ETV Bharat / state

Kutch News : રાજસ્થાનમાં ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ગોઝારો અકસ્માત, કચ્છના 5 લોકોના મૃત્યુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2024, 12:52 PM IST

Kutch News : રાજસ્થાનમાં ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ગોઝારો અકસ્માત, કચ્છના 5 લોકોના મૃત્યુ
Kutch News : રાજસ્થાનમાં ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ગોઝારો અકસ્માત, કચ્છના 5 લોકોના મૃત્યુ

રાજસ્થાનના નોખા જિલ્લા પાસે આજે વહેલી સવારે ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે મોટો ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહેલા કચ્છના પાંચ વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. મૃતકોમાં એક 18 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.

કચ્છ : રાજસ્થાનના નોખાના રાસીસર પાસે સવારના આ અકસ્માત થયો હતો. જેમાં મૃતકોમાં કચ્છનું દંપતિ ડૉ. પ્રતીક જોટનીયા અને તેમની પત્ની હેતલ અને તેમની 18 મહિનાની પુત્રી ન્યાસાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ડૉ.પ્રતીક જોટનીયા એમ.બી.બી.એસ ડોકટર હતાં અને કચ્છના માંડવીના ગોધરા ખાતેની હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવે છે જ્યારે પત્ની હેતલ માંડવીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં.

કચ્છના 5 લોકોના મૃત્યુ : આ ઉપરાંત આ સ્કોર્પિયો કારમાં ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. પૂજા પાંજરીવાલા તેમના પતિ કરણ કસ્ટા પણ સવાર હતાં. જેમનું પણ એજ વાહનમાં મુસાફરી દરમિયાન મૃત્યુ થયું હતું. બ્કાનેરના એસપી તેજસ્વિની ગૌતમ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. એસપી તેજસ્વિની ગૌતમે જણાવ્યું હતું કે, ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા. આ તમામ 5 લોકો કચ્છના માંડવીમાં રહેવાસી છે. મૃતકોના મૃતદેહને નોખા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પ્રશાસને મૃતકોના પરિવારજનોને જાણ કરી છે.

માર્ગ અકસ્માતમાં મોત
માર્ગ અકસ્માતમાં મોત

પરિવાર અને મિત્રવર્તુળમાં શોકની લાગણી : માંડવીના તેના મિત્ર દિવ્ય મામોત્રાએ etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સવારે ડૉ. પ્રતીકની સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રતીક અને તેના પત્ની તેમજ નાની બાળકી ન્યાસાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ડૉ. પ્રતીકને ફરવાનો ઘણો શોખ હતો તે ઈટલી, ઑસ્ટ્રિયા, સ્વીઝરલેન્ડ જર્મની નેધરલેન્ડ બેલ્જિયમ પેરિસ લંડન વગેરે જેવા સ્થળોએ તેમજ ભારતના અનેક પ્રયત્ન સ્થળો પર પણ તે ફરી આવ્યો છે. તેની સાથે હોસ્પિટલમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે કામ કરતી પૂજા પાંજરીવાલા અને તેના સાથી કરણ કસ્ટાનું પણ આ અકસ્માતમાં મોત થયું છે જેના સમાચાર સાંભળીને પરિવારમાં તેમજ મિત્રવર્તુળમાં શોકની લાગણી ફેલાઇ છે.

  1. Rajasthan Accident : રાજસ્થાનના બિકાનેરમાં જીવલેણ અકસ્માત, ગુજરાતી પરિવારના પાંચ લોકોનું કરુણ મોત
  2. Patan Accident News : પાટણના ધરમોડા નજીક કાર અને બાઇક અકસ્માત, ત્રણના મોત ત્રણ ઘાયલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.