લુપ્તપ્રાય ટાંગલિયા કળાને જીવતી રાખવા બદલ, વઢવાણના લવજીભાઈ પરમારને મળશે 'પદ્મશ્રી'
હાથ વણાટ ટાંગલિયા કળાને જીવતી રાખવા બદલ વઢવાણના ડાંગશિયા સમુદાયના લવજીભાઈ પરમારની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી.

Published : January 26, 2025 at 11:05 AM IST
સુરેન્દ્રનગર: જિલ્લામાં ડાંગશિયા પરિવારો દ્વારા 700 વર્ષ જૂની ટાંગલિયા કળાને જીવંત રાખવાનું કાર્ય કરીને આ હાથ વણાટની કળાને લુપ્ત થતી બચાવી છે. ત્યારે આ હાથ વણાટ કારીગરો દ્વારા સાડી, શાલ, ડ્રેસ મટીરિયલ સહિતના પહેરવેશની વસ્તુઓ બનાવવામાં આવે છે. હાથ વણાટ ટાંગલિયા કળાને જીવંત રાખવા બદલ ડાંગશિયા સમુદાયના લવજીભાઈ પરમાર ડાંગશિયાને પદ્મશ્રી અવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
ડાંગશિયા લવજીભાઈ પરમારની પદ્મશ્રી માટે પસંદગી
વઢવાણના રહેવાસી એવા લવજીભાઈ પરમાર છેલ્લા 40 વર્ષથી આ 700 વર્ષ જૂની કળાને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યા છે. લવજીભાઈ પરમારે 700 વર્ષ જૂની લૂપ્ત થતી કળાને જીવંત રાખી છે. તેઓએ 150થી વધુ મહિલાઓ અને પુરુષોને આ કળા શીખવાડીને રોજગારી પૂરી પાડી છે. ત્યારે ટાંગલિયા કળાની ભારત સરકારે નોંધ લઈને તેને જીવંત રાખી છે. જેમને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ પર એવોર્ડ એનાયત કરવામાં આવશે.

હાલ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર માટે લવજીભાઈ પરમારની પસંદગી થતા તેઓએ અને તેમના પરિવાર અને કારીગરોએ સરકારને આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે આ અવોર્ડ માટે પસંદગી પામતા તેઓએ જણાવ્યું કે, ટાંગલિયા કળા લૂપ્ત થતી તે જીવંત રહેશે અને લોકોમાં તેની આગવી ઓળખ બનશે. હજુ પણ આવતા સમયમાં તે માટે યોગ્ય કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી છે. તેમની પસંદગી કરવામાં આવતા તેઓના પરિવારમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો:

