ETV Bharat / state

Loksabah Election 2024: ગુજરાતની લોકસભાની 15 બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા, 10 ઉમેદવારો રીપીટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 2, 2024, 7:37 PM IST

ગુજરાતમાં 15 લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારોની જાહેરાત થઈ
ગુજરાતમાં 15 લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારોની જાહેરાત થઈ

ભાજપે ગુજરાતની 15 લોકસભા બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 10 ઉમેદવારો રીપીટ કર્યા છે, 2 મહિલા ઉમેદવારોને તક આપી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 15 Seats 10 Candidates Repeat

નવી દિલ્હીઃ ભાજપે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ યાદી 195 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ સામેલ છે. ભાજપની સીઈસીની બેઠક ગત મોડી રાત સુધી દિલ્હીમાં ચાલી હતી. જો ગુજરાતના લોકસભા ઉમેદવારોની વાત કરવામાં આવે તો 10 ઉમેદવારોને ભાજપે રીપીટ કર્યા છે. જેમાં 2 મહિલા ઉમેદવારોને તક આપી છે. જ્યારે 5 સાંસદોનું પત્તુ કાપવામાં આવ્યું છે.

લોકસભાની 15 બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
લોકસભાની 15 બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારોઃ ભાજપે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં કચ્છ બેઠક પર વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠક પર રેખા ચૌધરી, પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી, ગાંધીનગર બેઠક પર અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા, રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા, પોરબંદર બેઠક પર મનસુખ માંડવીયા, જામનગર બેઠક પર પૂનમ માડમ, આણંદ બેઠક પર મિતેશ પટેલ, ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠક પર રાજપાલ સિંહ જાદવ, દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોર, ભરૂચ બેઠક પર મનસુખ વસાવા, બારડોલી બેઠક પર પ્રભુભાઈ વસાવા અને નવસારી બેઠક પર ચોથી વખત સી આર પાટીલને ઉમેદવાર બનાવ્યા છે.

5 ઉમેદવારોની પત્તુ કપાયુંઃ ભાજપે આ વખતે ગુજરાતમાં જે 15 લોકસભા બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં 5 વર્તમાન સાંસદોનું પત્તું કાપી નાખ્યું છે. જેમાં બનાસકાંઠા બેઠક પર પરબત પટેલ, પોરબંદર બેઠક પર રમેશ ધડુક, અમદાવાદ પશ્ચિમ બેઠક પર કિરીટ સોલંકી, રાજકોટ બેઠક પર મોહન કુંડારિયા અને પંચમહાલ બેઠક પર રતનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ પાંચેય બેઠક પર ભાજપે ઉમેદવારો બદલ્યા છે.

અન્ય રાજ્યોની બેઠકોઃ ભાજપે ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશના કુલ 51, પશ્ચિમ બંગાળના કુલ 26, મધ્ય પ્રદેશના કુલ 26, રાજસ્થાનના કુલ 15, કેરળના કુલ 12, તેલંગાણાના કુલ 9, અસમના કુલ 11, ઝારખંડના કુલ 11, છત્તીસગઢના કુલ 11, દિલ્હીના કુલ 5, કાશ્મીરના કુલ 2, ઉત્તરાખંડના કુલ 3, અરુણાચલ પ્રદેશના કુલ 2, ગોવાના કુલ 1, ત્રિપુરાના કુલ 1, અંદમાન-નિકોબારના કુલ 1, દિવ-દમનના કુલ 1 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વડાપ્રધાન મોદી વારાણસી બેઠક પરથી ઉમેદવાર નિમવામાં આવ્યા છે.

  1. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ મહિલા મતદારોને રીઝવવા માટે ખાસ રણનીતિ બનાવી રહી છે
  2. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ મહિલા મતદારોને રીઝવવા માટે ખાસ રણનીતિ બનાવી રહી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.