ETV Bharat / state

EVMની ફાળવણી કઈ રીતે કોની હાજરીમાં થાય છે? 2024માં પ્રથમ રેન્ડેમાઈઝેશનમાં કેટલા EVMનો વધારો અને કોમ્પ્યુટર બેઝ ફાળવણી થઈ જાણો વિગતવાર - Loksabha Elecetion 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 8:26 PM IST

2024માં પ્રથમ રેન્ડેમાઈઝેશનમાં કેટલા EVMનો વધારો
2024માં પ્રથમ રેન્ડેમાઈઝેશનમાં કેટલા EVMનો વધારો

દેશમાં થતી ચૂંટણીના પગલે સામાન્ય જનતા કદાચ અજાણ હશે કે એક બુથ ઉપર EVM મશીન કઈ રીતે પહોંચે છે. અહીંયા ચૂંટણી વિભાગ દ્વારા પ્રથમ રેન્ડમાઈઝેશન કોમ્પ્યુટર બેઝ કર્યુ છે. કોમ્પ્યુટર બેઝ રેન્ડમાઈઝેશન 7 વિધાનસભામાં કોમ્પ્યુટર બેઝ કરવામાં આવ્યું છે. રેન્ડેમાઈઝેશન એટલે શું અને ઈવીએમની ફાળવણી કોમ્પ્યુટર બેઝ કઈ રીતે થાય છે. જાણો વિગતવાર. Loksabha Election 2024

2024માં પ્રથમ રેન્ડેમાઈઝેશનમાં કેટલા EVMનો વધારો

ભાવનગરઃ લોકસભા હોય કે વિધાનસભા ચૂંટણીમાં વિભાગ દ્વારા મતદાન કરાવવા માટે કેટલી મથામણ હોય છે તે જણાવવાનો પ્રયત્ન ETV Bharatએ કર્યો છે. ઈવીએમ મશીનને લઈને હંમેશા સવાલો ઉઠ્યા છે જો કે ઈવીએમની ફાળવણી પ્રક્રિયા શું હોય છે? દરેક બુથ ઉપર ઈવીએમ કઈ રીતે પહોંચાડવામાં આવે છે અને તેનું પહેલું પગથિયું શું હોય છે આ દરેક બાબતોને જાણો.

પ્રથમ રેન્ડેમાઈઝેશનઃ ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણી વિભાગમાં તાજેતરમાં 18,27,144 મતદારો નોંધાયેલા છે. તેમજ કુલ બુથ 7 વિધાનસભામાં 1845 નોંધાયેલા છે. ચૂંટણી વિભાગ દ્વારા ઈવીએમની પ્રક્રિયાનો પ્રથમ તબક્કાનો પ્રારંભ કર્યો છે. વિધાનસભા પ્રમાણે ઈવીએમ વીવીપેટ ડ્યુ અને સી યુ પહોંચાડવા માટે પ્રથમ રેન્ડમાઈઝેશનની બેઠક યોજવામાં આવી હતી. જોકે આ બેઠકની અંદર રેન્ડમાઈઝેશન કરતા પહેલા રાજકીય માન્યતા પ્રાપ્ત પક્ષોને આમંત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.

2024માં પ્રથમ રેન્ડેમાઈઝેશનમાં કેટલા EVMનો વધારો
2024માં પ્રથમ રેન્ડેમાઈઝેશનમાં કેટલા EVMનો વધારો

વિધાનસભા પ્રમાણે 25 ટકા વધુ ફાળવણીઃ ભાવનગર લોકસભા બેઠક ઉપર EVM ફાળવણી કરવા માટે રેન્ડમાઈઝેશનની બેઠક કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ જોઈએ તો 1 બુથ ઉપર એક એવા મશીનની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે 2024ની ચૂંટણીના પગલે તંત્રએ 25 ટકા વધારાની જરૂરિયાત સાથે ફાળવણી કરી છે જે નીચે મુજબ છે.

