે કરાશે.

અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટેઃ આ બેઠકના ઉમેદવારોના રજિસ્ટર્સની પ્રથમ તપાસ 26 એપ્રિલ, 30 એપ્રિલે 2જી તપાસ અને મે મહિનાની 4થી તારીખે 3જી તપાસ કરવામાં આવશે. ચૂંટણી ખર્ચ અંગેની તપાસ કોન્ફરન્સ હોલ, પ્રથમ માળ, જિલ્લા પંચાયત કચેરી, લાલ દરવાજા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ તપાસ બન્ને બેઠક પરના ચૂંટણી ખર્ચ નિરીક્ષક દ્વારા કરવામાં આવશે. આ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ અંગે તપાસણી કરવા માટેની તારીખો દર્શાવતું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે, લોકસભામાં કુલ ૨૬૬ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માં ૨૪ ઉમેદવારો નોંધાયા છે. જે પૈકી લોકસભા ચૂંટણી અંતર્ગત અમદાવાદ પૂર્વમા ૧૮ સૌથી વધુ ઉમેદવાર નોંધાયા છે જ્યારે બારડોલીમાં સૌથી ઓછા ૩ ઉમેદવાર નોંધાયા છે. તો વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજાપુરમા સૌથી વધુ ૮ ઉમેદવાર જ્યારે વાઘોડીયામા સૌથી ઓછા ૨ ઉમેદવારો નોંધાયા છે.

  1. સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ થયાં, હવે ગુજરાતની 25 બેઠકો પર મતદાન - Surat Lok Sabha Seat
  2. ઇતિહાસનું પુનરાવર્તન : માણાવદર વિધાનસભા બેઠક 22 વર્ષ બાદ ફરી પાટીદાર Vs પાટીદાર - Assembly By Election 2024
Last Updated :Apr 22, 2024, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.