ETV Bharat / state

kutch Crime : કચ્છમાં સામખિયાળી પોલીસમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે ફરિયાદ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 3:41 PM IST

Updated : Feb 6, 2024, 4:12 PM IST

મૌલાના સલમાન અઝહરી સામે કચ્છ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. અહીં પણ તેમની સામે ભડકાઉ ભાષણ આપવાનો અને ધાર્મિક સ્થળ વિશે વિવાદિત નિવેદનનો મામલો બન્યો છે. આમ મુંબઈના મુફતી સલમાન અઝહરીની મુશ્કેલી હવે વધુ વધશે.

kutch Crime : કચ્છમાં સામખિયાળી પોલીસમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે ફરિયાદ
kutch Crime : કચ્છમાં સામખિયાળી પોલીસમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરી સામે ફરિયાદ

મૌલાના સલમાન અઝહરી સામે વધુ એક ફરિયાદ

કચ્છ : મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ મામલે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. 31 જાન્યુઆરીના કચ્છના સામખીયાળીમા પણ એક ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થયુ હતું જેમાં મૌલાનાએ હાજરી આપી હતી અને ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. વિડીયો સહિતના પુરાવા મેળવ્યા બાદ સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર તથા મૌલાના સામે ફરિયાદ નોંધાઇ છે અને ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાગર બાગમારે કેસની વિગતો આપી

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે,આજે સામખિયાળી પોલીસ મથકે મૌલાના સલમાન અઝહરી અને આયોજક મામદ ખાન મુર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 153 બી , 505(2) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. ભડકાઉ ભાષણનો બનાવ છે તે 31 જાન્યુઆરી 2024ના સામખિયાળી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બન્યો હતો. ભડકાઉ ભાષણ માટે આરોપીઓ વિરૂદ્ધ આઇપીસીની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાવે અને કોઈ પણ અફવાનો ભાગ ના બને તેમજ કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવા પ્રશ્નો ના બને તે માટે તકેદારી રાખવી. હાલમાં મૌલાના જુનાગઢ પોલીસની કસ્ટડીમાં છે તે કાર્યવાહી પૂર્ણ થશે ત્યાર બાદ અહીથી કાર્યવાહી કરવામાં આવશે..સાગર બાગમાર ( એસપી, પૂર્વ કચ્છ )

સલમાન અઝહરી સામે કચ્છ પોલીસ દ્વારા પણ કાર્યવાહી : ચર્ચાસ્પદ બનેલા મૌલાના સલમાન અઝહરીએ સામખીયાળીમાં 31મી જાન્યુઆરીએ જુનાગઢમા જે રીતે ઉશ્કેરણીજનક વાત કરી હતી તેવું જ કચ્છમાx ભાષણ આપ્યુ હતુ. સામખિયાળી ખાતે ગુલશને મોહમદી ટ્રસ્ટ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મૌલાના સલમાન અઝહરી હાજર રહ્યા હતાં અને ભાષણ દરમ્યાન ધાર્મિક સ્થળનો ઉલ્લેખ કરી ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ વિડીયો સામે આવ્યા બાદ આજે પોલીસે કાર્યવાહી કરી છે. હાલમાં સલમાન અઝહરી ગુજરાત એટીએસના કબ્જામાં છે અને તેની તપાસ ચાલુ છે. ફરિયાદ નોંધાયા બાદ હવે આગામી દિવસમા મૌલાના સલમાન અઝહરી સામે કચ્છ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ મુંબઈના મુફતી સલમાન અઝહરીની મુશ્કેલી હવે વધુ વધશે.

કચ્છના કાર્યક્રમનો વિડીયો વાયરલ: જૂનાગઢના કાર્યક્રમમાં હેટ સ્પીચનો વિડિયો સામે આવ્યા બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અઝીમ હબીબ સહિત મુફ્તી સલમાન અઝહરી પર કલમ 153એ, 505, 188, 114 અંતર્ગત FIR નોંધવામાં આવી હતી અને યુસુફ અને હબીબની ધરપકડ પણ કરવામાં આવી હતી. મુફ્તી સલમાન અઝહરીને મુંબઇથી ગુજરાત લવાયાં હતાં. જો કે આ પહેલા કચ્છમાં આયોજીત એક કાર્યક્રમનો પણ સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવ્યો છે.

કચ્છના કાર્યક્રમમાં પણ વિવાદિત બોલ: મૌલાના સલમાન અઝહરીએ જુનાગઢ પહેલા કચ્છના સામખીયાળીના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. જેમાં પણ તે ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરી ભડકાઉ ભાષણ આપતો નજરે પડે છે. વિવાદિત નિવેદન અને ધાર્મિક સ્થળના ઉલ્લેખ બાદ ધાર્મિક નારેબાજી કરીને લોકોને ઉશ્કેરણીજનક વાત કરતો વિડીયોમાં સાંભળવા મળી રહ્યો છે અને ત્યાં ઉપસ્થિત લોકો તેને સમર્થન આપી હાથ ઉંચા કરી રહ્યા છે.

અન્ય એજન્સીઓ પણ સતર્ક: સામખિયાળી ખાતે થયેલ કાર્યક્રમ માઇકની મંજુરી સાથે યોજાયો હતો. મૌલાના સલમાન અઝહરીના ભાષણનો વાયરલ વિડીયોમાં મૌલાના વિવાદીત શબ્દો બોલતા દેખાઇ રહ્યા છે. પરંતુ તેની પૂરી પુષ્ટિ કર્યા બાદ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. કોમી એકતાનુ પ્રતીક ધરાવતા કચ્છમાં આવા ભાષણથી પોલીસ સાથે અન્ય એજન્સીઓ પણ સતર્ક બની છે.

  1. Junagadh Crime : ભડકાઉ પોસ્ટ મામલે આજે મૌલાના અઝહરીને જુનાગઢ કોર્ટમાં કરાશે રજૂ, જુનાગઢ પોલીસ રિમાન્ડની કરશે માંગ
  2. Valsad Crime : ભડકાઉ પોસ્ટ વાયરલ કરનાર 4ની દમણ પોલીસે ધરપકડ કરી, શાંતિ સમિતિ બેઠક બોલાવાઇ
Last Updated :Feb 6, 2024, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.