2024માં પ્રથમ રેન્ડેમાઈઝેશનમાં કેટલા EVMનો વધારો
2024માં પ્રથમ રેન્ડેમાઈઝેશનમાં કેટલા EVMનો વધારો

બીજું રેન્ડેમાઈઝેશન ક્યારે ?: ભાવનગર ચૂંટણી અધિકારી આર કે મહેતાએ જણાવ્યું હતું કે, આજે અમે EVMનું પહેલા રાઉન્ડનું રેન્ડેમાઈઝેશન કર્યુ હતું. જેમાં રાજકીય પક્ષો આમંત્રિત કર્યા હતા અને તેમના પ્રતિનિધિઓ હાજર રહેલા. આપણા જિલ્લાની 7 વિધાનસભા મહુવા ગારીયાધાર વગેરે સાથે આજે આપણા જિલ્લાની જે જરૂરિયાત છે એના પ્રમાણમાં અમે લોકોએ EVMના રેન્ડેમાઈઝેશન કરેલ છે. એની અંદર સાથે 7 વિધાનસભાની અંદર જે આપણી જરૂરિયાત છે એના કરતાં BU, CU 25 ટકા વધારે એટલે 2308 આપણા 1845 મતદાન મથકો છે. એમાં આપણે 25 ટકા વધારે પ્રમાણે એલેઓટમેન્ટ કર્યું છે. VVPAT છે એમાં 35 ટકા એટલે 2490 VVPAT મશીન અમે લોકો અત્યારે વિધાનસભાને એલોટ કર્યા છે.

આખી પ્રોસેસ કમ્પ્યુટર બેઝઃ આ સમગ્ર પ્રોસેસ ECIનું સ્પેશિયલ પોર્ટલ છે એના પર કરવામાં આવી છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરેલુ છે અને હવે એમને લોકો જે વિધાનસભામાં કયા કયા મશીન જશે એના સીરીયલ નંબરોની યાદી પણ આજના દિવસમાં અમે લોકો તમામ રાજકીય પક્ષો સાથે એટલે માન્યતા પ્રાપ્તવાળા રાજકીય પક્ષો છે એમની સાથે શેર કરી છે. ત્યારે કયા મતદાન મથક ઉપર કયું મશીન જશે તેનું રેન્ડેમાઈઝેશન થાય છે. અત્યારે અમે વિધાનસભાને ફાળવ્યું છે. એક વિધાનસભાની અંદર 250 મતદાન મથક હોય તો અમે 250 પ્લસ 25 ટકા EVM મશીન એલોટ કર્યા છે.

ભાવનગર ચૂંટણી વિભાગ પાસે કુલ EVM સાધનોનો કુલ સ્ટોક
કુલ બેલેટ યુનિટ2745
તાલીમમાં181
કુલ કંટ્રોલ યુનિટ2552
તાલીમમાં181
VVPAT2743
તાલીમમાં181

2024 ચૂ્ંટણીમાં રેન્ડેમાઇઝેશન માટે ઉપલબ્ધ

કુલ બેલેટ યુનિટ2564
કુલ કંટ્રોલ યુનિટ2371
VVPAT2562


પ્રથમ રેન્ડેમાઇઝેશનમાં ફાળવણી (કોમ્પ્યુટર બેઝ)

કુલ બેલેટ યુનિટ2302 ( 25 ટકા જરૂરિયતથી વધુ)
કુલ કંટ્રોલ યુનિટ2302 ( 25 ટકા જરૂરિયતથી વધુ)
VVPAT2489 ( 35 ટકા જરૂરિયતથી વધુ)


વિધાનસભા પ્રમાણે જરૂરિયાત કેટલી અને ફાળવ્યા કેટલા (કોમ્પ્યુટર બેઝ ફાળવણી): એક બુથમાં એકની જરૂરિયાત હોય ત્યાં ફાળવણી 25 અને 35 ટકા વધુ કરાઈ. નીચે આપેલ પત્રક પરથી વિગતો સમજો.

ક્રમવિધાનસભા બુથબેલેટ યુનિટ BUકંટ્રોલ યુનિટ CUVVPAT
0199 મહુવા 223 278 278 301
02100 તળાજા 236328328355
03101 ગારીયાધાર247308308333
04102 પાણીતાણા306382382413
05103 ભાવનગર(ગ્રામ્ય)316395395426
06104 ભાવનગર(પૂર્વ)247308308333
07105 ભાવનગર(પશ્ચિમ)243303303328
કુલ7 વિધાનસભા બેઠકો1845230223022489
  1. મતદારોના મન સુધી પહોંચવાનું માધ્યમ : સોશિયલ મીડિયા, ચૂંટણી પ્રચારમાં કેવી રીતે થાય છે ઉપયોગ જુઓ... - Lok Sabha Election 2024
  2. લોકસભા 2024 ચૂંટણી જીતીશું, રાજકોટ ભાજપે પક્ષના સ્થાપના દિને દર્શાવ્યો આત્મવિશ્વાસ - BJP RAJKOT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.